આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

કોઈપણ ઋતુ હોય શરદી, ખાંસી અને ઉધરસ થવી એ સામાન્ય બાબત થઇ ગઈ છે પરંતુ જયારે વરાવરણમાં અચાનક ફેરફાર થાય છે ત્યારે દર ત્રીજી-ચોથી વ્યક્તિને તમે ઉધરસ, ખાંસી અને શરદીની સમસ્યાથી પીડાતી જોઇ શકીએ છીએ.

જેમ જેમ ઋતુ સાથે વાતાવરણ બદલાય છે તેમ તેમ અર્પણ શરીરની પ્રકૃતિ મુજબ તેના પર પણ અસર પડે છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે તે લોકોને આવી નાની મોટી બીમારીઓની અસર ઓછી થાય છે.

ઘણા લોકોને આવી નાની મોટી સમસ્યા થાય છે તો તે હંમેશા માટે દવાઓ ખાઈને રાહત મેળવે છે પરંતુ તમે કેટલાક ઘરેલુ ઉપચાર કરીને પણ આવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. ઘણી વાર દવા ખાવાથી તમને જે રીસલ્ટ નથી મળતું તે ઘરેલુ ઉપાય કરવાથી રીસલ્ટ મળે છે.

શરદીના કારણે છીંકો વધુ આવતી હોય તો અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વાર સુંઘવાથી છીંકોથી રાહત મેળવી શકાય છે આ સાથે શરદી પણ શાંત થઈ જાય છે. લીંબુના રસને થોડા નવશેકા પાણીમાં નીચોવી બે-ત્રણ કલાકના અંતરે પીવાથી શરદીમાંથી છુટકારો મેળવી શકાય છે.

ખુબજ વધુ શરદી હોય અને શરદીના કારણે નાક બંધ થઈ ગયું હોય તો તપેલીમાં પાણી ગરમ કરી તેમાં થોડું પેઈન બામ, કપૂર નાખી માથાથી તપેલી ઢંકાય તેવું જાડું કપડું કે ટુવાલ ઓઢી ગરમ પાણીનો નાસ લેવો. આમ કરવાથી થોડાજ સમયમાં તમારા બંધ નાક ખુલી જશે અને સારો અનુભવ થશે.

સવારે ઉઠીને દાતણ કરીને, તરત ગરમ પાણી પીવાથી છાતી-હોજરીનો રહેલો કફ છૂટો પડી જાય છે દર્દમાં આરામ થાય છે. મધમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો સાથે કફનાશક ગુણ પણ હોય છે જે શરીરમાંથી કફને દુર કરે છે. મધ ને 1 ચમચી પાણીમાં ભેળવીને રાત્રે સુતા પહેલા પીવાથી કફ નાશ પામે છે.

બે ચમચી મધ સવારે ખાલી પેટ પીવાથી શરીરમાં જામી ગયેલો કફ બહાર નીકળી જાય છે. મધ શરદી અને ઉધરસની અત્તિ ઉત્તમ દવા છે. સવારે અને સાંજે ખાલી પેટ બે ચમચી મધ પાણી સાથે પી લેવામાં આવે તો ફેફ્સામાંથી નાક સુધીનો કફ નીકળી જાય છે જેના પરિણામે તેના લીધે ચાલતી શરદી અને ઉધરસની બીમારીઓ ગાયબ થઈ જાય છે.

હળદરને દુધમાં ગરમ કરીને પીવાથી ગળામાંથી કફનો દૂર થાય છે. ફુદીનાની ચા બનાવીને તેની અંદર મીઠું નાખીને પીવાથી શરીરમાં રહેલો કફ ઓગાળી જાય છે અને આસાનીથી બહાર નીકળી જાય છે. મધમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટીઈન્ફ્લામેટ્રી જેવા ગુણ રહેલા હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને વાયરસનો નાશ કરે છે.

તુલસીના પાંદડાનો રસ ને મધ સાથે મિક્સ કરીને પીવાથી શરદી અને ઉધરસ મટે છે. એક ગ્લાસ ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી ગળામાં રહેલો કફ છૂટો પડે છે અને કફ બહાર નીકળે છે. ઇલાયચીને ખાંડીને રૂમાલમાં નાખીને સુંઘવાથી શરીરમાંથી કફ નીકળી જાય છે આ સાથે શરદી અને ખાંસી મટી જાય છે.

એક ચપટી જાયફળને ખાંડીને દુધમાં નાખીને પીવાથી કફ દૂર થાય છે. કપૂરની એક ગોળી લઈને તેને રૂમાલમાં લઈને પોટલી વાળીને સુંધવાથી બંધ નાક ખુલી જાય છે. કેસરને દુધમાં ઘૂંટીને 2 વખત નિયમિત રૂપથી થોડા દિવસો સુધી પીવાથી કફ અને ખાંસીથી આરામ મળે છે.

શરદી, ફ્લૂ, ખાંસીને દૂર કરવા માટે મરી અકસીર ઉપાય છે કારણે કે તેમાં એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ રહેલા હોય છે. જ્યારે શરદી-ખાંસી ન હોય ત્યારે પ્રાણાયામ કરવા. ઊંડા શ્વાચ્છોશ્વાસની કસરત કરવાથી તમને વારંવાર થતી શરદી અટકાવી શકાય છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *