હેલો દોસ્તો, આજ ના સમય માં ઘણા લોકો તેમની દિનચર્યા તરફ ધ્યાન આપી નથી શકતા. કારક કે તે પોતાના ઘરના અથવા બહાર ના કે ઓફિસના કામના દબાણ માંથી પસાર થઈ રહ્યા છે. આખો દિવસ કામ ની ચિંતા કર્યા માં કેવી રીતે સમય પસાર થઇ જાય છે તે જાણતા જ નથી આપણે.

આપણે સવારના અમુક કલાક માં શું કરીએ અને આપણે તે સમય કેવી રીતે વિતાવીએ છીએ, તેની અસર આપણા આખા દિવસ ની દિનચર્યા પર પડે છે. માટે આયુર્વેદ માં સવારના એવા કેટલાક નિયમો છે જે આપણી જીવનશૈલી માં સુધારો લાવે છે. અને તેની સાથે તમારા શરીર માં આત્મવિશ્વાસ, શિસ્ત અને શરીર નું સંતુલન જેવા અનેક ગુણો નો વિકાસ કરે છે. ચાલો જાણીએ તેના નિયમ વિષે.

સવારે વહેલા ઉઠો : સવારે વહેલા ઉઠવું બહુ જ મુશ્કેલ પડે છે. પરંતુ જો તમે સવારમાં વહેલા ઉઠો તો તમે થોડો ટાઈમ યોગ, કસરત જેવી અન્ય પ્રવૃત્તિ કરવાથી તમારો આખો દિવસ ઉર્જાથી ભરેલ રહે છે અને તમે આખો દિવસ કામ કરવામાં ખુબ જ મન લાગે છે અને તમને તે કામ કરવામાં ખુબ જ મજા આવે છે.

ચહેરા ને ધોવો : તમે સવારે ઉઠી ને ઉઠી ચારેના ને ધોઈ લેવો. જેથી તમારી આંખો ને અને મન ને શાંતિ મળે છે. અને આંખો ને ઠંડક પણ મળે છે. મોં ધોવાથી તમારી ઊંઘ પણ ઉડી જશે. તમારે એ વાત ની ધ્યાન રાખવા ની છે કે તમારે વધારે પડતું ઠંડુ અથવા વધારે પડતું ગરમ પાણી નો ઉપયોગ ન કરવો.

પેટ સાફ રાખો : રાત્રે ઊંઘતા પહેલા બાથરૂમ જવું ખુબ જ સારું માનવામાં આવે છે.જેથી શરીરમાંથી ઝેરી તમામ તત્વો બહાર નીકળી જાય છે. આયુર્વેદ માં કહેવામાં આવ્યુ છે કે સવારે એક વાર અને સાંજે એકવાર શૌચાલયમાં જવાની સલાહ આપવામાં આવે છે. જેના કારણે તમે સવારે એકદમ હળવા અને સ્વસ્થ અનુભવો,અને રાત્રે જો તમે શૌચાલય જાઓ તો તમને સારી ઉંધ પણ આવે છે.

દાંત સાફ કરવા : આયુર્વેદ માં દાંત સાફ કરવા માટે ખુબ જ મહત્વ આપવામાં આવેલ છે. સવારે ઉઠીયા પછી સારી રીતે બ્રશ કરવાથી મોં માં રહેલ બેક્ટેરિયા દૂર થાય છે. તમારે અમુક સમયે બ્રશ બદલવો જોઈએ. તમારે બ્રશ કરવા માટે આયુર્વેદિક ટૂથપેસ્ટ નો ઉપયોગ કરવો જોઈએ. જેથી બેક્ટેરિયા ઝડપથી દૂર થાય.

વ્યાયામ કરવા : સવારે ઉઠો ત્યારે દિવસની શરૂઆત યોગ અને વ્યાયામ થી જ થવી જોઈએ. વ્યાયામ કરવાથી શરીરમાં માં લોહીનો પ્રવાહ વધે છે. તમે સવારે ઉઠી ને ચાલવા પણ જઈ શકો અથવા થોડા વ્યાયામ કરશો તો તે તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે.

ખોરાક પર ધ્યાન આપવું : તમે સવારે ઉઠીને નાઈ ધોઈ ને પછી જ નાસ્તો જ કરવો. તમે સવાર નો નાસ્તો કરવો ખુબ જ જરૂરી છે. સવારનો નાસ્તો કરવાથી પાચનક્રિયા સારી રીતે કાર્ય કરે છે. માટે સવારે નાસ્તો કર્યા પછી જ ઘરે થી નીકળવું.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *