આજના સમયમાં ઘણા લોકો પોતાની ભાગદોડ ભરી જીવન શૈલીમાં તે પોતાના માટે સમય પણ નથી નીકળી શકતા. ઘણા લોકો ને અનિયમિત ખાણી પીણી, રાત્રે મોડા સુધી જાગવું, કસરત કે યોગનો અભાવ જેવા અનેક કારણોને લીઘે શરીરમાં થાક અને કમજોરીનો અનુભવ થતો હોય છે.
ઘણા લોકોને હાથ પગના દુખાવા દુખાવા થતા હોય, સાંઘા ના દુખાવા, ગઠિયા, લોહીની ઉણપ, કેલ્શિયમની ઉણપ, હાડકામાં કડકડ અવાજ આવતો હોય છે. જે ખુબ જ ગંભીર સમસ્યા માનવામાં આવે છે
આમ તો 60-65 વર્ષની ઉંમરે હાથ પગના દુખાવા, સાંધાના દુખાવા, કમરના દુખાવા જેવી સમસ્યાઓ વધુ જોવા મળતી હોય છે. પરંતુ અત્યારના આધુનિક યુગમાં દરેક વ્યકતિ ભેળસેળ વાળી વસ્તુ અને બહારના ફાસ્ટ ફૂડ કે જકફુડનું સેવન વધુ કરવા લાગ્યા છે.
જેના કારણે 35-40 વર્ષની નાની ઉંમર માં જ સાંધાના દુખાવા, કમરના દુખાવા હાડકાની કમજોરી, વારે વારે શરીરમાં કમજોરી થઈ જવી જેવી અનેક સમસ્યા થવા લાગી છે. જેથી દરેક વ્યક્તિ ખુબ જ પરેશાન થઈ જતા હોય છે.
આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ હોવાના કારણે હાડકા કમજોર થઈ જતા હોય છે. જેના કારણે હાડકામાં કડકડ અવાજ અને સાંઘાના દુખાવા થતા હોય છે. આજે અમે તમને બે વસ્તુ વિશે જણાવીશું જેનું સેવન કરવાથી તમે હાડકા ને મજબૂત કરીએ સાંઘા ના દુખાવામાં રાહત મેળવી શકો છો.
અખરોટ: અખરોટ આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. અખરોટ આપણા હાડકા ને મજબૂત કરવામાં મહત્વની ભૂકી ભજવે છે. અખરોટમાં કેલ્શિયમ,પોટેશિયમ, પ્રોટીન, આયર્ન, ઓમેગા-3 ફેટી એસિડ, ફોસ્ફરસ, સેલેનિયમ જેવા પોષક તત્વો થી ભરપૂર છે.
રાતે સુતા પહેલા બે અખરોટ ને એક વાટીમાં પાણી લઈને આખી રાત પલાળી રાખવાના છે. ત્યાર પછી સવારે ઉઠીને ખાલી પેટ ખાઈ જવાના છે. અખરોટમાં રહેલ ઓમેગા-3 ફેટી એસિડ અને કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવાની સાથે સાંધાના દુખાવા, કમરના દુખાવા, ગાંઠિયાની સમસ્યામાં રાહત આપવામાં ખુબ જ ફાયદાકારક છે.
મેથીના દાણા: મેથીના દાણા આપણા આરોગ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. મેથીમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન-સી, ફોલિક એસિડ, થાઈમિન. નિયાસિન, પોટેશિયમ, કોપર, મેંગેનીઝ, મેગ્નેશિયમ કાર્બોહાઈડ્રેટ આયર્ન જેવા અનેક પોષક તત્વોનો ખજાનો મળી આવે છે.
ખુબ જ સસ્તા ભાવે મળતા આ મેથીના દાણા આપણા શરીરમાં વાત દોષને દૂરે છે. જેમ કે, હાડકામાં આવતા કડકડ અવાજ, સાંઘાના દુખાવા, કમરના દુખાવા, ગઠિયા જેવી સમસ્યાને દૂર કરવામાં ખુબ જ ફાયદાકારક છે.
આ માટે એક વાટકીમાં થોડું પાણી લઈને એક ચમચી મેથી દાણા મિક્સ કરીને આખી રાત પલાળીને રહેવા દેવા. ત્યાર પછી બીજા દિવસે સવારે ખાલી પેટ તે દાણાનું ચાવી ચાવીને સેવન કરવું. ત્યાર પછી તેનું પાણી પણ પીં જવું. આ મેથી દાણાનું સેવન કરવાથી સાંઘાના દુખાવા, કમરના દુખાવા, ઘૂંટણના દુખાવા જેવી અનેક સમસ્યા ને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.
ઘ્યાનમાં રાખવું કે ઉપર જણાવેલ બંને વસ્તુનો ઉપયોગ એક સાથે ના કરવો જોઈએ. બંને વસ્તુ માંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરવો અને તે પણ સવારે ખાલી પેટ કરવાનો રહેશે જેથી તમને તેના ઘણા ફાયદા પણ જોવા મળશે.
સાંધાના દુખાવા, કમરના દુખાવા, ગઠીયા, હાડકામાં આવતો કડકડ અવાજ, કેલ્શિયમની ઉણપ, લોહીની ઉણપ, શરીરમાં રહેલ કમજોરી, થાક, નબળાઈ વગેરે દૂર કરવા માટે મેથી અને અખરોટ બંને ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.