દાંત પીળા પડવાની સમસ્યા વધુ પડતું મીઠાઈ અને કેટલીક ખાવાની ખરાબ આદતો હોવાના કારણે થતી હોય છે. દાંત પીળા પડી જવાના કારણે વ્યક્તિ ના દેખાવા પર અસર કરી શકે છે. જેના કારણે શરમ નો સામનો પણ કરવો પડતો હોય છે.
જયારે દાંત ની સારી રીતે સફાઈ કરવામાં ના આવે તો દાંત પીળા પડી જતા હોય છે, જયારે પણ તમે હશો છો ત્યારે દાંત સૌથી પહેલા દેખાય છે, આ માટે દાંત ને રોજે સારી રીતે સાફ કરવા જોઈએ જેથી દાંત પણ સાફ રહે અને મોં માં રહેલ બેક્ટેરિયા પણ દૂર થાય છે.
જો તમે રોજે બ્રશ કરો છો તેમ છતાં પણ દાંત પીળા રહે છે તો પીળા દાંત ને સફેદ મોતી જેવા ચમકદાર બનાવવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી દાંત તો સફેદ થશે સાથે મોં ને સાફ રાખશે. જેથી મોં માં આવતી ખરાબ વાસ પણ દૂર થાય છે.
દાંત સાફ કરવા ઘરેલુ ઉપાય:
ખાવાના સોડા: પીળા પડી ગયેલ દાંત માટે ખાવાના સોડા ખુબ જ ફાયદાકારક છે. આ માટે સૌથી પહેલા અડધી ચમચી જેટલો ખાવાનો સોડા લો તેમાં એક ચમચી મીઠું નાખી સારી રીતે બંને ને મિક્સ કરી લો, ત્યાર પછી તેને બ્રશ ની મદદથી દાંત પર ઘસવાનું છે. ત્રણ થી ચાર મિનિટ સુઘી આ મિશ્રણ ને ઘસવાનું છે. જે થોડા જ દિવસ માં પીળા પડી ગયેલ દાંત ને સફેદ મોતી જેવા ચમકદાર બનાવશે.
સ્ટ્રોબેરી નો ઉપયોગ: પાકી સ્ટ્રોબેરી પીળા દાંત ને સફેદ કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે, આ માટે સૌથી પહેલા એક સ્ટ્રોબેરી લો અને તેના બે ટુકડા કરી લો, ત્યારબાદ વારા ફરથી તેમાં મીઠું ચોપરીને દાંત પગ ઘસવાનું છે, પછી મોં માં પાણી લઈ કોગળા કરી લો, આ રીતે સ્ટ્રોબેરીનો ઉપયોગ કરવાથી પીળા પડી ગયેલ દાંત ને ખુબ જ આસાનીથી દૂર કરી મોતી જેવા ચમકદાર બનાવશે.
બેકિંગ સોડા અને લીંબુ: સૌથી પહેલા બેકિંગ સોડા લઈ લો તેમાં વિનેગર અને લીંબુના રસના ટીપા નાખી સારી રીતે મિક્સ કરીને દાંત પર લગાવી હળવા હાથે ઘસો, આ રીતે કરવાથી દાંત ની પીળાશ ખુબ જ ઝડપથી દૂર થઈ જાય છે. આ ઉપાય ને કરવાથી દાંતની સાથે પેઢા પણ મજબૂત બને છે.
આ ઉપરાંત રોજે રાતે ભોજન કર્યા પછી એક ગ્લાસ પાણીમાં લીંબુ નો રસ મિક્સ કરીને હલાવી ને કોગળા કરવા જોઈએ. લીંબુના પાણીના કોગળા કરવાથી દાંત પર લાગેલ પીળાશ અને શ્વાસ માંથી આવતી દુર્ગધ પણ દૂર થાય છે. મોં માં રહેલ હાનિકારક બેક્ટેરિયનો નાશ કરે છે.
દાંત ને લીંબુની મદદથી સાફ કરવાથી પણ દાંત પર આવી ગયેલ પીળાશ ને દૂર કરી દાંત ને એકદમ ચમકદાર બનાવે છે. દાંત ને સાફ અને ચોખ્ખા બનાવવા માટે દાંત ની સફાઈ કરવી જોઈએ.