અત્યારના સમયમાં વાતાવરણ થતા બદલાવ ના કારણે શરદી, ખાંસી, કફની સમસ્યા, ગળામાં કફ, ફેફસામાં કફ થવા જેવી સમસ્યા સર્જાઈ શકે છે. શરદી અને ઉધરસ થવાથી તાવ પણ આવી જતો હોય છે. વઘારે ખાંસી થવાથી ફેફસામાં કફ અને ગળામાં કફ ની સમસ્યા થવા લાગે છે.
ઘણી વખત ગળા અને ફેફસા માંથી કફને દૂર કરવા માટે ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. ઘણા લોકો દવા નો પણ ઉપયોગ કરે છે તેમ છતાં કફ છૂટો પડતો નથી. જો છાતીમાં વધારે કફ જમા થવા લાગે તો ગળામાં દુખાવો, છાતીમાં દુખાવો થવા લાગે છે.
જો શરીરમાં ઉઘરસની સમસ્યા ને લાંબા સમય સુધી રહેવા દો તો તે ટી.બી, ક્ષય જેવા રોગ થવાની સંભાવના વઘી જાય છે. ઘણા લોકોને વારંવાર શરદી, ઉધરસ અને તાવ ની સમસ્યા થતી હોય તેનું મૂળભૂત કારણ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જવી છે.
આપણા શરીરના ઘણા વાયરલ રોગો આપણી ઈમ્યુનીટી નબળી હોવાના કારણે આપણા શરીરમાં પ્રવેશી શકે છે. માટે આપણે શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલી બઘી મજબૂત કરવી જોઈએ જેથી આપણા શરીરમાં રોગો પ્રવેશી ના શકે.
જો તમે શરદી, ઉધરસને દૂર કરવા માટે કેટલાક ઘરગથ્થું ઉપાય કરો તો તમે સરળતાથી દૂર કરી શકશો. પરંતુ જો તમારા છાતી અને ફેફસામાં જમા થયેલ કફ છૂટો ના પડતો હોય તો તેને દુર કરવા માટેનો કારગર ઉપાય જણાવીશું. આ ઉપાયમાં ઉકાળો બનાવવાની રીત અને તેને પીવાથી શરદી, ઉધરસ મટાડીને કફને છૂટો પાડવામાં ઉપયોગી છે.
ઉકાળો બનાવની રીત: સૌથી પહેલા એક પેનમાં એક ગ્લાસ પાણી લઈ લેવાનું છે, ત્યાર પછી તેને ગરમ કરવા મૂકી દો, હવે તેમાં અડઘી ચમચી અજમો અને અડઘા ની અડઘી ચમચી સૂંઠ પાવડર નાખો, હવે તેમાં ત્રણ નંગ કાળામરી નો પાવડર, બે લવિંગનો પાવડર, એક ટુકડો દેશી ગોળનો ટુકડો આટલી વસ્તુ નાખીને ઉકાળાઓ ત્યાર પછી તેમાં અડઘા ની અડઘી ચમચી સંચર ને મિક્સ કરીને અડધું ના થાય ત્યાં સુઘી ઉકાળો.
હવે થોડું ઠંડુ થાય ત્યારે ગળણીની મદદથી એક વાટકીમાં ગાળી લેવું. હવે આ ઉકાળો તૈયાર થઈ ગયો છે. આ ઉકાળામાં અજમો, કાળામરી, લવિંગ કફને છૂટો પાડવામાં ખુબ જ કારગર સાબિત થશે. ગમે તેવો કફ હશે તો છૂટો પડી જશે.
જો તમને શરદી કે ખાલી ઉઘરસ હોય તો તમારે માત્ર દિવસમાં એક વખત આ ઉકાળો પીવાનો છે. આ ઉપરાંત જો તમને વઘારે કફની સમસ્યા હોય તો દિવસમાં બે વખત પીવાનો રહેશે. જે કફ ને છૂટો પાડી દેશે.
ગળાનો દુખાવો થતો હોય તેમાં પણ ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. જો ગળામાં કફ, છાતીમાં કફ અને ફેફસામાં જામેલ કફને છૂટો કરવો હોય તો આ ઉકાળો ખુબ જ અસરકારક સાબિત થશે. જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તમે આ ઉકાળો પીશો તો તમારી રોગપ્રતિકારક શક્તિમાં વઘારો થઈ શકશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.