દરેક વ્યક્તિના વાળ કાળા રહે તેવું ઈચ્છરતા હોય છે. કુદરતી રીતે આવતા વાળ દેખાવમાં વધારો કરે છે જેથી દરેક વ્યક્તિ સુંદર દેખાય છે. આજના સમયમાં છોકરો હોય કે છોકરીઓ હોય દરેકને વાળ કાળા અને જાડા હોય તેવું ઈચ્છતા હોય છે.

દરેક વ્યક્તિની અનિમિત જીવન શૈલી અને ખરાબ ખાણી પીણી હોય છે. આ ઉપરાંત પ્રદુષગીત વાતાવરણ હોવાના કારણે વાળ ખરવા, વાળ તૂટી જવા, વાળ સફેદ થઈ જવા, વાળમાં ખોડો થવી જેવી અનેક સમસ્યા થતી હોય છે.

આજના સમયમાં નાની ઉંમરની વ્યક્તિના વાળ ખરવા લાગે છે, જે સમસ્યા મહિલાઓ કરતા પુરુષોમાં સૌથી વધુ જોવા મળે છે. નાની ઉંમરે ઘણા લોકોને માથામાં ટાલ પડી જતી હોય છે. જેના કારણે ઘણી પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. માથામાં ટાલ પડવાથી દેખાવ પણ ખરાબ થવા લાગે છે, જે ઈમ્પ્રેશનને ઘટાડે છે.

માથામાં જયારે આપણે શેમ્પુ, સાબુ, કંડીશનર, હર ઓઈલ જેવી અનેક વસ્તુઓ આપણે વાળમાં લગાવતા હોઈએ છીએ, પરંતુ આ બઘી વસ્તુની વારે વારે બદલાતા રહીએ છીએ જેના કારણે આપણે વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

બજારમાં મળતા શેમ્પુ અને કંડીશનરનો ઉપયોગ કરવાથી તેજમાં રહેલ કેમિકલ આપણા વાળ ખરવાનું સૌથી મોટું કારણ બની શકે છે. આ ઉપરાંત આપણી કેટલીક વી વસ્તુ ખાઈ લઈએ છીએ જેના કારણે પણ આપણા વાળ કરતા હોય છે, તો ચાલો જાણીએ કઈ વસ્તુ ખાવાથી વાળ ખરે છે. જો તમને પણ વાળ ખરવાની સમસ્યા હોય તો તમે પણ આ વસ્તુઓ ખાવાની ઓછી કરી દેજો. જેથી વાળ ખરતા અટકી જશે.

ખાંડનું સેવન ઓછું કરવું: વઘારે પડતા ખાંડનો ઉપયોગ કરવાથી શરીરને ઘણું નુકસાન પણ થઈ શકે છે, ખાંડ ડાયાબિટીસ જેવા ભયંકર રોગો લાવી શકે છે. વઘારે વજન હોવાથી પણ વાળને લગતી સમસ્યા થઈ શકે છે. જો સમય સર ખાંડ નો ઉપાય ઓછો કરવામાં ના આવે તો વાળને ખરતા રોકવાખુબ જ મુશ્કેલ બની જાય છે. માટે ખાંડનો ઉપયોગ રોજિંદા આહારમાં ઓછો કરીને વાળને ખરતા રોકીને વાળને સ્વસ્થ રાખી શકાય છે.

આલ્કોહોલ ના પીવું: આ એક ખુબ જ ખરાબ આદત છે. જે માનસિક અને શારીરિક બને રીતે નુકસાન પહોંચાડી શકે છે. તેનું સેવન કરવાથી વાળના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે, કારણકે જયારે આપણે પ્રોટીન વાળી વસ્તુ ખાઈએ છીએ ત્યારે આલ્કોહોલ વાળને પ્રોટીન પહોંચવા દેતું નથી, જેના કારણે વાળ નબળા થઈ ખરવા લાગે છે. માટે આલ્કોહોલનું પીવાનું બંધ કરવું જોઈએ.

કાચું ઈંડુ ના ખાવું: ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન મળી આવે છે જે વાળના સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. પરંતુ ઈંડાને કાચા ખાવાથી તે વાળને નુકસાન પહોંચાડે છે, માટે ઈંડા માંથી મળી આવતું પ્રોટીન લેવું હોય તો ઈંડાને બાફીને જ ખાવું જે વાળને મજબૂત બનાવશે અને વાળને ખરતા રોકશે.

જંકફૂડ ઓછા ખાવા: આજના સમયમાં નાના હોય કે મોટા હોય દરેક વ્યક્તિને જનકફૂડ ખાધા વગર દિવસ જતો જ નથી.પરંતુ જંકફૂડ ખાવાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. જંકફૂડ ખાવાથી મોટાપામાં વધારો થાય છે, જે ઘણી બધી બીમારીઓ લાવી શકે છે. આ માટે વાળને ખરતા અટકાવવા માટે તેલવાળું, તારેલું, અને વધારે તીખું ખાવાનું બંઘ કરી દેવું જોઈએ. જેથી વાળને લગતી સમસ્યા દૂર થઈ શકે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *