ડાયાબિટીસના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. ટાઇપ 1 ડાયાબિટીસ, ટાઇપ 2 ડાયાબિટીસ અને સગર્ભાવસ્થા ડાયાબિટીસ. ટાઈપ વન ડાયાબિટીસ એક એવો રોગ છે, જે બાળકોમાં ખૂબ જ સામાન્ય છે. તેને જુવેનાઈલ ડાયાબિટીસ પણ કહેવામાં આવે છે. પ્રખ્યાત ડાયાબિટીસ નિષ્ણાત ડૉ. વી. મોહન કહે છે કે ટાઇપ વન ડાયાબિટીસ સામાન્ય રીતે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં થાય છે. […]