અત્યારે ઉનાળો ચરમસીમાએ છે અને કાળઝાળ ગરમીની અસર આપણા શરીર પર પડી રહી છે. તેથી હાઇડ્રેટેડ રહેવું એ સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંની એક છે. ઉનાળાની ઋતુમાં પરસેવાને કારણે આપણા સહરીરમાં ખુબજ ઝડપથી પાણી અને અન્ય જરૂરી મિનરલ્સની ઉણપ થવા લાગે છે.

આથી શરીરમાં તરસ છીપાવવા અને તમારી સિસ્ટમને સંતુલિત કરવા માટે પાણી એ સૌથી મહત્વપૂર્ણ પીણું છે. પાણી ઉપરાંત, કેટલાક ઉનાળાના પીણાં છે જે ગરમ હવામાન સામે લડીને આપણા બધા માટે શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે.

જો તમે તમારી આસપાસ નજર નાખો તો તમને બજારમાં વિવિધ પ્રકારના સમર ડ્રિન્ક જોવા મળશે, જેને ઘરે બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો અહીં અમે તમારા માટે ઘરે અજમાવવા માટે 5 દેશી સમર ડ્રિન્ક વિષે જણાવીશું જે ગરમીથી રક્ષણ આપવા માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.

આમ પન્ના: આપણા શરીરને તાજગી આપવા માટે આમ પન્નાથી ભરેલા ગ્લાસથી શ્રેષ્ઠ બીજું કંઈ શ્રેષ્ટ હોઈ ન શકે. કારણકે કે તે માત્ર તમારી તરસ છીપાવતી નથી પરંતુ જઠરાગ્નિ ની સમસ્યાઓની સારવાર માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

સેતુર નો શરબત: આ શરબત બિહારમાં ખૂબ પ્રખ્યાત છે પરંતુ પંજાબ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં તેની ઘણી વેરાયટી જોવા મળે છે. આ ડ્રિન્ક એક ડિટોક્સ પીણું હોવાનું માનવામાં આવે છે જે સિસ્ટમને યોગ્ય રીતે સાફ કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે, જે ઉનાળાની સમસ્યાઓને હરાવવા માટે સંપૂર્ણ પીણું કહી શકાય છે

દેશી સ્ટાઈલ શિકંજી: લીંબુ, પાણી, મસાલા અને કેટલાક તાજા ફુદીનાના પાન વડે બનાવેલ આ સાદું, ફિઝી ડ્રિંક આપણને થોડીવારમાં ફરી તાજગી અનુભવી શકે છે. તમે તેને શેરી શૈલીનો સ્વાદ આપવા માટે જીરું પાવડર પણ શેકી શકો છો.

મસાલા છાશ: છાશ એક લોકપ્રિય ભારતીય પરંપરાગત પીણું છે જે મોટાભાગના લોકોનું પ્રિય છે! આ એક ખારું પીણું છે, દહીંમાંથી બનેલું આ પીણું ઉનાળામાં શરીરને એનર્જી આપવાનું કામ કરે છે.

જલજીરા: અત્યારની ગરમીમાં એટલે કે ઉનાળાની ઋતુમાં તીખા અને મસ્ત જલજીરા કોને ન ગમે? જલજીરા અમારા માટે ઉનાળામાં પીવા માટે શ્રેષ્ઠ પીણું છે. ગરમીને હરાવવા માટે આપણને એક ઠંડુ પીણું જોઈએ જેમાં તમે ખૂબ જ સ્વાદિષ્ટ જલજીરાનો સમાવેશ કરી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *