ઉનાળાની કાળજાળ ગરમીમાં આપણા શરીરને ઠંડક મળી રહે તે સૌથી જરૂરી છે. જયારે ઋતુમાં પરિવર્તન થાય છે ત્યારે આપણે ઘણી વખત બીમાર પડી જઈએ છીએ. ઉનાળામાં પણ બપોરે ખુબ જ ગરમી પડતી હોય છે અને રાત્રીના સમયે ઠંડી રહે છે.
દરેક વ્યક્તિની તાસીર અલગ અલગ હોય છે. માટે આપણે ઋતુમાં થતા પરિવર્તનમાં આપણે આપણી ખાણી પીણીમાં બદલાવ લાવવો જોઈએ જે ખુબ જ જરૂરી છે. ઉનાળામાં આપણું શરીર સ્વસ્થ રહે અને ગરમીથી બચી રહે તે માટે આપણે કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ તેના વિષે જણાવીશુ.
કાકડી: ઉનાળામાં સૌથી વધુ આપણે પાણીની જરૃર સૌથી વધુ હોય તે ઉણપને પૂર્ણ કરવા આહારમાં કાકડીનો સમાવેશ કરવી જોઈએ કારણકે કાકડીમાં 90% પાણી મળી આવે છે. જે ઉનાળામાં આપણા શરીરને ડિહાઈડ્રેશનથી બચાવે છે.
સ્ટ્રોબેરી: સ્ટ્રોબેરીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેમાં સારી માત્રામાં વિટામિન-સી મળી આવે છે જે આપણા શરીરમાં ગરમીના કારણે મંદ પડી ગયેલ ઈમ્યુનિટીને મજબૂત કરે છે.
દહીં: દહીં દરેક રૂમ મળી આવે છે. પરંતુ દહીં ઉનાળામાં ખાવાથી સૌથી વધુ ફાયદાકારક છે. તેમાં વિટામિન-સી ઉપરાંત બીજા અન્ય પોષક તત્વોનો ખજાનો પણ મળી આવે છે. ઉનાળાની ગરમીમાં દહીં નું સેવન કરવાથી આપણા શરીરમાં થડક રહે છે. સાથે તમારે દહીંની છાશ બનાવીને પણ ખાઈ શકો છો. દહીં ની બનાવેલ છાશ પીવાથી આપણી ડાયજેશન સીસ્ટમ મજબુત થાય છે. આ ઉપરાંત આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વઘારો થાય છે.
તરબૂચ: તરબૂચ ઉનાળામાં દરેક વ્યક્તિને ભાવતું ફળ છે. જેનું સેવન કરવાથી આપણા શરીર ને થડક મળી રહે છે. તરબૂચ ખાવથી પાણીની ઉણપ રહેતી નથી. સાથે ચહેરાની સુંદરતામાં વઘારો કરવામાં પણ તરબૂચનું સેવન ખુબ જ ફાયદાકારક છે. તરબૂચ આપણા સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
લીમડાનો રસ: લીમડો આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. માટે ઉનાળાની ગરમી અને લૂ થી બચવા માટે દિવસમાં ત્રણ થી ચાર ચમચી લીમડાના રસનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત રોજે એક લીમડાના પાન પણ ખાઈ શકો છો. જે આપણા મોં માં રહેલ બેક્ટેયાનો નાશ કરે છે. સાથે શરીરમાં રહેલ રહેલ હાનિકારક ઝેરી તત્વોનો નાશ કરે છે. જેથી આપણું સહરિર અનેક રોગી બચી રહે છે.
દૂઘનું સેવન: દૂઘ પૌષ્ટિક હાર છે. જેનું સેવન આપણા શરીર માટે ખુબ જ આવશ્યક છે. દૂઘમાં સારી માત્રામાં પોષક તત્વો મળી આવે છે. માટે રાત્રીના સમયે દુઘ પીવાથી શરીરમાં લાગેલ આખા દિવસનો થાક ઉતરી જાય છે. સાથે આપણા શરીરમાં ભરપૂર એનર્જી રહે છે. સાથે શરીરને ઠંડુ રાખે છે. રાત્રીના દૂઘ પીવાથી ખુબ જ સારી અને ઘસઘસાટ ઊંઘ આવે છે.
પપૈયું: પપૈયું આપણા શરીરને ઠંડક આપે છે. પપૈયામાં ભરપૂર માત્રામાં વિટામિન-સી અને એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે. પપૈયાનું સેવન કરવાથી આપણા શરીરમા પાચનક્રિયા ખુબ સારી જાય છે. જેથી પેટને લગતી સમસ્યા રહેતી નથી. સાથે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
ઉનાળાની ગરમીથી બચવા માટે તમારે વઘારે પડતા તીખા અને મસાલા વાળા ખોરાકનું સેવન ખુબ જ ઓછું કરી દેવું જોઈએ. સાથે તમારે ગરમી અને લૂ થી બચવા માટે ઉપર જણાવેલ વસ્તુને આહારમાં સમાવેશ કરવો જોઈએ જેથી શરીરને થડક મળી રહે અને ગરમીમાં પણ આપણું શરીર તંદુરસ્ત અને ફિટ રહેશે.