ભારતીય રસોઈમાં દરેકના ઘરે ખુબ જ આસાનીથી કાળા મરી મળી આવે છે. કાળા મરીને ઔષધીય રાણી કહેવામાં આવે છે. ભારત સિવાય દરેક દેશમાં કાળા મરીનો ઉપયોગ અનેક વ્યંજનો બનાવવામાં માટે કરવામાં આવે છે.
કાળા મરી ખાવાના અનેક સ્વાસ્થ્ય લાભો પણ છે. માટે આજે અમે તમને કાળા મરી ખાવાના ફાયદા વિશે જણાવીશું. કાળા મરીનો ઉપયોગ કરીને પેટની સમસ્યા, શરદી, ઉઘરસ, દમ, હરસ, માથાનો દુખાવો જેવી અનેક સમસ્યામાં રાહત મેળવી શકાય છે.
કમજોરી દૂર કરે: આખો દિવસ કામ કરીને શરીરમાં થાક અને નબળાઈ રહેતી હોય તો 3 કાળા મરી, એક ચપટી સૂંઠ પાવડર, એક ચપટી તજ પાવડર, એક લવિંગ અને એક ઈલાયચી આ બઘાને એક કપ પાણી નાખીને ઉકાળો.
ત્યાર પછી તેમાં એક દૂઘ અને સાકરનો ટુકડો નાખીને થોડી વાર ઉકાળવા દો. ત્યાર પછી તેને ગાળીને પી જવું. આ ડ્રિન્કનું સેવન કરવાથી શરીરમાં થાક અને કમજોરી દૂર થઈ જશે.
પેટનો દુખાવો: પેટના દુખાવમાં કાળા મરી ખુબ જ અસરકારક છે. માટે જો પેટમાં દુખાવો થતો હોય તો બે કાળા મરી નો પાવડર, એક ચપટી હિંગ, એક એક ચપટી સીંધાલું મીઠું આ બઘાને મિક્સ કરીને ફાકી જવાનું છે. ત્યાર પછી તરત એક ગ્લાસ ગરમ પાણીનું સેવન કરી લેવું. આમ કરવાથી પેટનો દુખાવામાં તરતજ રાહત મળશે.
શરદી-ઉઘરસમાં રાહત: સૌથી પહેલા બે કાળા મરીનો પાવડર બનાવીને એક કપ ગરમ દૂધ માં મિક્સ કરીને પી જવાથી શરદી અને ઉઘરસમાં જલ્દી આરામ મળે છે. ગળામાં જામેલા કફને દૂર કરવામાં મદદ કરે છે.
પેશાબમાં બળતરા: પેશાબમાં થતી બળતરા ને દૂર કરવા માટે કાકડીના બીજ કાઢીને તેમાં 3 કાળા મારી અને સ્કારનો ટુકડો લઈને પારાખાણીમાં પીસી દો. ત્યાર પછી તે ચૂરણને ગરમ પાણીમાં નાખીને પીવાથી પેશાબમાં થતી બળતરામાં રાહત મળશે.
દાંતના દુખાવા રાહત: જામફળના પાનને લઈને તેમાં 3 કાળા મળી લઈને પીસી દો. ત્યાર પછી ગરમ પાણીમાં તે ચૂરણને નાખીને સવારે અને સાંજે કોગળા કરવાથી દાંતમાં થતા દુખાવામાં રાહત મેળવી શકાય છે.
દમ: બે કાળા મરીને પાવડર બનાવીને એક ચમચી મઘ સાથે લેવાથી ઉધરસ અને દમમાં રાહત મેળવી શકાય છે. આ ઉપરાંત કાળા મરી પાવડરને ગાયના દૂઘમાં મિક્સ કરીને પીવાથી દમ માં જલ્દી આરામ મળે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.