ચા આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પરંતુ મોટાભાગે ઘણા લોકોને સવારે ખાંડ વાળી ચા પીવાની કુટેવ હોય છે. જો તેમને સવારે ચા ના મળે તો તેમનો આખો દિવસ ખુબ જ જતો હોય છે. ખાલી ભારતમાં જ નહિ દરેક જગ્યાએ ખાંડ વાળી ચા પીવાનું ખુબ જ મહત્વ છે.
જો તમે કોઈના ઘરે ગયા હોય તો પણ તમને ચા પીઘા વગર જવા દેતા નથી. આ ઉપરાંત જો તમે કયાંક બહાર ફરવા માટે ગયા હોય તો તમને ત્યાં પણ ચા જોવા મળતી હોય છે અને તમે ચા ને જોઈને ચા પીવની ઈચ્છા થઈ જતી હોય છે.
મોટાભાગે ઘણા લોકો ચા ને અમૃત સમાન માનતા હોય છે. દરેક ગુજરાતીના ઘરે 80% ચા જોવા મળતી જ હોય છે. ચા ને કોઈ ટક્કર આપે તેવું પીણું હજી સુઘી બન્યું જ નથી. જેથી લોકો ચા ને અમૃત માને છે.
ઘણા લોકો બહુ ઓછું જાણતા હશે કે ચા પીવાથી નુકશાન થાય છે. પરંતુ તે એકદમ હકીકત છે. દરેક ચા પિતા રસિયાઓ માટે આજે અમે ચા પીવાથી શરીરને કાયા નુકશાન થાય તેના વિશે જણાવીશું.
વ્યસની બનાવે: ચા માં કેફીન નામનું તત્વ મળી આવે છે જે દરેક વ્યક્તિને ચા ના રસિયા બનાવી દે છે. ઘણા લોકો ને જો ટાઈમસર ચા ના મળે તો ઘણા લોકો ગુસ્સો કરતા હોય, જલ્દી થાકી જતા હોય, કામમાં મન લાગતું હોય જેવી સમસ્યા થવાનું શરૂ થઈ જાય છે.
જેથી ચા નું સેવન કરવાથી તે ગુસ્સો, થાક અને કામ કરવામાં મન લાગે છે. જેના કારણે ખાંડ વાળી ચા નો નસો થવા લાગે છે અને લાંબા સમયે કિડની અને પેશાબને લગતી સમસ્યાઓ થવાનું શરૂ થઈ જાય છે. માટે ચાનું સેવન બંને ત્યાં સુધી ના કરવું સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું રહે છે.
દાંત ઝાખાં થઇ જવા: જો તમે દિવસ દરમ્યાન વધુ ખાંડ વાળી ચા પીવાની આદત ઘરાવો છો તો તે તમારા દાંત ઝાખાં અને પીળા પડી શકે છે. કારણકે ગરમ ચા અને ચા નો કલર હોવાના કારણે દાંતના ઉપરનું પડ ઝાખું થવા લાગે છે. માટે દાંતને ચોખા અને સફેદ રાખવા માટે ચા પીધા પછી પાણી પી જવું અથવા બ્રશ કરી લેવો.
ચા પીવાથી આ બીમારી થઈ શકે: ખાંડ વાળી ચા નું વઘારે સેવન કરવાથી તેમાં રહેલ કેફીન શરીરને નર્વસ કરી દે છે. જે તમારા શરીરમાં ચીડિયાપણું લાવી શકે છે. આ ઉપરાંત વધારે ચાનું સેવન કરવાથી અનિદ્રાની સમસ્યા પણ થઈ શકે છે. આ સિવાય બલ્ડપ્રેશરની સમસ્યા પણ થવાના ચાન્સ વધુ રહે છે.
શરીરમાં આયર્ન ની ઉણપ ઉભી કરે: આપણા શરીરમાં આયર્ન નું ખુબ જ મહત્વ છે. શરીરના દરેક ભાગમાં લોહીની જરૂર પડે છે. તેના લાલ રક્ત કણોના કારણે શરીરમાં ઓક્સિજનનું પરિવહન પણ કરે છે. શરીરમાં જો આયર્ન ની ઉણપ સર્જાય તો થાક અને કમજોરી થવાનું શરૂ થઈ જાય છે. માટે કેફીન યુક્ત ખાંડ વાળી ચાનું સેવન બંઘ કરવું વધુ સારું રહેશે.
ડાયાબિટીસનું જોખમ વઘે: જો તમે ખાંડ વાળી ચા નું સેવન વધુ પ્રમાણમાં કરતા હોય તો તમને ડાયાબિટીસ થવાનું જોખમ વઘી જાય છે. માટે ડાયાબિટીસ દર્દીને ડોક્ટર પણ ચા નું સેવન બિલકુલ બંધ કરવાનું કહેતા હોય છે. માટે જો તમારે ડાયબિટીસ જેવી ગંભીર બીમારીથી બચવું હોય તો ચા પીવાનું જ બંધ કરી દેવું જોઈએ.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.