ઉનાળામાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થઈ જવા આવ્યો છે, તેવામાં ઉનાળામાં આપણે આપણા સ્કિનની કેર કરવી પણ ખુબ જ જરૂરી છે, જેથી આપણે ચહેરાને જવાન રાખવામાં મદદ મેળવી શકીશું.
ગરમીમાં આપણા શરીરમાં અને ચહેરા પર ખુબ જ પરસેવો થતો હોય છે જેના કારણે બહાર નીકળીએ ત્યારે ચહેરા પર ધૂળ માટી અને ધુમાડાના રજકણો ચહેરા પર ચોંટી જતા હોય છે. જેના કારણે ચહેરો નિષ્તેજ થઈ જાય છે.
વધુ તડકો ચહેરા પર પડવાથી ત્વચા નિર્જીવ થઈ જાય છે. જેથી ત્વચાને જીવંત રાખવી જોઈએ તે માટે શું કરવું જોઈએ તેના વિશે આજે અમે તમને જણાવીશું. જો તમે તડકામાં પણ ચહેરાને સુંદર અને જુવાન દેખાડવા માંગતા હોય તો આ ઉપાય તમારા માટે ખુબ જ ફાયદાકરક સાબિત થશે.
ચહેરા પર તડકામાં પણ ચમક લાવવી હોય તો ચહેરાને ઘોવો જોઈએ, આ માટે દિવસમાં ચારથી પાંચ વખત ચહેરાને ઘોઈને સાફ કરવો જોઈએ, જેથી ચહેરા પર ચોટેલ ગંદકી દૂર થઈ જશે અને ચહેરાને જીવંત રાખશે. જેથી ચહેરો ગરમીમાં પણ ચમકદાર દેખાવા લાગશે.
ઉનાળામાં ઘણા લોકોને ખુબ જ પરસેવો રહેતો હોય છે ત્યારે ઘણા લોકો બજરમાં મળતા ફેસવોશનો ઉપયોગ સૌથી વધુ કરતા હોય છે, જે ઘણા રસાયણ અને કેમિકલથી બનાવામાં આવે છે, જે ત્વચા માટે ઘણું નુકસાનકારક સાબિત થઈ શકે છે.
માટે બજરમાં મળતા ફેશવોશનો ઉપયોગ ગરમીમાં ચહેરા પર ના કરવો જોઈએ. કારણકે જયારે ચહેરો ફેસવોશથી ધોવામાં આવે છે ત્યારે તેમાંથી સીબુમ ઉત્પન્ન થાય છે, જેના લીધે ચહેરો તેઇલી ત્વચા થઈ જાય છે, માટે તેઈલી ત્વચાને દૂર કરવા માટે ચહેરાને ધોવો જોઈએ. પરંતુ તે પણ માત્ર સાદા પાણી વડે જ ધોવાનો છે.
જયારે તમે ચહેરાને બરાબર ધોયા પછી ચહેરા પર મોઇશ્વરાઈઝ ક્રીમ લગાવાની છે જેથી પૂરતું પોષણ મળી રહે. જેથી તડકામાં બહાર જવાથી પણ ચહેરા પર નિસ્તેજ થતા બચાવી શકાય છે. જેથી ચહેરાને ધોયા પછી મોઇશ્વરાઈઝ ક્રીમ લગાવી જોઈએ.
ચહેરાને પરસેવાથી બચાવી રાખવો: આ માટે ચહેરા પર જયારે પરસેવો થાય ત્યારે હાથ ની મદદથી ચહેરાને સાફ ના કરવો જોઈએ નહિ તો ચહેરા પર બળતરા થઈ શકે છે અને ચહેરાના પર નાની નાની ફોલ્લીઓ થવાનું શરૂ થઈ શકે છે. માટે ચહેરા પર પરસેવો થાય ત્યારે હાથની જગ્યાએ રૂમાલનો ઉપયોગ કરો.
ચહેરાને જીવંત રાખવા માટે રાત્રે સુવા જઈએ તે પહેલા ચહેરા ને સાદા પાણીથી ધોવો જોઈએ અને ત્યાર પછી મોઇશ્વરાઈઝ ક્રીમલગાવીને સુઈ જાવાનું છે જેથી ચહેરો ભેજવાળો બની રહે છે. રાતે ચહેરાને ધોવાથી આખા દિવસ દરમિયાન ધૂળ માટી ના ધુમાડાના રજકણો ચોંટેલા હોય છે તે દૂર થઈ જાય છે.