આપણા શરીરમાં ચામડીના સાત પડ રહેલા હોય છે જેમાં ઉપરના પડને અવભાસિનિ કહેવામાં આવે. આ ઉપરના પહેલા પડમાં કરોળીયાનું સ્થાન રહેલું છે. શરીરમાં થતા કેટલાક ચામડીના રોગો એવા હોય છે કે જે શરીરને શારીરીક પીડાતો નથી આપતા પરંતુ તે માનસિક ત્રાસ આપે છે.

કરોળીયા એ એક એમાંનો એક રોગ છે. કરોળીયાથી શરીરને કંઇ જ નુકશાન થતું નથી, પરંતુ જે લોકોને ચામડીની સુંદરતાની ચિંતા હોય છે તે લોકોનું મન વ્યથિત કરે છે અને તે લોકો ખુબજ મૂંઝાયેલા રહે છે જેની સીધી અસર શરીર પર અને પાચન પર થાય છે.

ઘણા લોકોમાં કેટલીક વખત ખીલ કે કાળા ડાઘ સાથે સાથે ચહેરા કે શરીર પર સફેદ ડાઘ થઇ ગયેલા જોવા મળે છે પરંતુ ચહેરા કે શરીર પર સફેદ ડાઘ થવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. આ કારણોમાં મેલેનિન બનાવનારી કોશિકાઓનું નષ્ટ થવું, આનુવંશિકતા, શરીરમાં કેલ્શ્યમની ઉણપ, વધારે તનાવ જેવા ઘણા કારણો હોય છે.

મોટાભાગના લોકો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે જુદી જુદી દવાઓનું સેવન કરે છે. આ દવાઓ થોડા સમય પછી અસર કરે છે પરંતુ આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવી શકો છો. તો ચાલો જાણીએ કેટલાક ઉપાયો વિષે.

આ માટે સૌ પ્રથમ હળદર ને સરસોના તેલમાં મિક્સ કરીને તેનું મિશ્રણ તૈયાર કરી લેવું. આ મિશ્રણને સફેદ દાગ પર લગાવવું. લગાવેલ મિશ્રણ જયારે સૂકાઇ જાય પછી તેને ઠંડા પાણીથી ધોઇ લેવું. આ સમયે સાબુનો ઉપયોગ બની શકે તો ન કરવો અથવા તો ઓછો કરવો.

એલોવેરા જેલનો ઉપયોગ ઘણા બધા લોકો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે. એલોવેરા જેલથી સફેદ ડાઘ પર સારી રીતે મસાજ કરી લેવી અને સૂકાય જાય પછી તેને ધોઇ લો. આ રીતે જો દિવસમાં બે-ત્રણ વખત કરી શકો તો કરવું.

દાડમના પાન પણ આ સમસ્યા માટે ઉપયોગી છે. જો દાડમના પાનને સૂકવી અને તેનો પાઉડર બનાવી લેવામાં આવે અને તેને રોજ એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવામાં આવે તો સફેદ ડાઘ ની સમસ્યા દૂર કરી શકાય છે અને કાયમ માટે આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે.

શરીર પર જે ભાગમા સફેદ ડાઘ પડ્યા છે તે ભાગ પર નારિયેળના તેલથી માલિશ કરવામાં આવે તો પણ છુટકારો મેળવી શકાય છે.
દરેક બીમારી માટે રામબાણ ઇલાજ લીમડાના પાનને માનવામાં આવે છે. આ ઉપાય માટે સૌ પ્રથમ લીમડાના પાનને સારી રીતે પીસીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી અને તેને સફેદ ડાઘ વાળા ભાગ પર લગાવી લેવી.

આમ કરવાથી થોડાક દિવસમાં ફરક પડતો જોવા મળશે. જો તમે ઇચ્છો તો લીમડાના જ્યૂસનું સેવન પણ કરી શકો છો જે તમારા બીમારીઓ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.

કુંવાડિયાનાં બી અધકચરાં વાટી બે થી ત્રણ દિવસ દહીંમાં પલાળી રાખવાં. બે-ત્રણ દિવસ પછી આ દહીં શરીરે સારી રીતે ઘસવું. પછી થોડીવાર બાદ સારી રીતે સ્નાન કરી લેવું. જો આ પ્રયોગ થોડા દિવસો કરવામાં આવે તો શરીરના કોઈ પણ ભાગમાં થયેલા કરોળિયા મટાડી શકાય છે.

લીંબુના રસમાં તેલિયા દેવદારને ઘસી કરોળિયા વાળા ભાગ પર લગાવવાથી કરોળિયા બિલકુલ નિર્મૂળ થઈ જાય છે. તમને જણાવીએ કે લાલ માટીમાં ભરપૂર પ્રમાણમાં તાંબુ જોવા મળે છે, જે મેલેનિનના નિર્માણ અને ત્વચાના રંગનુ પુન: નિર્માણ કરવામાં મદદરૂપ છે. જો તેને આદુના રસ સાથે મિક્સ કરીને પ્રભાવિત ભાગ પર લગાવવુ લાભકારી રહે છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *