ઋતુ બદલાતા વાતાવરણમાં પલટો આવવાથી તાવ, શરદી, ઉઘરસ દરેકને થાય છે. તાવને મટતા વાર નથી લગતી પણ ખાંસી થાય તો ઘણા દિવસ સુધી રહે છે જેથી તે વ્યક્તિ હેરાન થઈ જાય છે. ગળામાં કફ જામી જવાની સમસ્યા કોઈ પણ દિવસે થઈ જાય છે.
ગરમ પાણી પીવાથી અને ગરમ પાણીના કોગળા કરવાથી ખાસીમાં રાહત મળે છે. જો તમે આ નાનકડા નો ઉપયોગ કરશો તો તમને ખુબ જ ઝડપ થી કફ છૂટો પડશે અને ખાંસી માં પણ રાહત થશે.
આ નાનકડો ટુકડો ફટકડી છે. જો તમે પણ આ ફટકડીનો ઉપયોગ કરશો તો ગાળામાં જામેલો ગમે તેવો કફ ને ગળફા રૂપે બહાર કાઢી દેશે. તો ચાલો આ આર્ટિકલમાં જાણિએ કે ગળામાં જામેલા કફને ઉર કરવા માટે આ નાના દેખાતા ટુકડાનો ઉપયોગ કેવી રીતે કરવો.
પાણીમાં ફટકડી નાખીને કોગળા કરવા : પાણીમાં ફટકડીનો એક ટુકડો નાખીને ગરમ કરો. સવારે અને સાંજે આ પાણીના કોગળા કરવાથી ગળામાં જામેલો ગમે તેવો કફને દૂર કરશે અને જલ્દીથી રાહત મળશે.
જો તમને વઘારે ખાંસી આવે છે અને તેની સાથે કફ બહાર આવે છે તો ગરમ પાણીમાં ફટકડી નાખીને ઓગળે એટલે તે પાણીને પી જવું. તે સ્વાદ માં કૈક અલગ લાગશે. પરંતુ તે ગળામાં જામેલા કફને છૂટો કરીને ગળફા વાતે બહાર નીકળી દેશે. કફ બહાર નીકળી જવાથી ખાંસી પણ ઓછી થઈ જશે.
જુના માં જુના કફ હોય તો. ફટકડીને તવી માં શેકી દો. તેને વાટીને ચૂરણ બનાવી લો. અડધી ચમચી ચૂરણમાં મઘ ઉમેરીને ચાટવાથી જુના માં જુના કફને બહાર કાઢી દેશે. છાતીમાં જામેલ કફ ઘીરે ઘીરે ઓછો થઈ જશે.
ઈજામાં ફાયદાકારક : જો તમે કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય અને જો તે જગ્યાએ લોહી નીકળવાનું ચાલુ થઈ જાય છે અને તે બંધ નથી થતું ત્યારે ફટકડી ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેના માટે પાણીમાં ફટકડી નાખીને ઘા વારી જગ્યા એ પાણી થી સાફ કરવાથી લોહી નીકળવાનું બંઘ થઈ જશે. આનાથી કોઈ ઈન્ફેક્શન પણ થશે નહિ.
આ સિવાય કોઈ પણ નાના બાળકને નજર લાગે છે તે સમયે નજર ઉતારવા માટે આ નાનકડો ટુકડાની મદદથી નજર ઉતારી શકાય છે. તે ઉપરાંત પાણીને શુદ્ધ કરવા માટે ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી કફ અને ખાંસીમાં આરામ મળશે. અને શરીરમાં જામેલા કફને દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે.