આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

દરેક લોકોના રસોડામાં તજ મળી જ રહેશે. તજનો ઉપયોગ મોટાભાગે દાળ-શાક ના વઘાર માટે કરીએ છીએ તમને જાણીને નવાઈ લાગશે કે તજનો નો ઉપયોગ આયુર્વેદીક દવાઓ બનાવવા માટે પણ થાય છે. તજ સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે એટલા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ.

જે લોકોનું વજન વધુ છે તે લોકો માટે તજ ફાયદાકારક છે. રોજ લગભગ 3 ગ્રામ તજ પાઉડરનું સેવન કરવાથી વજન ઝડપથી ઘટવા લાગે છે આ સાથે મેટાબોલિઝમને લગતી બીમારીઓ પણ કંટ્રોલમાં રહે છે. તજના ફાયદા ઘણા છે એટલા માટે પ્રાચીન સમયથી તજનો ઉપયોગ અવારનવાર મસાલા તરીકે થાય છે.

તજમાં રહેલા ઔષધીય ગુણધર્મોને કારણે, તેનો ઉપયોગ આયુર્વેદની દવાઓ બનાવવા માટે પણ થાય છે. તજનું સેવન પેટની ચરબી, વજન ઘટાડવું અને ડાયાબિટીઝ જેવા ગંભીર રોગોમાં ખૂબ ફાયદાકારક છે. તજ સાંધામાં દુખાવાની સમસ્યાથી પીડિત માટે ફાયદાકારક છે.

હળવા પાણીમાં મધ અને તજ પાવડર નાખીને પેસ્ટ બનાવી અને તેને સાંધા પર લગાવવાથી થોડા દિવસોમાં સાંધાના દુખાવાની સમસ્યા માંથી આરામ મળે છે. ઘણી દવાઓ કરીને થાકી ગયા હોવ અને પેટની ચરબી અને જાડાપણું ઘણી રહ્યું નથી તો દરરોજ એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી તજ પાવડર ઉમેરીને આ પીણાંનું સેવન કરવું જોઈએ.

આ ઉપાયથી તમારા જાડાપણાની સમસ્યા દૂર થશે અને ચરબી ઘટશે. દાંતમાં સડો થયો હોય તો તજમાંથી કાઢેલું તેલ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તજના તેલના 2 થી 3 ટીપાં દાંતમાં મૂકવાથી દાંતના દુખાવા અને સડેલા દાંતના કારણે થતો દુખાવો તરત જ મટી જાય છે. આ સાથે દાંતમાં સડાનો વધારો અટકી જાય છે.

દાઢ માં વધુ દુખાવો થતો હોય તો તજ ના તેલ માં રૂ બોળી ને આ રૂં નું પૂમડું દુખતી દાઢ પર રાખો. થોડાજ સમયમાં દાઢ નો દુખાવો ઓછો થશે. આખો દિવસ થાક લાગે છે એન તમે નબળાઇ અનુભવો છો તો સવારે અને સાંજે દૂધ સાથે 2 ગ્રામ તજ પાવડરનું સેવન કરવું જોઈએ.

આ ઉપાય કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. શરદી થવાથી માથું દુખતું હોય તો તજ ને પાણી માં ઘસી, ગરમ કરી તેનો લેપ કપાળ પર લગાવવા માથું મટી જાય છે. વારવારમાં થતા ફેરફાર થવાના કારણે શરદી, ઉધરસ અથવા ગળાના દુખાવા માટે તજનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

આ માટે દરરોજ સવારમાં તજને પીસીને એક ચમચી મધ સાથે મિક્સ કરો અને એક ચપટી ખાઓ. આ ઉપાયથી શરદી, ઉધરસ અથવા ગળાના દુખાવામાં રાહત મળશે. હૃદય માટે તજ ફાયદાકારક માનવામાં આવે છે.

તજ અને મધના સેવનથી હૃદયની ધમનીઓમાં કોલેસ્ટરોલના સંચયને રોકે છે. આ માટે દરરોજ ગરમ પાણીમાં મધ અને તજનો પાવડર મિક્સ કરીને પીવો. તમે ઈચ્છો તો તજ અને મધના મિશ્રણને રોટલી સાથે પણ ખાઈ શકો છો.

એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે તજ કેન્સરના કોષોની વૃદ્ધિ ઘટાડે છે અને તેને ફેલાવવાથી રોકે છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે તજમાં કેન્સર વિરોધી ગુણધર્મો રહેલા છે જે કેન્સરના કોષો વધતા અટકાવે છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *