અત્યારના સમય માં મોટાભાગે ઘણા લોકો વાતાવરણ બદલાય એટલે બીમાર થઈ જતા હોય છે. કારણકે દરેક વ્યકતિની તાસીર અલગ અલગ હોય છે જેથી ઘણા લોકોને વાતાવરણમાં પલટો આવી જાય ત્યારે તરત જ વાયરલ બીમારીના શિકાર બની જાય છે.

કફ ની પ્રકૃતિ ઘરાવતા વ્યક્તિને ઋતુમાં જેવું પરિવર્તન થાય તરત જ શરદી, ખાંસી અને કફની સમસ્યા થઈ જતી હોય છે. વાતાવરણમાં બદલાવ અને વઘારે પડતા ધૂળ, માટી અને ધુમ્મસ ના કારણે તેની અસર ફેફસા પર પડે છે.

કારણકે વધારે પડતા પ્રદુષણ ના કારણે તે આપણા શ્વાસમાં થઈને ફેફસામાં જમા થઈ જાય છે જેના કારણે કફની સમસ્યા થતી હોય છે. ફેફસામાં વઘારે કફ ભેગો થઈ જવાથી શ્વાસ લેવામાં પણ તકલીફનો પણ સામનો કરવો પડે છે. શ્વાસ લેવામાં તકલીફ પડવાથી ઓક્સિજન લેવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.

માટે કફની સમસ્યા ને દૂર કરવી ખુબ જ જરૂરી છે. ઉઘરસ આવવાનું મુખ્ય કારણ છાતીમાં અને ફેફસામાં કફ જામી જવાના કારણે આવે છે. જો કફને દૂર કરી દેવામાં આવે તો શરદી, ઉઘરસ, શ્વાસ લેવામાં પડતી તકલીફ દૂર થઈ જાય છે.

છાતીમાં જામેલ કફ અને ફેફસામાં જામેલા કફને બહાર નીકાળવા માટે આજે અમે તમને એક આયુર્વેદિક ઘરેલુ ઉપાય જણાવીશું. આ ઉપાય માં તમારે એકદમ નાની સાઈઝના લાડું બનાવીને સવારે નરણાકાંઠે અને રાત્રે સુતા પહેલા ખાઈ લેવાનો છે.

લાડુ બનાવવાની સામગ્રી: 100 ગ્રામ શુદ્ધ દેશી ગોળ, 120 ગ્રામ દેશી ઘી, 30 ગ્રામ સૂંઠ પાવડર, 30 ગ્રામ હળદર
લાડુ બનાવવાની રીત: સૌથી પહેલા દેશી ગોળને છીણીલો, હવે તે ગોળને ઘી માં મિક્સ કરીને જ્યાં સીઘી રબડી જેવું ના થાય ત્યાં સુઘી હલાવો, ત્યાર પછી તેમાં સૂંઠ અને હળદર બંને મિક્સ કરી લો.

હવે બઘાને બરાબર હલાવીને મિક્સ કરી લો. લાડુ બનાવાની આ એક સરળ રીત છે. જે દરેક વ્યક્તિ આસાનીથી બનાવી શકે છે. બધું બરાબર મિક્સ થઈ જાય પછી એકદમ નાના નાના લાડુ બનાવી લો, હવે તે લાડુને એક કાચની બોટલમાં ભરી લેવું. ત્યાર પછી તેનું સેવન સવારે નરણાકાંઠે ઉઠીને ખાલી પેટ કરવું અને રાત્રે સુવાના 25 મિનિટ પહેલા કરવું.

આમ સવારે અને સાંજે બંને ટાઈમ એક એક લાડુનું સેવન કરવાથી ગળાનો કફ, છાતીનો કફ, ફેફસાનો કફ હશે તો તે માત્ર બે જ દિવસમાં દૂર થઈ જશે. આ લાડુ ખાવાથી શરદી, ઉઘરસ અને કફને દૂર કરી દેશે.

જો કોઈને વારે વારે કફ ની સમસ્યા થતી હોય તમને આ લાડુનું સેવન કરવાથી કફની સમસ્યામાં ઘણો ફાયદો થશે. છાતીમાં, ફેફસામાં જામેલ કફને દૂર કરવા માટે આ લાડુ એક રામબાણ સાબિત થશે. ફેફસાને એકદમ ચોખા બનાવવા માટે આ લાડુ ખુબ જ ઉપયોગી છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *