દરેક વ્યક્તિને ચિંતા, નિરાશા અને તણાવ રહેતો હોય છે. મોટા ભાગે મહિલાઓને ઘરના કામનું ટેન્શન વધુ હોય છે. આ ઉપરાંત ઘણી મહિલાઓ વ્યાહારિક કામમાં, કોઈ પણ ઓફિસમાં કામ કરતી હોય કે ઘરે રહીને પણ પ્રકારનું પાર્ટ ટાઈમ કરતા હોય તો ત્યારે ઘણી વખત તેમને ચિંતા રહેતી હોય છે.
આ ઉપરાંત પુરુષોમાં સૌથી વધુ ટેન્શન, ચિંતા અને તણાવ વધુ હોય છે. કારણકે પુરુષોને ઘરનું ટેન્શન હોય, ઓફિસના કામનું ટેન્શન હોય, કોઈ પણ વ્યવહારનું ટેન્શન હોય જેવા અનેક ટેન્શન, ચિતા અને તણાવના ઘેરાવમાં રહેતા હોય છે.
ઘણી વખત ચિંતા કરવી એ ખુબ જ સારું માનવામાં આવે છે. પરંતુ હદ થી વધારે જો ચિંતા કરવામાં આવે તો તે શરીર ને નર્વસ અને કમજોર બનાવી દે છે. પરંતુ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણકે અમે તમારા માટે એવી કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમે તમારી ચિંતા, તણાવને ઓછો કરી શકો છો.
જોસથી બોલવું: જો તમે વઘારે પડતો તણાવ અને ચિંતા સતાવતી હોય તો આ ઉપાય તમારા માટે સૌથી બેસ્ટ છે. જયારે તામને ચિંતા કે તણાવ જેવું લાગે તો તમે એકલા એકલા પોતાની જાતને જોર જોરથી બોલીને વાતો કરો. બને તેટલા ઊંચા અવાજથી પોતાની સાથે વાતો કરો કે હું બહાદુર છું કોઈ પણ રીતે હું હારીશ નહીં અને કોઈ પણ કામ માં ડગમગાઈશ નહિ. આ રીતે કરવાથી તમારો તણાવ અને ચિંતા તરત જ દૂર થઈ જશે.
ઊંડો શ્વાસ લેવો: જો તમે કોઈ પણ કામ કરતા હોય કે પછી ચિંતા, તણાવ કે ટેન્શન હોય તો સૌથી પહેલા મગજને જ ખબર પડી જાય છે. આવી સ્થતિમાં જો તમે કોઈ પણ ચિંતા કે તણાવ માં હોય તો તમારું મગજ કામ કરવાનું પણ બંઘ કરી દે છે. માટે મગજ સુઘી પૂરતું ઓક્સિજન પહોંચાડવું ખુબ જ જરૂરી છે.
માટે તમને ચિંતા કે તણાવ જેવી પરિસ્થિતિ સર્જાય તો તમારે એક જગ્યાએ નીચે બેસીને 10 મિનિટ ઊંડા શ્વાસ લઈને બહાર નીકળવો. એવું કરવાથી તણાવ અને ચિંતામાં રાહત મળશે.
ઊંઘી ગણતરી કરવી: જો તમારા મગજમાં કોઈ પણ ટેન્શન કે ચિંતા ભરાઈ ગઈ હોય તો તેને ડાઈવર્ટ કરવી જોઈએ. જેથી તમારું મગજ બીજા કામ માં વ્યસ્ત થઈ જાય. માટે ઊંઘી ગણતરી કરવી જોઈએ. માટે તમને આ સમસ્યા થાય ત્યારે 100 થી 1 સુધી ગણતરી કરવી જેથી મગજ ડાયવર્ટ થાય અને તણાવ ચિંતામાં ઘટાડો થાય.
જો તમને પણ ચિંતા, તણાવ, ટેન્શન જેવી પરિસ્થિતિ સર્જાય તો આ ત્રણ ટિપ્સને અજમાવીને તેમાંથી છુટકાળો મેળવી શકો છો. આ ઉપાય કરવાથી તમારું મગજ પણ યોગ્ય રીતે કામ કરશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.