આપણું શરીર ઘણા બધા અંગોથી બનેલ ને જેની દેખરેખ રાખવી પણ ખુબ જ જરૂરી છે, આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે વિટામિન-બી12 હોવું ખુબ જ જરૂરી છે, શરીરમાં વિટામિન-બી12 ની ઉણપના કારણે આપણે ધણીઓ બધી સમસ્યાઓ નો સામનો કરવો આપડી શકે છે.
તંદુરસ્ત આહાર લેવાથી આપણે વિટામિન-બી12 મળી આવે છે, જેના કારણે શરીરનો ખુબ જ સારો વિકાસ કરી શકાય છે, વિટામિન-બી12ની કમીના કારણે હાથ પગના દુખાવા, લોહીની કમી, વારે વારે થાક લાગવો જેવી સમસ્યાઓ થતી હોય છે.
આજે મોટા ભાગે ઘણા એવા લોકો હોય છે જેમને વિટામિન-બી 12ની ઉણપ જોવા મળતી હોય છે જેના કારણે ઘણી વખત લોકો દર વર્ષે વિટામિન-બી 12ના ઇંજેક્શન લેતા હોય છે, પરંતુ આપણે કુદરતી રીતે મળી આવતા વિટામિન-બી 12 લેવું જોઈએ.ન જેથી અર્પણ ઇંજેક્શન લેવાની પણ જરૂર નહીં પડે.
વિટામિન-બી 12 ઘણા બધી વસ્તુ માંથી મળતી હોય છે પરંતુ આપણે એવી ખાતા નથી. વિટામિન-બી 12 આમ તો ઈંડા, મરઘા, માછલી વગેરે માંથી સારા પ્રમાણમાં મળી આવે છે, પરંતુ શુદ્ધ શાકાહારી હોય તેવા વ્યક્તિએ વિટામિન-બી 12 મેળવવા માટે અમુક પ્રકારના શાકભાજી અને ફ્રૂટ્સ માંથી મળી આવે છે તેવા શાકભાજી અને ફ્રૂટ્સ ખાવા જોઈએ.
શરીરમાં વિટામિન-બી12ની ઉણપ છે તે કઈ રીતે જાણવું જોઈએ આ માટે તેના કેટલાક લક્ષણો પણ જોવા મળતા હોય છે, આ માટે આજે અમે તમને એવા લક્ષણો વિષે જણાવીશું જેની મદદથી તમે જાણી શકશો કે શરીરમાં વિટામિન-બી12 ની ઉણપ છે.
જીભમાં બળતરા અને સ્વાદમાં બદલાવ: શરીરમાં વિટામિન-બી12 ઉણપ થાય ત્યારે તેના લક્ષણો જીભ પર પણ દેખાતા હોય છે, આ વા સમયે આપણે કોઈ પણ ખોરાક ખાઈ તો એનો સ્વાદ માં પણ થોડો ફેરફાર થતો હોય છે, આ ઉપરાંત જીભ માં દુખાવો અને બળતરા સિવાય જીભ ફૂલેલી હોય તેવું જોવા મળતું હોય છે.
હાથ પગમાં દુખાવો: જયારે શરીરમા વિટામિન-બી 12ની ખામી સર્જાય છે ત્યારે હાથ પગમાં કીડીઓ કરડતી હોય તેવું લાગતું હોય છે આ ઉપરાંત તેના કારણે હાથ પગના દુખાવા પણ થતા હોય છે, જેના કારણે કઈ પણ કરવામાં પણ મન લાગતું નથી અને વારે વારે થાક લાગી જતો હોય છે.
માનસિક સમસ્યા: ઘણી વખત શરીરમાં વધારે સ્ટ્રેશ હોવાના કારણે મગજ પર સૌથી વધારે જોર પડતું હોય છે જેના કારણે આપણે ઘણી વખત કોઈ કામ કામ કરવાનું ભૂલી પણ જતા હોય છે જેના કારણે આપણે વધારે માનસિક તણાવ અને ડિપ્રેશન જેવા લક્ષણો જોવા મળતા હોય છે. જે માનસિક સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી.
વધારે પડતા તણાવ માં રહેવાના કારણે ઘણી વખત માથાનો દુખાવો, ચક્કર આવવા જેવી અનેક નાની મોટી સમસ્યાઓ થઈ શકે છે. ઘણી વખત અચાનક જ હાડકામાં કડકડ અવાજ આવવાનો સાહરુ થઈ જતો હોય છે.
જે વિટામિન-બી 12ની ઉણપના કારણે થતી હોય છે જેના કારણે સાંધા ના દુખાવા, સ્નાયુના દુખાવા, કમરના દુખાવા, માંશપેશિઓમાં ખેંચાણ જેવી અનેક સમસ્યોનાં શિકાર બનાવી શકે છે. આ માટે વિટામિન-બી 12ની કમીને પુરી કરવી ખુબ જ જરૂરી છે. આ માટે આપણે સોયાબીન, મશરૂમ, ઓટ્સ, બીટ, પપૈયું, કેળા, સફરજન, બ્લ્યુબેરી, ફણગાવેલ કઠોળ ખાવા જોઈએ.