વધારે પડતા પ્રદુષણ, ધુળમાટીના રજકણો અને સૂર્યપ્રકાશના કિરણોના કારણે સૌથી વધુ ત્વચાને નુકસાન થાય છે. પરિણામે ચહેરા પર ખીલ અને પીપલ્સની સમસ્યા થઈ શકે છે જેના લીધે ચહેરાની સુંદરતા પણ ઓછી થઈ જાય છે. ચહેરા પરના ખીલ અને પીપલ્સને દૂર કરવાનો ફેસપેક જણાવીશું.
ચહેરાને સુંદર બનાવી રાખવા માટે આપણે ત્વચાનું ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી છે, પરંતુ આપણા ચહેરા પર ધૂળ માટી અને પ્રદુષણ રજકણો ને દૂર કરવા માટે જાત જાતના ફેસવોસનો ઉપયોગ કરતા હોઈએ છીએ, આ ઉપરાંત ચહેરા પર એક ખીલ થયો હોય તો પણ અલગ અલગ ક્રીમો લગાવવાનું શરુ કરી દઈએ છે. બજારમાં મળતી ક્રીમ અને ફેશવોસમાં કેમિકલ હોય છે જે ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.
પરંતુ આપણે બજારમાં મળતા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર જ ચહેરા પરના ખીલ અને પીપલ્સને દૂર કરવા માટેનો એક દેશી ઘરેલુ ઉપાય જણાવીશું જે ખીલને ખુબ જ ઝડપથી દૂર કરી ચહેરાને સુંદર બનાવશે.
ખીલને દૂર કરવા માટે આપણે તુલસી અને મધનો ફેસ પેક બનાવવાનો છે. તુલસી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેટલું જ ત્વચા માટે પણ ફાયદાકારક છે. તુલસીમાં ઘણા બધા ઔષધીય ગુણો મળી આવે છે જે ઘણી બધી બીમારીઓમાંથી બચાવમાં મદદ કરે છે.
ત્વચાને એકદમ સાફ કરીને ત્વચાના ખીલને દૂર કરી ચહેરાના રંગ માં નિખાર લાવશે. મધ ત્વચા માટે ખુબ જ ગુણકારે છે, જે ત્વચામાં થતા નુકસાનથી બચાવશે. આ માટે આજે તુલસી અને મધનો ઉપયોગ કરી ફેસપેક કેવી રીતે બનાવવો અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિષે જણાવીશું. મધ અને તુલસીનો ફેસપેક સ્કિન પ્રોબ્લમ ને દૂર કરી દેશે.
ફેસપેક બનાવવાની રીત: સૌથી પહેલા 15 તુલસીના પાન લઈ લો, હવે પાન ને ધોઈ ને પારાખાણીમાં નાખીને પીસી પેસ્ટ તૈયાર કરી લો, ત્યાર પછી એ પેસ્ટ ને એક બાઉલમાં નીકાળી લો, ત્યાર પછી તેમાં એક દોઢ ચમચી મધ ઉમેરો અને બરાબર હલાવી લો, હવે ખીલને દૂર કરવા માટેનો ફેસપેક તૈયાર થઈ ગયો છે.
ફેસપેક લગાવ્યા પહેલા ચહેરાને સાદા પાણી વડે ધોઈ લો ત્યાર પછી આ ફેસપેકને ચહેરા પર લગાવી ને 20 મિનિટ રહેવા દો, પછી પાણી વડે ધોઈને ચહેરાને કોટન ના રૂમાલ વડે સાફ કરી લો, આ ઉપાયને ત્રણ દિવસમાં એક વખત કરવું એટલેકે અઠવાડિયામાં બે વખત કરવાનું છે.
આ ફેસપેકનો ઉપયોગ કરવાથી ચહેરા પરના ખીલ અને ચહેરા પર ચોટેલ ધૂળ માટીના રજકણો પણ દૂર થઈ જશે જેથી ત્વચા પર થતા વધુ નુકસાન થી બચી શકાશે. ત્વચાને સ્મૂધ અને હેલ્ધી બનાવી રાખવા માટે આ ફેસપેક ખુબ જ ફાયદાકારક છે.
જેમનો ચહેરો શુષ્ક અને બેજાન બની જાય તેવા લોકો માટે તુલસી અને મધનું આ ફેસપેકનો ઉપયોગ ત્વચા જીવંત અને હાઈડ્રેટ રહે છે. આ ફેસપેક ચહેરા પરના ડાઘ, ખીલ અને પીપલ્સને ખુબ જ આસાનીથી દૂર કરવામાં મદદ કરશે. સ્કિનની કરચલીને દૂર કરી મુલાયમ બનાવશે.
ચહેરા પર પડેલ કાળાશ ને દૂર કરી ચહેરાને દૂધ જેવો સફેદ બનાવવા માટે તુલસીના પાનની પેસ્ટ બનાવી તેમાં હળદર, દહીં અને ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવીને પછી 15-20 મિનિટ રહેવા દઈને ચહેરાને ધોઈએ લો, આ પેસ્ટ ચહેરા પર ધૂળ માટી અને પ્રદુષણના કારણે ચહેરા પર કાળાશ આવી ગઈ હોય તો તે દૂર થઈ ચહેરાને દૂધ જેવો સફેદ કરી દેશે.