દરેક વ્યક્તિ ચહેરા ને સુંદર બનાવી રાખવાનો ખુબ જ પ્રયાસ કરતા હોય છે, પરંતુ ચહેરાને સુંદર બનાવી રાખવા માટે આપણે આંખોને પણ સુંદરતા વધારવી જોઈએ જેથી આપણી સુંદરતા માં ચાર ચાંદ લાગી જાય. આ આંખોની વાત કરીએ તો આંખોની સુંદરતા માં આંખોની પાંપણ ચહેરા ના દેખાવ પર ખુબ જ સારો પ્રભાવ પડે છે.
આ માટે આંખોની પાંપણ કાળી અને ઘાટી હોવી ખુબ જ જરૂરી છે, આ માટે મહિલાઓ પાંપણ ને કાળી બનાવી રાખવા માટે આર્ટિફિશ્યલ આઇ-લેશેસ અને મસ્કરાઓનો ઉપયોગ સોથી વધુ કરતા હોય છે. પરંતુ આ બધું કરવા કરતા પ્રકૃતિક અને કુદરતી પાંપણો ને કાળી અને ઘાટી બનાવી શકાય છે.
આ માટે ચહેરાને વધારે સુંદર બનાવવા માટે આંખોની પાંપણ ને કાળી અને ઘાટી બનાવવી જોઈએ આ માટે આજે અમે તમને કેટલાક ધરેલ ઉપાય જણાવીશું. જે ઉપાય પાંપણને ઘાટી અને કાળી બનાવી દેશે.
આંખોની પાંપણને કાળી અને ઘાટી બનાવવાના ઉપાય:
કોકોનટ તેલનો ઉપયોગ: પાંપણ માટે ખુબ જ અસરકારક છે, આ માટે સૌથી પહેલા તો આંખોની પાંપણ ને પાણી વડે સાફ કરી ને 20 મિનિટ રહેવા દો, ત્યાર પછી એક બાઉલમાં એક ચમચી જેટલું કોકોનટ તેલ કાઢી લો, હવે તે તેલમાં રૂ પલાળીને તેલને આંખોની પાંપણ પર લગાવી દો.
પાંપણ પર આ તેલથી 2 મિનિટ સુધી માલિશ કરો, આ ઉપાય રાત્રે સૂતી વખતે જ કરવાનો છે. જેથી આખી રાત માટે લગાવેલ તેલને રહેવા દઈ શકાય. સવારે ઉઠીને પછી આંખોની પાંપણને પાણી વડે ધોઈને સાફ કરી લેવી. આ ઉપાય થોડા દિવસ કરવાથી આંખોની પાંપણ કાળી અને ઘાટી થઈ જશે.
વિટામિન-ઈ કેપ્સુલ: પાંપણ ને ઘાટી અને કાળી બનાવવા માટે વિટામિન-સી ની કેપ્સ્યુલ ખુબ ફાયદાકારક છે. આ માટે સૌથી પહેલા એક વિટામિન-ઈ ની કેપ્સ્યુલ લઈ લો, હવે તેની અંદરની જેલને નીકાળી આંખોની પાંપણ પર લગાવી આખી રાત રહેવા દો,
આ માટે આ ઉપાય રાત્રે સૂતી વખતે જ કરવાનો રહેશે, સવારે ઉઠીને પાણી વડે તેને ધોઈ બરાબર આંખોની પાંપણને સાફ કરી લો. આવી રીતે કરવાથી આંખોની પાંપણ કાળી અને ઘાટી દેખાવા લાગશે. જેથી આપણી ચહેરાની સુંદર ખુબ જ વધી જશે. ધ્યાનમાં રાખવું કે આ કેપ્સ્યુલની જેલ આંખોમાં ના જાય.
એરંડિયાનું તેલ અને ઓલિવ ઓઈલ: આ માટે સૌથી પહેલા એક નાનું બાઉલ લઈ લો, હવે તેમાં બે ત્રણ ટીપા ઓલિવ ઓઈલના અને ત્રણ ટીપા એરંડિયાના તેલના નાખીને મિક્સ કરવાના છે, ત્યાર પછી તે તેલની આંખોની પાંપણ પર લગાવી આખી રાત રહેવા દેવાનું છે અને સવારે ઉઠીને બરાબર સાફ કરી લેવાનું છે,
આ રીતે 15 દિવસ આ તેલનો ઉપયોગ કરવાથી વધારે ખર્ચ વગર જ પાંપણ કાળી અને ઘાટી બની જશે. જેથી ચહેરાની સુંદરતા પહેલા કરતા પણ વધી જશે.
ચહેરાની સુંદરતા માટે આંખોની પાંપણને કાળી અને ઘાટી બનાવવા માટે ઉપર જણાવેલ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે, જે વધારે પૈસાના ખર્ચ વગર જ ચહેરાની સુંદરતા વધારવામાં મદદ કરશે.