આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજના સમયમાં દરેક માણસ બીજા માણસ કરતા કેવી રીતે વધુ સુંદર દેખાઈ શકે તે વિષે વિચારતો હોય છે અને જુદા જુદા પ્રયત્નો પણ કરતો હોય છે. આજના જુવાન છોકરા અને છોકરી બજારમાંથી જુદી જુદી પ્રોડક્ટ્સ અને પાર્લરમાં જઈને પોતાના ચહેરાને ચમકાવવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ ઉંમર વધતા ચહેરા પર વૃદ્ધત્વના ચિન્હો જોવા મળે છે.

વૃદ્ધત્વ એ જીવનનો કુદરતી ભાગ છે આપણે બધાએ તેનો સામનો કરવો પડશે.પ રંતુ કેટલાક લોકો પોતાના ચહેરા પર વૃદ્ધત્વના ચિન્હો જોઈને ખૂબ જ પરેશાન થઈ જાય છે. ઉંમરની સાથે તેના ચહેરા પરની ત્વચા ઝૂલવા લાગે છે અને તેના પર ઝીણી રેખાઓ પણ જોવા મળે છે.

ચહેરાની ત્વચા કેમ ઢીલી થવા લાગે છે? સમય જતાં, તમારી ત્વચા તેની સ્થિતિસ્થાપકતા ગુમાવવાનું શરૂ કરે છે.પરિણામે, તે ઢીલી થવા લાગે છે. આ સિવાય જો દિવસમાં ઓછું પાણી પીવું, ધૂમ્રપાન, ગર્ભાવસ્થા, વધુ પડતા આલ્કોહોલનું સેવન, વજન ઘટાડવું અને બજારુ કેમિકલયુક્ત ખોટી પ્રોડક્ટ્સ પણ ઢીલી ત્વચા માટે જવાબદાર છે. હવે જાણીએ ઢીલી ત્વચાને કેવી રીતે ટાઈટ કરી શકો છો.

નાળિયેર તેલ: તમારી ત્વચા પર વૃદ્ધત્વના સંકેતો જોવા મળે છે તો ચહેરા અને ગરદન પર નારિયેળ તેલ લગાવો અને મસાજ કરો. રાત્રે નારિયેળ તેલને લગાવી અને સુઈ જાઓ. આ ઉપાય કરવાથી તમે અસરકારક પરિણામો જોશો.

નાળિયેર તેલ તમારી ત્વચાના સ્તરોમાં ઊંડે સુધી જાય છે અને તેને અંદરથી પોષણ અને હાઇડ્રેટ કરે છે. તે મુક્ત રેડિકલને પણ દૂર કરે છે, ત્વચાના નુકસાનને ઘટાડે છે અને વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમું કરે છે.આમ તે ત્વચાને કડક બનાવવા માટેનો એક કુદરતી ઉપાય છે.

મુલતાની માટી: ત્વચાને ચુસ્ત બનાવવાનો બીજો શ્રેષ્ઠ ઉપાય છે મુલતાની માટીનો ઉપયોગ. મુલતાની માટીનો પાવડરને અઠવાડિયામાં બે વાર મધ અને ગુલાબજળના પેક તરીકે ચહેરા અને ગરદન પર લગાવો. આ પેક તમામ અશુદ્ધિઓને દૂર કરીને ત્વચાને ઊંડે સુધી સાફ કરે છે.તે રક્ત પરિભ્રમણને પણ સુધારે છે, જે બદલામાં ઢીલી ત્વચાને કડક બનાવે છે.

એલોવેરા જેલ: એલોવેરા જેલ તમારી ત્વચા માટે અસરકારક છે. એલોવેરા નો ઉપયોગ કરીને તમે ઘણા ફાયદા મેળવી શકો છો. એલોવેરા જેલને દિવસમાં એકવાર લગાવવાથી ત્વચાને ઠંડુ, પોષણ અને રક્ષણ મળે છે. તમને જણાવીએ કે એલોવેરા જેલમાં ફાયટોકેમિકલ્સ હોય છે, જે વૃદ્ધત્વની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. આમ તમારી ત્વચાને કડક બનાવવા માટે તે એક અસાધારણ કુદરતી ઉપાય છે.

કેળા માસ્ક: કેળાનો માસ્ક બનાવવા માટે કેળાને સારી રીતે મેશ કરો અને તેમાં લીંબુના રસના થોડા ટીપા મિક્સ કરો અને અઠવાડિયામાં બે વાર ચહેરા અને ગરદનની ઢીલી ત્વચા પર લગાવો. કેળામાં ઘણા પોષક તત્વો હોય છે જે ત્વચાને સુંદર અને મોઇશ્ચરાઇઝ કરે છે અને સાથે જ તેને કડક પણ કરે છે.આ એક અસાધારણ કુદરતી ઉપાય છે.

લીંબુનો રસ: લીંબુના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચા માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. તેના એસ્ટ્રિજન્ટ ગુણધર્મો તમારી ત્વચાને સ્વચ્છ અને હાઇડ્રેટેડ રાખે છે. આમ ત્વચાને કડક કરવા માટે તે એક અસરકારક ઉપાય છે. જો તમે સકારાત્મક પરિણામો જોવા માંગતા હો, તો દિવસમાં બે વાર તમારી ઢીલી ત્વચા પર લીંબુનો રસ લગાવો. તેનાથી ત્વચામાં ચમક આવે છે.

કોફી: ત્વચાને કડક કરવા માટે કોફી અસરકારક ઉપાય છે. કોફીને નાળિયેર તેલ, ખાંડ, તજ અને ગરમ પાણી સાથે મિક્સ કરો અને તમારા ચહેરા પર લગાવો. આ ત્વચામાંથી વધારાનો ભેજ અને ચરબી દૂર કરવા માટે ચમત્કારિક રીતે કામ કરે છે. તે એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, જે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરે છે. આ સાથે ખાંડ અને કોફીનું મિશ્રણ ત્વચાને એક્સ્ફોલિએટ કરવામાં અસરકારક છે.

જો તમે પણ તમારી ઢીલી ત્વચાને ટાઈટ કરવા માંગતા હોય તો અહીંયા જણાવેલ ઉપાયો કરી શકો છો અને ત્વચાને ટાઈટ બનાવી શકો છો. જો તમને માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જણાવો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *