અત્યારના સમયમાં ઘણા એવું એલોકો પણ હોય છે જે આયુર્વેદ વિશે જાણતા જ નથી. આપણા સ્વાસ્થ્ય માટેનો એક અમૂલ્ય ખજાનો માનવામાં આવે છે. આયુર્વેદિક પડઘીનો ઉપયોગ કરીને તમે મોટામાં મોટી બીમારીને પણ દૂર કરી શકો છો.
વર્ષો પહેલા આપણા દાદા, પરદાદા આયુર્વેદિક જડીબુટ્ટીની મદદથી ઘણા રોગને દૂર કરતા હતા. પરંતુ અત્યારની ન્યુ જનરેશન આયુર્વેદિક પદ્ધતિને ભૂલી જ ગઈ છે. આયુર્વેદિક પદ્ધતિ ઓ ઉપયોગ કરવાથી તેની કોઈ પણ આડઅસર વગર બીમારીનું નિરાકરણ કરવામાં આવે છે.
આજે અમે તમને એવી કેટલીક ઔષધિ વિશે જણાવીશું જેનું નામ તમે ક્યાંક સંભારીયું હશે. આ ઉપરાંત તમને આ ઔષધિ ખુબ જ સરળતાથી મળી પણ રહેશે. આ ઔષધીનો ઉપયોગ કરીને તમે ઘણી બીમારીને દૂર કરી શકો છો.
ગિલોય: ગિલોયનો વેલ હોય છે. તેનો રસ આયુર્વેદમાં ખુબ જ ગુણકારી છે. તે સ્વાદમાં ખુબ જ કડવો હોય છે. ગિલોયનો ઉપયોગ કરવાથી ચામડીના રોગ, હૃદયને લગતી બીમારી, ડાયાબિટીસ, વાત-પિત્તના રોગને દૂર કરવામાં પણ આ ઔષધિ ખુબ જ ફાયદાકારક છે. જો શરીરમાં ડેન્ગ્યુનો તાવ હોય અને પ્લેટલેટ ઘટી ગયા હોય તો આ ગિલોય ઔષધિના રસનું સેવન કરવાથી પ્લેટકણમાં વઘારો થાય છે.
અશ્વગંઘા: આયુર્વેદિક આ ઔષધિ સૌથી શ્રેષ્ટ માનવામાં આવે છે. આ અશ્વગંઘાના મૂળને કાપીને તડકામાં સુકવી લો ત્યાર પછી તેનું ચૂરણ પાવડર બનાવી લો. આ ચૂરણ પાવડરને દૂઘ સાથે લેવાથી શરીરમાં શારીરિક કમજોરી દૂર થઈ જાય છે. આ ઉપરાંત શરીરમાં શક્તિનો વઘારો થાય છે.
શતાવરી: આ ઔષધિનું સેવન કરવાથી શરીરનો માસનિક વિકાસ થાય છે. આ ઔષધિ વેલ સ્વરૂપે હોય છે. તેની વેલના મૂળને કાપીને સુકવીને ચૂરણ પાવડર બનાવી લેવું. આ શતાવરી ઔષધિ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી પેટને લગતા અનેક રોગનો નાસ થાય છે. આ ઉપરાંત યાદશક્તિ પણ વધારવામાં મદદ કરે છે.
બ્રામ્હી: બ્રામ્હીનો છોડ નેનો હોય છે. પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી સાબિત થાય છે. તે શરીરમાં રહેલ તણાવ, થાક, કમજોરીનવે દૂર કરે છે. તે માનસિક બીમારીમાં આ ઔષધીનો ઉપયોગ કરીને સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકાય છે. તેનું સેવન દૂધ સાથે દિવસમાં એક વખત કરી શકાય.
લીમડો: મોટાભાગે લીમડો દરેક જગ્યાએ આસાનીથી જોવા મળે છે. તે ખુબ જ કડવો હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં રહેલ હાનિકારક બાક્ટેરીયાનો નાશ કરી દે છે. આ ઉપરાંત તેના પાન ને કપડામાં લપેટીને કોઈ પણ અનાજમાં રાખી મુકવાથી તેમાં જીવ જંતુ પડતા નથી.
લીમડાના રસનું સેવન કરવાથી કેન્સર જેવી ભયકંર બીમારી પણ દૂર થઈ જાય છે. આ ઉપરાંત ચામડીના કોઈ પણ રોગ થતા હોય તો લીમડાના પાણીથી નાહવાથી ચામડીના રોગો દૂર થઈ જાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.
