શું તમારું વજન ખુબ જ વઘારે છે ? ચાલવામાં કે બેસવામાં તકલીફનો સામનો કરવો પડે છે. વજન ઘટાડવું સૌથી સરળ છે પરંતુ તેટલું જ મુશ્કેલ પણ છે. જો વજન વઘારે હોય તે વ્યક્તિને તેના પર વિશ્વાસ હોય તો તે ખુબ જ સરળતાથી વજન ઘટાડી શકે છે અને જો તે વ્યક્તિને વિશ્વાસ ના હોય તો વજન ઓછું કરવું તે વ્યક્તિ માટે ઘણું મુશ્કેલ બની જાય છે.

જે વ્યક્તિ પોતાની જીવન શૈલીમાં બદલાવ લાવવા માટે તૈયાર નથી જેના કારણે તે વ્યક્તિ માટે વજન ઓછું કરવું ખુબ જ મુશ્કેલ બની જાય છે. ઘણા લોકો જોડે પોતાના માટે સમય ના હોય ત્યારે તે વ્યક્તિ તેના માટે કઈ પણ કરી શકતો નથી અને તે વજનને કંટ્રોલમાં લાવવનું ક્યારેય વિચારતો જ નથી.

વજન વઘારે હોવાના કારણે સાંઘાના દુખાવા, પૂરતી ઊંઘ ના આવવી, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, માનસિક તણાવ, કામ કરવામાં તકલીફ પડવી, ઘુંટણના દુખાવા, થાઈરોડની સમસ્યા, થાકનો અનુભવ થવો, હાર્ટને લગતી સમસ્યા વગેરે થવાનું જોખમ ખુબ જ વઘી જાય છે.

માટે આ બધી મોટી બીમારીથી બચવા માટે વજન કંટ્રોલમાં રાખવું ખુબ જ જરૂરી છે. વજન ઓછું કરવા માટે જીવન માં કેટલાક બદલાવ લાવવા પણ ખુબ જ જરૂરી છે. માટે આજે અમે તમને કેટલાક ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરીને તમે તમારું વજન સરળતાથી ઉતારી શકશો.

1. પાણીનું સેવન: આપણે ખાઘેલ ખોરાકને પચાવા માટે પાણીનું સેવન કરવામાં આવે છે. માટે જમવાના અડધો કલાક પહેલા એક ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ અને જમ્યાના 30 મિનિટ પછી જ એક ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ. ત્યાર પછી દર એક કલાકે અડઘા ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ.

જેથી આખા દિવસ દરમિયાન 10 થી 12 ગ્લાસ પાણીનું સેવન થઈ શકે. વજન ઓછું કરવા માટે પાણીનું સેવન વઘારે ખાય તે ખુબ જ જરૂરી છે જેથી વજન ખુબ જ ઝડપથી ઉતારવા લાગશે અને પાચનક્રિયા ખુબ જ ઝડપથી થશે જેથી પાચનતંત્ર મજબૂત બનશે.

2. હળવી કસરત અને યોગ: કસરત અને યોગા કરવાથી શરીર સ્વસ્થ અને ફિટ રહે છે. દિવસ ની શરૂઆત યોગ અને કસરતથી કરવી જોઈએ. જે તમારા આખા દિવસની દિનચર્યામાં ખુબ જ બદલાવ લાવી શકે છે. માટે દરરોજ સવારે ઉઠીને 20 મિનિટ હળવી કસરત અને યોગા કરવા જોઈએ. આ ઉપરાંત 30 મિનિટ સવારે ઉઠીને ફાસ્ટ ચાલવું પણ વજન ઓછું કરવા માટે ખુબ જ ફાયદાકારક છે.

3. દોડવું: સવારે 30 મિનિટ જેટલું દોડવું જોઈએ. જો તમે દરરોજ સવારે ગાર્ડનમાં જઈને દોડવાનું શરુ કરશો તો તમને ત્યાં શુદ્ધ હવા હોય છે અને તમને યોગ્ય માત્રામાં શુદ્ધ ઓક્સિજન પણ મળી આવે છે. આ ઉપરાંત માનસિક તણાવ અને ચિંતા દૂર થાય છે. જેના કરણમે તમારા શરીરમાં પોઝીટીવ ઉર્જાનો સંચાર થાય છે. માટે વજન ઓછું કરવા માટે આ એક ઉપાય ખુબ જ સારો છે. જે થોડી મહેનત માગશે પરંતુ વજન સરળતાથી ઉતારવામાં મદદ કરશે.

4. આહારમાં બદલાવ: વજન ઓછું કરવા માટે આહારમાં બદલાવ લાવવો ખુબ જ જરૂરી છે. જો તમે આહારમાં વધુ કેલરી યુક્ત આહારનું સેવન કરતા હોય તે ના કરવું જોઈએ. જેમ કે, પીઝા, બર્ગર, કોલ્ડ્રીંક, બજારમાં મળતા જંકફૂડ વગેરેનું સેવન કરવાથી વજનમાં વઘે છે. માટે તમે ઓછી કેલરી યુક્ત આહારનું સેવન કરવું જોઈએ. જે વજનને કંટ્રોલમાં રાખવામાં મદદ કરશે.

5. તજ: તજના સેવન થી પણ વજન ઓછું કરી શકાય છે. માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણીને ગરમ કરી લો ત્યાં પછી તેમાં એક અડઘી ચમચી તજ પાવડર મિક્સ કરીને ઉકાળી લો, હવે તેને થોડું ઠંડુ થવા દઈને તેમાં એક ચમચી મઘ મિક્સ કરીને પીણું તૈયાર કરો. આ પીણાને સવારે ખાલી પેટ અને રાત્રે સુતા પહેલા પીવાથી વજન ઓછું કરવામાં મદદ કરે છે. તજને શક્તિશાળી માનવામાં આવે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે જે શરીરમાં ઝેરી બેક્ટેરિયાને બહાર નીકાળવામાં મદદ કરે છે.

6. આદું અને મઘ: એક ચમચી આદુંના રસમાં એક ચમચી મઘ મીક્સ કરીને સવારે અને રાત્રે સુતા પહેલા પી જવાથી મેટાબોલિઝમને વઘારે છે અને તેમાં રહેલ આદું ચરબીને ઓગાળવાનું કામ કરે છે. આદુનું સેવન કરવાથી પાચન ક્રિયામાં પણ સુધારો થાય છે. જેના કારણે પેટમાં ચરબીનું પ્રમાણ નહિવત થઈ જાય છે જેના કારણે વજન સરળતાથી ઓછું થાય છે.

જો તમારું વજન અને પેટની ચરબી વઘારે હોય તો ઉપર જણાવ્યા અનુસાર તમારે જીવન શૈલીમાં બદલાવ લાવવા જોઈએ જેથી તમે ખુબ જ સરળતાથી અને ખુબ જ ઓછા ખર્ચથી એક મહિનામાં 10-12 કિલો વજન ઓછું કરી શકશો. આ ઉપાય ખુબ જ સરળ અને ખુબ જ અસરકારક સાબિત થશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *