આજના સમયમાં દરેક લોકોના શરીરમાં દુખાવાની સમસ્યા રહેતી હોય છે. શરીરમાં જુદી જુદી જગ્યાએ દુખાવાની સમસ્યા હોય છે જેવી કે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાઓ વગેરે. આ દરેક દુખાવામાં રાહત મેળવવા મોટાભાગના લોકો દવાઓનો આશરો લે છે. પરંતુ જો આયુર્વેદિક ઉપચાર કરવામાં લાંબા સમયે આ સમસ્યાથી હંમેશા છુટકાળો મેળવી શકાય છે.

તો અહીંયા તમને એક પાન વિષે જણાવીશું એ પાન ગમે તેવા સાંધાના દુખાવાને મટાડી દે છે. આ પાન વિષે ઘણા બધા આયુર્વેદિક ગ્રંથો અને ઘણા બધા પુસ્તકોમાં બતાવ્યું છે કે આ વનસ્પતિના પાન, 60 વર્ષ જુના સાંધાના દુખાવાને મટાડે છે.

પહેલા કરતા આજના સમયમાં સાંધાના દુખાવાની સમસ્યા દિવસે ને દિવસે ઘણા વધતી જાય છે. પહેલા આ સમસ્યા 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળતી હતી પરંતુ આજના સમયમાં આ સમસ્યા 30 થી 35 વર્ષના લોકોમાં પણ આ સમસ્યા જોવા મળે છે.

સાંધાની સમસ્યા કેટલી કષ્ટદાયક અને પીડાદાયક છે તે વિષે તો જે લોકોને આ સમસ્યા હોય તે લોકો જ જાણે છે. ઉંમર વધવાની સાથે-સાથે સાંધાના દુખાવાની સમસ્યા થવી એ ઉંમર વધવાથી હાડકાના સાંધામાંથી કેમિકલ ઘટે છે જેના લીધે સાંધાનો દુખાવો જોવા મળે છે.

પરંતુ આ નાની ઉંમરના લોકોમાં સાંધાનો દુખાવો થવો એ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય છે. તો અહીંયા તમને સાંધાનો દુખાવો થાય છે તેના માટે એકદમ સરળ અને એકદમ અસરકારક ઉપાય વિષે જણાવીશું જેની મદદથી સાંધાના દુખાવામાં ખૂબ જ ફાયદો મેળવી શકાય છે.

આ ઉપાય માટે એક વનસ્પતિ ની જરૂર પડે છે. આ વનસ્પતિના પાનની ચટણી બનાવી અને તેનો ઉપયોગ કરવાથી સાંધાના દુઃખાવા માટે રામબાણ સાબિત થાય છે. આ વનસ્પતિ એટલે કે “પારીજાત”. પારીજાત વિષે ઘણા ઓછા લોકો જાણતા હોય છે.

પારીજાત પ્રાચીન મંદિરોના પ્રાંગણમાં કે બાગ બગીચાઓમાં ખુબ જ આસાનીથી જોવા મળે છે. આ છોડ એવો છોડ છે કે જે સાંધાના દુખાવા માટે લાખો રૂપિયાની દવા કામ ન કરતી હોય તો પણ આ પારિજાતના પાન કામ કરે છે આ પ્રયોગ અનુભવસિદ્ધ પ્રયોગ છે અને ઘણા બધા લોકો આનો અખતરો કરી અને સાબિત કરેલો પ્રયોગ છે.

આ પ્રયોગમાં ચોક્કસ પરિણામ મળે છે. આ પ્રયોગ કરવાથી જડમૂળથી સાંધાનો દુખાવો મટી જાય છે. આ ઉપાય ઘરેલુ અને દેશી છે જેથી ધીરજથી આ ઉપાય ચાલુ રાખવાથી સો ટકા સાંધાના દુખાવામાંથી રાહત મળે છે અને અદ્ભુત પરિણામ જોવા મળે છે.

આ ઉપાય કરવા માટે પારિજાતના 5 થી 7 પાન લેવા અને બે કપ જેટલું પાણી લેવું. આ પાનને પાણીની અંદર વાટીને અથવા તો મિક્સરમાં તેની ચટણી બનાવી બે કપ પાણીમાં પાંદડા ની ચટણી ઉમેરવી.

ત્યારબાદ પાણી અડધું થઇ જાય ત્યાં સુધી તેને ગરમ કરો. હવે એ પાની ને સાઈડ મા મુકી દો. પાણી જ્યારે એક્દમ ઠંડું થઇ જાય ત્યાંરે એને ગાળી ને પી જાવ. આ પાણી સવારે ભૂખ્યા પેટે પીવાનું છે. રાત્રે પાણી બનાવી ને ઠંડું થવા દો અને સવારે પી જાવ.

સતત એક અઠવાડીયા દિવસ સુધી આ ઉપાય કરશો એટલે સાંધાના દુખાવામાં તમને અદ્ભુત પરિણામ જોવા મળશે. આ પ્રયોગ કરો છો તો તમે પોતે જ જાતે જ અનુભવ કરશો કે તમને સાંધાના દુખાવામાંથી મહદંશે આરામ મળ્યો છે. તમે આ પ્રયોગના અદભુત ફાયદા જાણી શકશો કે આ પ્રયોગ કરવાથી કેટલુ પરિણામ મળે છે.

તો જો તમે પણ સાંધાના દુખાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમે આ પ્રયોગ કરીને આરામ મેળવી શકો છો. જો તમે વધુ તકલીફ હોય તો નિષ્ણાતની સલાહ જરૂર લો અને પછી પ્રયોગ કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *