આપણે બધા આપણા ચહેરાની યોગ્ય કાળજી લઈએ છીએ, પરંતુ ઘૂંટણ અને કોણીને અવગણીએ છીએ. આ જ કારણ છે કે મોટાભાગના લોકોના ઘૂંટણ અને કોણી કાળા રંગની થઇ જાય છે. આના કારણે બધા લોકો ટૂંકા વસ્ત્રો, હાફ સ્લીવ્ઝના કપડાં પહેરતા અચકાતા હોય છે.
આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો તો, ઘૂંટણ અને કોણીની કાળાશ દૂર કરવા માટે તમે કાકડીનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો જાણીએ તમે કેવી રીતે કાકડીનો ઉપયોગ કરીને આ કાળાશ દૂર કરી શકો છો.
કાકડી અને લીંબુ: જો તમારા ઘૂંટણ અને કોણીઓ પર ડાર્ક સ્પોટ્સ છે, તો કાકડી અને લીંબુની પેસ્ટ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. તમને જણાવીએ કે લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે, તેથી તે કાળાશને દૂર કરવામાં મદદ કરે છે.
આ ઉપાય માટે કાકડીને છીણી લો અને તેનો રસ કાઢો. હવે 3 ચમચી કાકડીના રસમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરો. હવે માલિશ કરતી વખતે આ પેસ્ટને તમારા ઘૂંટણ અને કોણીઓ પર લગાવો. 10 થી 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો અને ત્વચાને મોઈશ્ચરાઈઝ કરો.
કાકડી અને એલોવેરા: કાકડીની સાથે એલોવેરા પણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી જો તમે ઇચ્છો તો આ બંનેને મિક્સ કરીને ત્વચાની કાળાશ દૂર કરી શકો છો . આ માટે 3 ચમચી કાકડીનો રસ કાઢીને તેમાં 2 ચમચી એલોવેરા જેલ ઉમેરીને મિક્સ કરો.
હવે આ પેસ્ટને કોણી અને ઘૂંટણ પર લગાવો. 20-25 મિનિટ પછી હુંફાળા પાણીથી ધોઈ લો. એલોવેરા ત્વચાની કાળાશ દૂર કરવામાં મદદ કરશે. તે ત્વચાને નરમ અને ચમકદાર પણ બનાવશે.
કાકડી અને દહીં: જો તમારા ઘૂંટણ અને કોણીઓ પર ડાર્ક ડાઘ હોય તો તમે કાકડી અને દહીંની પેસ્ટ લગાવી શકો છો. આ મિશ્રણ કાળાશ ઘટાડવા માટે ખૂબ જ અસરકારક છે. આ માટે તમે 2 ચમચી કાકડીનો રસ લો અને તેમાં 1 ચમચી દહીં મિક્સ કરો.
હવે આ પેસ્ટને કાળાશ વારી જગ્યા પર લગાવો. અડધા કલાક પછી નવશેકા પાણીથી ધોઈ લો. તમે દરરોજ તમારા ઘૂંટણ અને કોણીઓ પર કાકડી અને દહીંની પેસ્ટ લગાવી શકો છો. તેનાથી ધીરે ધીરે કાળાશ દૂર થશે .
કાકડી અને મધ: કાકડી અને મધના મિશ્રણથી ઘૂંટણ અને કોણીની કાળાશ સરળતાથી દૂર થાય છે. આ ઘરેલુ ઉપાય માટે, તમે કાકડીને છીણી લો. તેના રસમાં મધ મિક્સ કરીને પેસ્ટને કાળાશ વારી જગ્યા પર લગાવો.
15 મિનિટ માટે આ રીતે રહેવા દો, પછી મસાજ કરો. ત્યારબાદ કોણી અને ઘૂંટણને હુંફાળા પાણીથી સારી રીતે ધોઈ લો. તમે દરરોજ આ પેસ્ટ લગાવશો તો તમને શ્રેષ્ઠ પરિણામો મળશે.
કોણી અને ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે તમે કાકડીનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. તમે કાકડીને એલોવેરા, લીંબુ, મધ અને દહીમાં મિક્સ કરીને લગાવી શકો છો. આનાથી ત્વચાની ડાર્કનેસ ઓછી થશે, અને ત્વચામાં ચમક પણ આપશે.