સારી ઊંઘ માનવ શરીર માટે ખુબ જ શ્રી માનવામાં આવે છે. પરંતુ ઓછી અને કાચી ઊંઘ શરીરમાં ઘણી બધી તકલીફો લાવી શકે છે. આ માટે ઘણા લો ઊંઘવા માટેની દવાઓ ખાતા હોય છે. પરંતુ દવાઓ ખાવાની ટેવ એકદમ ખોટી છે જે મગજ, કિડની અને હૃદયને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.
આ માટે સારી ઊંઘ લાવવા માટે દવાઓ લેતા હોય તો દવાઓ ખાવાની સંપૂર્ણ બંઘ કરી દેવી જોઈએ. ઊંઘ પુરી નાથાવન કારણે અનિદ્રાની સમસ્યા થાય છે જેના પરિણામે શરીરમાં સુસ્તીનો અનુભવ થાય છે.
શરીરમાં સુસ્તી રહેવાથી કોઈ પણ કામ કરવામાં થાક લાગે અને કામ માં પૂરતું મન પણ લાગતું હોતું નથી. આ માટે આજે અમે તમને સારી અને ધસધસાટ ઊંઘ લાવવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી પથારીમાં પાડતાની સાથે જ ઊંઘ આવી જશે.
આ માટે રોજે સુવાના પહેલા સ્નાન કરી લેવું અથવા તો હાથ પગ ધોઈને સાફ કરી લો ત્યાર પછી પગના તળિયામાં દેશી ઘી લગાવીને કોસાની વાટકીનમે પગના તળિયામાં ઘસીને માલિશ કરવાની છે. આ રીતે પગના તળિયામાં માલિશ કરવાથી સુવા જાઓ છો તો સારી અને ધસધસાટ ઊંઘ આવી જશે.
દેશી ઘી ની મદદથી તમે કપારમાં લગાવીને માલિશ કરી શકો છો જે પણ ખુબ જ સારી ઊંઘ લાવવામાં મદદ કરશે. રોજે સવારે એક ચમચી દેશી ઘી ખાવાથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે.
એક ડોલમાં હૂંફાળું પાણી લેવાનું છે ત્યાર પછી તે પાણી માં બે ચમચી મીઠું નાખવાનુઁ છે, ત્યાર પછી પગને પાણીમાં 5 થી 10 મિનિટ સુધી ડુબાળી રાખવાના છે. આ રીતે સુવાના પહેલા પ્રયોગ કરવામાં આવે તો પણ ખુબ જ સારી અને ધસધસાટ ઊંઘ આવી જશે.
તમે પગને ધોઈને પગના તળિયામાં સરસવ અથવા એરંડિયાના તેલ ની માલિશ કરો છો તો શરીરનો બધો જ થાક ઉતરી જશે. અને સારી ઊંઘ આવશે. તેલની માલિશ કરવાથી મગજ શાંત રહે છે અને તણાવ માંથી મુક્તિ પણ મળે છે.
સારી ઊંઘ લાવવા માટે તમારે રોજે ભોજન કર્યા પછી એક કલાક ફાસ્ટ ચાલવાનું છે અને પછી હાથ પગ ધોઈને સુઈ જવાનું છે આમ કરશો તો પણ તમને પથારીમાં પડતાની સાથે જ ધસધસાટ ઊંઘ આવી જશે.
જો તમારી ઊંઘ કાચી રહે છે અને બીજા દિવસે શરીરમાં કમજોરી અને સુસ્તી રહે છે તો રોજે સુવાના પહેલા એક ગ્લાસ દૂધમાં હળદર મિક્સ કરીને ઓપી જવાનું છે જેથી શરીરનો બધો જ થાક દૂર થશે અને રાતે સારી ઊંઘ આવશે.