આજે અમે તમને આ આર્ટિકલમાં ચહેરાનો ગ્લો કેવી રીતે વઘારવો તેના વિશે કેટલાક ઘરેલું દેશી ઉપાય જણાવીશું. જેનો ઉપયોગ કરવાથી તમે તમારી ખોવાઈ ગયેલ ચહેરાની ચમક ને પાછી મેળવી શકશો. દરેક વ્યક્તિ માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.
શિયાળો, ઉનાળો કે પછી ચોમાસુ હોય દરેક ઋતુમાં ચહેરાની માવજત કરવી જોઈએ. તમે બઘા જાણતા જ હશો કે ત્વચા માં નિખાર લાવવા માટે મોંઘી મોંઘી બ્યુટી પ્રોડક્ટનો પણ ઉપયોગ કરે છે. આપણે ઘરેથી બહાર નીકળીએ ત્યારે ધૂળ, સૂર્ય નો પ્રકાશ, વઘારે પ્રદુષણ હોય છે જેના કારણે આપણી ચહેરાનો ગ્લો ઘટવા લાગે છે.
ચહેરાની ગ્લો વઘારવા માટે ડોક્ટરની સલાહ લેવામાં આવે છે. તે દવા અસર તો કરે છે પણ તે ખુબ જ કોસ્ટલી હોય છે. માટે અમે તમારા માટે ચહેરાને ચમકાવા માટે નેચરલી ઘરેલુ ઉપાય જણાવીશું. જેનો ઉપયોગ દરેક મહિલા કે પુરુષ રાત્રે સુતા પહેલા કરે તો તેની ચહેરાની ચમક પાછી આવી શકે છે.
ચંદન અને મુલતાની માટી : સૌથી પહેલા 2 ચમચી ચંદન લો, 2 ચમચી મુલતાની માટી લો, બંને ને મિક્સ કરી લો, તેમાં જરૂરીયાત પ્રમાણે પાણી નાખીને તેની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ લગાવ્યાના 1 કલાક પછી ચહેરાને સાફ પાણી થી ઘોઈ દો.
જો તમે પણ આ પેસ્ટ અઠવાડિયા 2 વાર લગાવશો તો તમારો ચહેરા પર ની ચમક પછી આવી જશે. અને તમે પહેલા કરતા પણ સુંદર દેખાવા લાગશો. આ પેસ્ટ તમે રાત્રે જમ્યા પછી લગાવી દેવાની અને સુતા પહેલા ઘોઈ દેવી. જેથી તમારો કિંમતી સમય પણ બગડશે નહીં. અને તમારી ચમક પછી આવતી દેખાવા લાગશે.
દૂધ માં હળદર નાખીને પીવું : દરેક લોકો જાણે છે કે હળદર વાળું દૂઘ પીવામાં આવે તો તેના અનેક ફાયદા પણ જોવા મળે છે. એમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ તત્વો ના કારણે તે ગમે એ તેવી ઉઘરસને દૂર કરવામાં મદદ કરે છે, તે જ રીતે તમે ચહેરાને નિખાર લાવવા માટે તમે દૂધ અને હળદરના પીણાનો ઉપયોગ કરી શકો.
તમે ચહેરાને સાફ પાણી ધોઈને એક વાટકીમાં 3-4 ચમચી દૂધ લઈને રૂ થી ચહેરા પર લગાવી દેવું. આમ તમારે અઠવાડિયા માં 3 વાર કરશો તો તમારા ચહેરા પર લાગેલ ધૂળ, બેક્ટેરિયા વગેરે દૂર કરીને તમારી ત્વચા ને ક્લીન કરે છે અને તમારી ખોવાઈ ગયેલ ચમક પાછી આવી જાય છે.
ઓલિવ ઓઈલ : તમે જે ક્રીમ દરરોજ ઉપયોગ કરો છો તે ની અંદર ઓલિવ ઓઈલના 3-4 ટીપા નાખીને રાત્રે સુતા પહેલા ચહેરા પર લગાવી દો. થોડી વાર ચહેરા પર મસાજ કરો. તમે ચહેરા પર ખાલી ઓલિવ ઓઈલ પણ લગાવી શકો છો. આમ કરવાથી તમારો ચહેરો નેચરલી રીતે ગ્લો થઈ જશે.
કોકોનટ તેલ : ત્વચાને નિખારવા માટે કોકોનટ ઓઈલ ખુબ જ ઉપયોગી છે. તમે જે ક્રીમને ફ્રેશ પાર લગાવો છો તેમાં કોકોનટ તેલના 3-4 ટીપા નાખીને ચહેરા પર માલિશ કરવાથી ચહેરો ખીલવા લાગે છે. માલિશ કર્યા પછી ચહેરાને સવારે ધોવાનો છે. એનો ઉપયોગ કરવાથી ચહેરા પર થતા ચેપ ને દૂર કરે છે અને તમારી ત્વચા મુલાયમ થઈ જાય છે.
તમે પણ તમારા ચહેરાની ચમક પાછી લાવવા માંગતા હોય અને સુંદર દેખાવા માંગતા હોય તો ઉપર જણાવ્યા પ્રમાણે આ ઉપાય ને અપનાવી લેજો તમને ચોક્કસ ફાયદો જોવા મળશે.