આજના સમયમાં દરેક વ્યકતિ પોતાના કામ માં અને વ્યસ્ત જીવન શૈલીમાં એટલા બઘા ડૂબેલા હોય છે જેથી તેમના સ્વાસ્થ્ય નું ઘ્યાન પણ રાખી નથી શકતા. મોટા ભાગે ઘણી એવી બીમારીઓ છે સામાન્ય રીતે દરેક વ્યક્તિને થતી જ હોય છે.

આમ જોવા જઈએ તો નાની નાની બીમારી માં પણ ઘણા લોકો દવાખાનનું પગથિયું ચડી જતા હોય છે. પરંતુ જો તમારે નાની નાની સમસ્યા માં દવાખાનનું પગથિયું ચડવું ના હોય તો આપણા ઘરમાં એવી ઘણી બધી ઔષધિયો મળી આવે છે જેનો ઉપયોગ કરીને નાની નાની બીમારીને દૂર કરી શકો છો.

ઘણા લોકોની અનિયમિત ખાણી પીણી, બહારના ફાસ્ટ ફૂડનું સેવન, વાતાવરણમાં થતો બદલાવ અને ઋતુમાં થતા પરિવર્તન માં ઘણા લોકો શરદી, ઉઘરસ, ગાળામાં દુખાવો, કફ, વગેરે જેવી સમસ્યા થતી હોય છે. માટે આજે અમે તમને એવી નાની નાની બીમારી વિશે જણાવીશું જેને તમે દવાખાન ગયા વગર રસોડામાં રહેલ વસ્તુની મદદથી તમે મટાડી શકો છો.

પેટમાં કૃમિની સમસ્યા: મોટા ભાગે ઘણા લોકોને બહારના ફાસ્ટ ફૂડ અને અનિયમિત ખાણી પીણી ના કારણે ઘણા લોકો પેટની કૃમિની સમસ્યા થતી હોય છે. આ માટે તમારે સૌથી પહેલા ત્રણ કાળા મરીને લઈને પાવડર બનાવી લેવો, ત્યાર પછી દસ નંગ કાળી સૂકી દ્રાક્ષ લઈ લો ત્યાર પછી તેની ઉપર કાળાંમરીનો પાવડર નાખી ને દિવસમાં બે વખત ખાઈ લો, તેને ખાવાથી પેટમાં રહેલ કીડાનો નાશ થશે અને કૃમિની સમસ્યા દૂર થશે.

ઉઘરસ: જો તમને ઉઘરસ ની સમસ્યા પરેશાન કરતી હોય તો એક ચમચી દેશી શુદ્ધ મઘ લઇ લેવું ત્યાર પછી તેમાં બે કાળાંમરીનો પાવડર બનાવીને મિક્સ કરીને સવારે અને રાત્રે સુવાના પહેલા ખાઈ જાઓ. આમ કરવાથી તમારી ગમે તેવી ઉઘરસ હશે તો દૂર થઈ જશે. આ ઉપરાંત એક ચમચી તુલસીનો રસ અને તેમાં સાકર મિક્સ કરીને પી જવાથી ઉઘરસ મટે છે.

ગળાની સમસ્યા: ગળાની સમસ્યા ને દૂર કરવા માટે ગરમ પાણી માં મીઠું નાખીને કોગળા કરવા. આ ઉપરાંત ગરમ પાણીનું સેવન કરવાથી પણ ગળાનો દુખાવો કે પછી ગળામાં લાગેલ ઈન્ફેક્શન પણ દૂર થઈ જાય છે. ગળામાં દુખાવો થતો હોય તો દૂધ માં હળદર મિક્સ કરીને પીવાથી ગાળાની સમસ્યા દૂર થાય છે.

પેટની સમસ્યા: પેટને લગતી સમસ્યામાં એક ચપટી સિંઘાલુ મીઠું, એક ચમચી લીંબુનો તાજો રસ, બે કાળા મરીનો કાળામરી પાવડર આ બઘા ને મિક્સ કરીને દિવસમાં બે વખત લેવાથી અપચો કે ગેસ, એસીડીટીની સમસ્યામાં રાહત મળે છે.

શરદી: વાતાવરણ બદલાતા શરદી થઈ જાય તો કાળામરીના આખા દાણાને ચૂસવાના છે. દિવસમાં બે કાળા મરીનું આવી રીતે સેવન કરવાનું છે. આ ઉપરાંત એક કપ દૂધ માં બે કાળા મરીના પાવડરને મિક્સ કરીને પીવાથી શરદીમાં રાહત મળે છે.

દાંતની સમસ્યા: દાંતના દુખાવા થતા હોય તેવામાં કાળામરીનો પાવડર ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આ માટે જો તમને દાંતમાં દુખાવો થાય તે જગ્યા પર કાળામરીનો પાવડર લગાવી રાખો જેથી દુખાવામાં ઘણી રાહત મળશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *