આપણા માટે આપણું સ્વાસ્થ્ય સૌથી મોટી અમૂલ્ય ભેટ અને સંપત્તિ છે. દરેક વ્યક્તિ પૈસા ને ભેગા કરીને જેવી રીતે સાચવે છે તેવી જ રીતે જો તે પણ તેમના સ્વાસ્થ્ય ને સાચવી રાખે તે હંમેશા માટે સ્વસ્થ, હેલ્ધી અને ફિટ રહે છે.
દરેક વ્યક્તિ પોતાની લાઈફ સ્ટાઈલમાં ખુબ જ વ્યસ્ત હોય છે. જેના કારણે તે પોતાનું ઘ્યાન રાખવામાં ખુબ જ પાછળ પડે છે જેના કારણે તેમને લાંબા સમયે ખુબ જ પરેશાની નો સામનો કરવો પડે છે.
માટે આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેનો ઉપયોગ તમે તમારી રોજિંદા લાઈફ સ્ટાઈલમાં અપનાવશો તો તમે હંમેશા માટે સ્વસ્થ, હેલ્ધી, ફિટ અને નિરોગી રહેશો. જો તમે પણ નિરોગી રહેવા માંગો તો આ ટિપ્સ જરૂર અપનાવજો.
જોગિંગ કરવું: સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે 30 મિનિટ જોગિંગ કરવું જોઈએ. ઘણા લોકો ફિટ રહેવા માટે જીમમાં કસરત કરવા જતા હોય છે. એવામાં ખુબ જ પૈસાનો ખર્ચ થાય છે. પરંતુ એક રૂપિયાનો ખર્ચ કર્યા વગર જો તમે દરરોજ સવારે જોગિંગ કરશો તો હંમેશા માટે ફિટ અને હેલ્ધી રહેશો.
સૂર્ય પ્રકાશ લેવો: આપણા શરીરમાં વિટામિન-ડી હોવું ખુબ જ જરૂરી છે. વિટામિન-ડી સૂર્ય પ્રકાશમાંથી મફતમાં મળી રહે છે. જો શરીરમાં વિટામિન-ડીની ઉણપ સર્જાય તો હાડકા પણ નબળા પડી શકે છે. માટે દિવસમાં ઓછામાં ઓછું 20 મિનિટ સવારના તડકામાં ઉભા રહીને સૂર્ય પ્રકાશમાંથી વિટામિન-ડી લઈ લેવું ખુબ જ જરૂરી છે.
ઊંઘ પુરી કરવી: ઘણા લોકો ની રાત્રે મોડા સુઘી મોબાઈલ અને ટીવી વધુ જોવાની ખુબ જ ખરાબ ટેવ હોય છે. જેના કારણે રાતે સુવાના ટાઈમે ઊંઘ આવતી નથી જેથી આમ તેમ અડધો કલાક જતો રહે છે. જો ઊંઘ પુરી ના થાય તો શરીરમાં અશકતી અને નબળાઈ રહેતી હોય છે. માટે દરરોજ સુવાના 30 મિનિટ પહેલા મોબાઈલ કે ટીવીનો ઉપયોગ ના કરવો અને ઓછા માં ઓછી 7 કલાક ની ઊંઘ તો ફરજીયાત લેવી જ જોઈએ.
યોગ્ય આહાર: આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ રલહવા માટે યોગ્ય માત્રામાં આહાર લેવો ખુબ જ જરૂરી છે એ માટે પ્રોટીન, કાબોહાઈડ્રેટ, ખનીજ, ફાયબર થી સમૃદ્ધ હોય તેવા આહારનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત દિવસમાં એક વખત ફળનું સેવન કરવું જોઈએ અને લીલા શાકભાજીનું સેવન બને તેટલું વઘારે કરવું જોઈએ. સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે આટલું ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.
પાણી વઘારે પીવું: પાણી પીવું આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. પાણી આપણા શરીરને હાઈડ્રેટ રાખે છે. આ ઉપરાંત વધારે પાણી પીવાથી દરેક અંગને સરળતાથી પાણી પહોંચાડી શકાય છે. માટે દરરોજ ઓછામાં ઓછું 10 ગ્લાસ પાણીનુંસ એવાં કરવું જોઈએ આ વધુ થાય તો તે સ્વાસ્થ્ય માટે સારું છે. આ ઉપરાંત તમે અઠવાડિયામાં બે દિવસ લીંબુનો રસ પીવો તો શરીર માટે ખુબ જ લાભદાયક છે.
બહારનું ખાવાનું ટાળો: ઘણા લોકો બહારના ફાસ્ટ ફૂડ ખાવાં ખુબ જ શોખીન હોય છે. જેથી ઘણા લોકો ઓફિસ જાય તો ટિફિન પણ નથી લઇ જતા અને બહારના હારનું સેવન કરતા હોય છે. પરંતુ બહારનો ખોરાક લેવાથી શરીરને નુકસાન થઇ શકે છે માટે ઘરે બનાવેલ હારનું સેવન કરવું જોઈએ જે આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને હેલ્ધી રાખે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.