ડાયાબિટીસથી પીડિત દર્દી માટે મોટાભાગે પોતાના આહારમાં ખુબ જ ઘ્યાન રાખવું જરૂરી છે. આહારમાં પૂરતું ઘ્યાન આપવાથી સુગર લેવલ વઘશે નહિ. જો સુગર લેવલમાં વઘારો થાય તો તે ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
જો તમે ડાયાબિટીસ પીડિત છો તો તમારા આહારમાં અને પીણાંમાં ફેરફાર કરીને પોતાના સુગર લેવલને કંટ્રોલમાં રાખી શકો છો. કેટલાક પીણાં તમારા સુગર લેવલને વધારી શકે છે. જેમ કે, સોડાનું સેવન, કોલ્ડ ડ્રિન્કનું સેવન વગેરે.
એવામાં ક્યાં પદાર્થનું સેવન કરવું એ જાણવું પણ ખુબ જ જરૂરી છે. માટે આજે અમે તમને એવા કેટલાક પીણાં વિશે જણાવીશું જેનું સેવન કરવું ડાયાબિટીસ દર્દી માટે ફાયદાકારક સાબિત થશે.
સાદું પાણી અથવા લીંબુ પાણી: પાણી પીવાથી દરેક વ્યક્તિને ફાયદો જ થાય છે. આ સાથે ડાયબિટિસને પણ કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત જો તમે લોહીમાં સુગરનું પ્રમાણમાં સંતુલનમાં રાખવા ઈચ્છતા હોય તો સાદા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પી લેવું.
લો ફેટ યુક્ત ડ્રિન્ક: ડાયાબિટીસ દર્દીએ ઓછા ફેટ વાળું ડ્રિન્ક જેમ કે બકરીનું દૂઘ અને ગાયનું દૂઘ પીવું જોઈએ. પરંતુ ઘ્યાનમાં માં રાખવું કે તેનું સેવન વઘારે પ્રમાણમાં ના કરવું. કારણકે કોઈ પણ વસ્તુ વઘારે પ્રમાણમાં સેવન કરવાથી શરીર માટે નુકશાનદાયી થઈ શેક છે.
ગ્રીન ટી: મોટાભાગના દરેક વ્યક્તિ દિવસમાં બે થી ત્રણ વખત ચા નું સેવન કરતા હોય છે. પરંતુ ચાનું સેવન ડાયાબિટીસ દર્દી માટે નુકસાનદાયી હોઈ શકે છે. માટે ડાયાબિટીસ દર્દી માટે ગ્રીન ટીનુ સેવન કરવું લાભદાયક છે.
કારણકે ગ્રીન ટીનુ સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાંઠે છે અને કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખે છે. આ ઉપરાંત ગ્રીન ટીનુ નિયમિત સેવન કરવાથી લોહીમાં રહેલા સુગર લેવલને પણ ઘટાડે છે.
શાકભાજીનું જ્યુસ(સૂપ): ફળોના જ્યૂસનું સેવન કરવું ફાયદાકારક હોય છે પરંતુ ડાયાબિટીસ દર્દી માટે યોગ્ય નથી. કારણકે ફળો મીઠા હોય છે જેથી ફળોનું સેવન કરવાથી સુગર લેવલ વઘી શકે છે. માટે ડાયાબિટીસના દર્દીએ ફળની બદલે શાકભાજીના જ્યૂસ અથવા સૂપનું સેવન કરવું જોઈએ.
વેજીટેબલ જ્યુસ માં એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામિન ભરપૂર માત્રામાં મળી આવે છે. જે ડાયાબિટીસ દર્દી માટે લાભદાયક માનવામાં આવે છે. માટે તેમને નિયમિત પણે શાકભાજીના સૂપ અને જ્યુસ નું સેવન કરવું જોઈએ.
ડાયાબિટીસ દર્દી માટે ઉપર જણાવેલ ઉપાય ખુબ જ અસકારક સાબિત થશે. પરંતુ જો તમને વઘારે ડાયાબિટીસની સમસ્યા રહેતી હોય તો તરત જ ફેમિલી ડોક્ટરની સલાહ લઈને જ અમુક વસ્તુનું સેવન કરવું જોઈએ.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.