અત્યારના આધુનિક યુગમાં દરે વ્યક્તિ પોતાની વ્યસ્ત જીવન શૈલીમાં જીવન જીવી રહ્યા છે. દરેક વ્યકતિની પોતાની અનિયમિત ખાણી પીણી હોવાના કારણે તેમને ગેસ, કબજિયાત, એસિડિટી જેવી સમસ્યા ના શિકાર બની શકે છે. પેટની બીમારી વઘવાથી અનેક બીમારીઓ થવા લાગે છે.
અત્યારના સમયમાં દરેક વ્યક્તિને ઘરનો આહાર કરતા બહારનો આહાર ખાવાના ખુબ જ શોખીન છે. કારણે તે ખુબ જ ટેસ્ટી અને મસાલા વાળું હોય છે. જેથી તે ખાવામાં ખુબ જ માજા આવી જાય છે. જેથી બહારનો આહાર ખાવાની લત લાગી જાય છે.
મોટાભાગના લોકો પોતાના કામમાં ખુબ જ વ્યસ્ત હોય છે જેના કારણે બજારમાં મળતા ફાસ્ટ ફૂડનું સેવન વધુ કરતા હોય છે. બજારમાં મળતા ફાસ્ટ ફૂડનું સેવન કરવાથી પેટ સંબધિત સમસ્યા વધુ જોવા મળતી હોય છે. કારણકે જયારે બજારનો આહાર ખાઓ છો ત્યારે તે ખોરાક જલ્દી પચતો નથી.
જેના કારણે પેટ સાફ થતું નથી. જેના કારણે કબજિયાત, એસીડીટી જેવી સમસ્યા થઈ શકે છે. બજારમાં એવી કેટલીક ગોળીઓ પણ મળે છે. જેનું સેવન કરવાથી કબજિયાત થોડા સમય માટે દૂર થઈ જાય છે પરંતુ થોડા દિવસ પછી ફરીથી કબજિયાતની સમસ્યા થવા લાગે છે.
આ માટે જ બજારમાં મળતી દવા નો ઉપયોગ કર્યા વગર ઘરે એવા કેટલાક ઉપાય કરવા જોઈએ જેથી કબજિયાત જેવી પેટની સમસ્યાથી કાયમી છુટકાળો મેળવી શકાય. ઘરેલુ એવા કેટલાક ઉપાય છે જે નિયમિત કરવાથી પેટ સાફ રહે અને જુના માં જૂની કબજીયાતથી છુટકાળો મેળવી શકાય.
જુના માં જૂની કબજીયાતને દૂર કરવાના ઘરેલુ ઉપચાર: કબજીયાતને દૂર કરવા માટે ત્રિફળા ચૂરણ ખુબ જ અસરકારક સાબિત થાય છે. રાત્રે સુતા પહેલા એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી ત્રિફળા ચૂરણ મિક્સ કરીને પી જવું. આ પાણી પીવાથી પેટ સાફ થાય છે. પેટ સાફ થવાથી જુના માં જૂની કબજિયાત હશે તો તે પણ દૂર થઈ જશે.
કબજિયાતની સમસ્યામાં અજમો અને જીરું કારગર સાબિત થાય છે. આ માટે 50 ગ્રામ અજમો અને 50 ગ્રામ જીરું મિક્સ કરીને તાવી ઉપર બરાબર શેકી લેવું. ત્યાર પછી તેને મિક્સરમાં પીસીને ચૂરણ પાવડર બનાવી લેવું. હવે રાત્રે જમ્યાના એક કલાક પછી ગરમ હૂંફાળા પાણીમાં એક ચમચી ચૂરણ પાવડર મિક્સ કરીને હલાવીને પી જવાનું છે.
આ પીણું પીવાથી પેટ એકદમ સાફ થઈ જશે. આ પીણું કબજીયાતને જડમુળમાંથી દૂર કરી દેશે. આ ઉપાય આંતરડા માં જામેલ કચરાને દૂર કરે છે. પેટને લગતી અનેક સમસ્યા ને દૂર કરવા માટે વરિયાળી ખુબ જ ઉપયોગી છે. આ માટે એક ગ્લાસ પાણીને હૂંફાળું કરીને તેમાં એક ચમચી વરિયાળી નાખીને સેવન કરવાથી પેટ સાફ થઈ જાય છે અને કબજીયાતની સમસ્યા દૂર થઈ જાય છે.
પેટને સાફ કરવા માટે ઘી પણ ખુબ જ ઉપયોગી સાબિત થશે. આ માટે એક કપ ગરમ દૂઘ માં એક ચમચી દેશી ઘી મિક્સ કરીને પીવાથી પેટ અને આંતરડામાં જામેલ કચરો પણ દૂર થઈ જાય છે. જેથી પેટ સંબધિત સમસ્યા જેવી કે કબજિયાત અને એસીડીટી પણ દૂર થઈ જશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.
