આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

લીલા શાકભાજીના સેવનથી ઘણા સ્વાસ્થ્યલક્ષી લાભ થાય છે એટલા માટે જ લીલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. લીલા શાકભાજીમાં શરીર ને જરુર્રી બધા પોષક તત્વો હોય છે. આવું જ એક શાક પરવળ છે. પરવળ પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે જેનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા કરાવે છે.

પરવળમાં વિટામિન-એ, વિટામિન-બી1, વિટામિન બી2, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામિન-સી, કેલ્શિયમ જેવા તત્વો મળી આવે છે. તેથી, જો તમે પરવળનું સેવન કરો છો, તો તમે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી નાની મોટી સમસ્યાઓથી છુટકારો મેળવે છે.

તમને જણાવીએ કે પરવળ પિત્તનું અને વાયુનું શમન કરે છે તેથી ભાદરવો અને આસો એટલેકે અત્યારે ચાલી રહેલા નવરાત્રીના સમયગાળામાં તેનું ખાસ સેવન કરવું જોઈએ જે પિત્ત અને વાયુથી થતા 40 થી વધુ રોગોને દૂર રાખી એન્ટિબાયોટિક્સનું કામ કરે છે.

પરવળ ખાવાના ફાયદા: પરવળ ખાવાથી નબળી પાચનશક્તિ મજબૂત થાય છે. કારણ કે પરવળમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે. તેથી, જો તમે આ શાકભાજીનું સેવન કરો છો, તો તે પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેની સાથે જ પેટને લગતી સમસ્યાઓ જેવી કે ગેસ, અપચો અને કબજિયાત જેવી બીમારીઓ પણ દૂર થાય છે.

વજન વધવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. તેથી તેને નિયંત્રિત કરવું જરૂરી છે. જો તમે વજનને નિયંત્રિત કરવા માટે પરવળનું સેવન કરો છો તો તે ફાયદાકારક છે. કારણ કે પરવળમાં કેલરી ઓછી અને ફાઈબર વધુ હોય છે, જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

પરવળ માં વિટામિન એ અને વિટામિન સી સારી માત્રામાં હોય છે. તેથી પરવળનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવાને કારણે તમે વાયરસ અને બેક્ટેરિયાથી બચી શકો છો.

આ ઉપરાંત પરવળનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબજ ફાયદાકારક છે. કારણ કે પરવળમાં એન્ટિહાઇપરગ્લાયકેમિક ગુણ હોય છે, જે લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડવામાં મદદરૂપ થાય છે.

કોલેસ્ટ્રોલ વધવું એ શરીરના મોટાભાગના હ્રદયના રોગોનું કારણ છે. તેથી તેને નિયંત્રિત કરવું ખુબજ જરૂરી બની જાય છે. આવી સ્થિતિમાં જો તમે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે પરવળનું સેવન કરો છો તો તે તમારા માટે ફાયદાકારક છે. કારણ કે પરવળમાં એન્ટિહાઇપરલિપિડેમિક ગુણ હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

ત્વચા માટે પણ પરવળનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે પરવલ એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *