આપણે જાણીએ છીએ કે દાળો પ્રોટીન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. ખાસ કરીને શાકાહારીઓ માટે દાળનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શાકાહારીઓ માટે દાળ એ પ્રોટીનનો સૌથી ભરપૂર સ્ત્રોત છે
પરંતુ ઉનાળાની ઋતુમાં આપણા સ્વાસ્થ્ય માટે કઈ દાળનું સેવન કરવું તે અંગે ઘણા લોકોને થોડી મૂંઝવણ હોય છે. કારણ કે ઘણી દાળોની તાસીર ગરમ હોય છે અને ઉનાળામાં ગરમ વસ્તુઓ સ્વાસ્થ્યને બગાડી શકે છે.
તેથી જો તમે પણ એવી દાળ શોધી રહ્યા છો જેની તાસીર ઠંડી હોય તો અમે તમને આ લેખમાં એવી કેટલીક દાળો વિષે જણાવીશું. આ દાળોને તમે કોઈ પણ શંકા વગર તમારા ડાઈટમાં સમાવેશકરી શકો છો. આ દાળોનું સેવન કરવાથી તમારી પાચનશક્તિ પણ સારી રહેશે. તો ચાલો જાણીએ કેટલીક દાળો વિષે જેની તાસીર ઠંડી છે.
1.મગની દાળ: મગની દાળ વિષે તો બધા લોકો જાણતા હશે. મગની દાળને તમામ ગુણોનો ભંડાર માનવામાં આવે છે, પરંતુ મગની દાળમાં જોવા મળતા ગુણો તેને બાકીના કરતા થોડા અલગ બનાવે છે. મગની દાળની તાસીર ઠંડી હોય છે.
મગની દાળમાં વિટામિન A, B, C, વિટામિન E, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, કોપર, મેગ્નેશિયમ અને ફાઈબર જેવા તત્વો મળી આવે છે, જે શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે
2. ચણાની દાળ: ઉનાળાની ગરમીમાં તમે તમારા ડાઈટમાં ચણાની દાળનો સમાવેશ કરી શકો છો. ચણાની દાળની તાસીર ઠંડી હોય છે અને તેમાં જોવા મળતું ઉચ્ચ પ્રોટીન શરીરમાં એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે. ચણાની દાળમાં તમે દૂધી નાખીને સેવન કરી શકો છો.
3. અડદની દાળ: અડદની દાળને સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો કહેવામાં આવે છે. અડદની દાળમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ જેવા ગુણો મળી આવે છે, જે પાચનક્રિયાને સારી રાખવામાં મદદ કરે છે. તે પેટ અને ત્વચા માટે પણ ફાયદાકારક હોઈ શકે છે.
જો તમે ઉનાળામાં આ ત્રણ દાળોનું સેવન કરશો તો તમને ખુબ જ ફાયદો થશે. આવીજ માહિતી વાંચવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો