આજના સમયમાં દરેક વ્યક્તિની જીવન ભાગદોડ ભર્યું થઈ ગયું છે તેવામાં આપણે આપણા શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવી રાખવા માટે આપણે ઘણા બઘા પૌષ્ટિક આહાર ખાઈ લેતા હોઈએ છીએ. આપણા જીવનમાં વધારે તણાવ અને ડિપ્રેશનની સમસ્યા હોય તે ખુબ જ સામાન્ય માનવામાં આવે છે.

તણાવ અને ડિપ્રેશન ની સમસ્યા ઘણા બઘા કારણો જવાબદાર હોઈ શકે છે. તે માંથી એક કારણ અનિદ્રા હોઈ શકે છે, જે વધુ પડતા કામના લોડના કારણે થાક અને કમજોરી રહેતી હોય છે. જેના કારણે આપણે રાત્રે સારી ઊંઘ મેળવી શકતા નથી.

મનમાં ઘણા બધા વિચારો આવવાના કારણે આપણે ઉંધી પણ શકતા નથી. જેના કારણે આપણે અનિદ્રાની સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. ઊંઘ પુરી ના થવાના કારણે આપણા સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર થઈ શકે છે. જેમકે, માનસિક મગજની બીમારી, શારીરિક કમજોરી, આખોમાં સુજી જવી, થાક લાગવો, શરીરમાં બેચેની રહેવી, જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે.

આ માટે આપણે તણાવ અને ડિપ્રેશનની સમસ્યાની બીમારી માંથી કાયમી છુટકાળો મેળવવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું, જે રાત્રે સુતા વખતે આવતા ખોટા સપના અને વિચારને દૂર કરી સારી ઊંઘ લાવવામાં મદદ કરશે.

અનિદ્રાની સમસ્યા એક એવી સમસ્યા છે જે કોઈ પણ વ્યકતિને થઈ શકે છે. જયારે પણ કોઈ પણ વ્યક્તિના મગજમાં કોઈ વિચારો ચાલતા હોય ત્યારે તેમને ઊંઘ આવતી નથી, પાટુ એવા ઘણા લોકો જોય છે જેમને ગમે તેટલું ટેનશન હોય તો પણ તેમને પથારીમાં સુતાની સાથે જ ઘસઘસાટ ઊંઘ આવી જતી હોય છે.

ઘણા લોકોને ઊંઘ આવતી હોય છે પરંતુ ઊંઘવા જાય છે ત્યારે આંખો બંધ કરે ત્યારે આખો દિવસ જે કઈ પણ કામ કર્યું હોય તેના વિચારો આવતા હોય છે, ત્યારે તેમની આંખો તો બંઘ હોય છે પરંતુ તે બંઘ આંખે પણ જાગતા હોય તેવું થતું હોય છે. જે એક માનસિક બીમારીના શિકાર બનાવી શકે છે. માટે આપણે આ માનસિક બીમારી માંથી છુટકાળો મેળવવા માટે આપણે રતારે સુતા પહેલા કેટલી વસ્તુંનું ઘ્યાન રાખવાની સાથે આપણે કેટલાક કામ કરવાના છે.

માનસિક બીમારીને દૂર કરવા માટે આપણે ખુબ જ સારી ઊંઘ લેવી પડશે. આ અંતે આપણે રાત્રીના ભોજનમાં આપણે ઘ્યાન રાખવું પડશે, આ અંતે આપણે રાત્રીનો ભોજન હળવો લેવો પડશે અને ભોજન પછી આપણે થોડું ચાલવું જોઈએ, જેથી આપણે જે કઈ ખોરાક ખાઘો છે તે સરતાથી પચવામાં મદદ કરે છે.

ત્યાર પછી આપણે જયારે બહારથી ચાલી ને આવ્યે ત્યારે આપણે હાથ પગ ઘોવાના છે. ત્યાર પછી પગને પાણીમાં ડાબોળી રાખવાના છે, આમ કરવાથી શરીરમાં લાગેલ થાક દૂર થઈ જશે જેથી આપણું શરીર હલકું થઈ જશે. જેથી આપણે પથારીમાં સૂતાંની સાથે ઊંઘ આવી જશે.

આ ઉપરાંત રાતે સારી ઊંઘ લાવવું માટે આપણે એક ગ્લાસ દૂઘમાં બે કેસરના દાણા ઉમેરીને ગરમ કરીને પી જવાનું ચેમ મગજને શાંત કરવામાં મદદ કરશે અને સારી ઊંઘ લાવવામાં મદદ કરશે. માટે રાત્રીના સમયે સુતા પહેલા દૂધ પી લેવું જોઈએ જેથી માનસિક તણાવ અને શારીરિક કમજોરી પણ દૂર થઈ જશે.

રાત્રે સારી ઊંઘ લાવવા માટે આપણે સુતા પહેલા પાંચ મિનિટ માટે ઘ્યાન કરવું જોઈએ. ઘ્યાન કરવાથી મગજના જે કઈ વિચારો હોય તે આવશે નહીં અને મગજને શાંત કરી સારી ઊંઘ લાવવામાં મદદ કરશે, ઘ્યાન મુદ્રા કરવાથી આપણા શરીરના મોટા ભાગના રોગોને દૂર કરી શકાય છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *