આજે આ આર્ટિકલમાં લાલ ચટાકેદાર દેખાતા દાડમ ફળ ખાવાના ફાયદા વિશે જણાવીશું. દાડમનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દાડમને અમૃત સમાન ફળ માનવામાં આવે છે.
દાડમમાં મુખ્યત્વે પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, વિટામિન-એ, કાર્બોહાઈડ્રેટ, વિટામીન સી, વિટામીન બી-૬, લોહતત્વ જેવા પોષક તત્વો થી ભરપૂર છે. દાડમ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. દાડમમાં અનેક રોગ મટાડવામાં મદદ કરે છે.
દાડમ લોહીની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેના જ્યૂસનું સેવન પણ કરી શકો છો. દાડમનું સેવન કરવાથી શરીરમાં ભરપૂર માત્રામાં એનર્જી મળી આવે છે. માટે તેનું સેવન કરવાથી મૂળ પણ સુઘારે છેદ અને થાક અને નબળાઈને દૂર કરે છે. તો ચાલો જાણીએ દાડમ ખાવાથી થતા ફાયદા વિશે.
દાડમનું સેવન કરવાથી ત્વચા માં નિખાર આવે છે કારણકે તેમાં રહેલ પોષક તત્વો જુવાન દેખાવાં મદદ કરે છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી મગજ શાંત થાય છે. સાથે મગજનો વિકાસ કરવામાં પણ મદદ કરે છે. દાડમમાં આયર્નની માત્રા ભરપૂર હોય છે જેના કારણે હિમોગ્લોબીનમાં વઘારો થાય છે.
હાર્ટને લગતી બીમારીથી બચવામાં દાડમ મદદ કરે છે. માટે તેનું નિયમિત સેવન કરવાથી હદય હંમેશા માટે સ્વસ્થ રહે છે. દાડમનું સેવન કરવાથી રક્ત વાહિનીમાં ચરબીનું પ્રમાણ વઘતા અટકાવે છે.
દાડમનું સેવન કરવાથી કૃમિનાશક, પિત્તનાશક અને પેટને લગતી સમસ્યામાં રાહત મેળવી શકાય છે. દાડમનું સેવન કરવાથી ફેફસા અને લીવર થયેલ ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે અને ફેફસા અને કિવાર ને સાફ રાખે છે.
દાડમમાં વિટામિનથી ભરપૂર સ્ત્રોત મળી આવે છે. દાડમના જ્યૂસનું સેવન કરવાથી કેન્સર સામે લક્ષણ મેળવી શકાય છે. તેનું સેવન કરવાથી કેન્સરના સેલને આગળ વઘવા નથી દેતું. આ ઉપરાંત તે લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે.
ઉઘરસમાં રાહત મેળવવા માટે દાડમના દાણામાં કાળા મરીનો ભૂકો નાખીને સેવન કરવાથી કફ દૂર થશે અને ઉઘરસમાં રાહત મળે છે. દિવસ માં પાંચ કે સાત દાણાનું સેવન કરવાનું રહેશે.
પેશાબને લગતી સમસ્યામાં રાહત મેળવવા માટે દાડમ ખુબ જ ફાયદાકારક છે. માટે જો પેશાબ અટકીને આવતો હોય, પેશાબમાં બળતરા થતી હોય તો અઠવાડિયામાં ત્રણ દિવસ દાડમ નું સેવન કરવું. એવું થોડા દિવસ કરવાથી પેશાબને લગતી સમસ્યા દૂર થઈ જાય છે.
દાડમનું સેવન કરવાથી પેટમાં થતી કબજિયાત અને ગેસમાં રાહત મેળવી શકાય છે. દાડમનું સેવન કરવાથી પાચન ક્રિયા સારી થાય છે. જેના કારણે પાચનતંત્ર એકદમ મજબૂત થાય છે.