તુલસી આપણા સ્વાસ્થ્ય માટે અમૃત થી ઓછી નથી. ઘણા લોકો તુલસીનો અનેક રીતે ઉપયોગ કરે છે. તુલસીનું સેવન કરીને શરદી, ખાંસી, સોજા, બળતરા, તણાવ જેવી અનેક બીમારીને દૂર કરી શકાય છે.
દરેકના ઘરે તુલસીનો છોડ હોય જ છે. દરેક વ્યક્તિ પવિત્ર માનવામાં આવતી તુલસી ની પૂજા પણ કરે છે. તુલસી આયુર્વેદિક ઔષઘી જડીબુટી છે. જેને આયુર્વેદની રાણી કહેવામાં આવે છે.
તુલસીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, તાંબુ, આયર્ન, વિટામિન-એ, વિટામિન-સી, ઓમેગા-3 ફેટી એસિડ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. માટે દરરોજ સવારે ઉઠીને તુલસીના ત્રણ થી ચાર પાનનું સેવન કરવું જોઈએ. જેથી કોઈ પણ જગ્યા એ સોજો આવ્યો હોય કે પેશાબમાં બળતરા થતી હોય તો તેને દૂર કરવા માં ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
વાતાવરણમાં થતા બદલાવના કારણે શરદી જેવી સમસ્યા રહેતી હોય છે. માટે આ દરરોજ તુલસીના તાજા પાનનું સેવન કરવું જોઈએ. જેથી વાયરલ બીમારી તમારાથી દૂર રહે અને શરદીથી રાહત મળે. આ ઉપરાંત ચા માં તુલસીના પાન, આદું, કાળા મરી મિક્સ કરીને પીવાથી પણ શરદીમાં રાહત મળે છે.
આ ઉપરાંત એક ગ્લાસ પાણીમાં થોડા તુલસીના પાન અને બે ઈલાયચી મિક્સ કરીને ઉકાળી લો. ત્યાર પછી તેને થોડુંક ઠંડુ થવા દઈને પી જવું. દિવસમાં સવાર અને સાંજ એમ બે વખત પીવાથી તાવમાં જલ્દી રાહત મળે છે.
જો તમે વધુ કામના ટેન્શન ના કારણે તણાવ માં રહેતા હોય તો દરરોજ સવારે ઉઠીને ત્રણ થી પાંચ તાજા તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. કારણકે તેનું સેવન કરવાથી માનસિક તણાવ માંથી મુકાતી મળે છે. આ ઉપરાંત સવારે મુડ પણ સારો રહે છે અને આખા દિવસ દરમિયાન શરીરમાં એનર્જી મળી રહે અને તણાવ દૂર રહે.
તુલસીમાં વિટામિન એ સારી માત્રામાં મળી આવે છે. માટે તેનું સેવન દરરોજ કરવાથી આંખોનું તેજ વઘે છે. માટે દરેક નાના બાળકોથી લઈને મોટા દરેક વ્યક્તિએ તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. નાના બાળકો માટે તુલસી અમૃત માનવામાં આવે છે.
ઘણા લોકોને વાતાવરણ બદલાતા અને ધૂળ માટી ઉડવાના કારણે ઉઘરસ અને કફ થઇ જતો હોય છે. માટે ઉઘરસ અને કફને કટો પાડવા માટે તુલસી ખુબ જ ફાયદાકારક સાબિત થશે. માટે જો તમે કફ અને ઉધરસ ની સમસ્યા હોય અને કફ છૂટો પડતો ના હોય તો આ રીતે ઉપયોગ કરો.
એક ગ્લાસ પાણીમાં થોડા તુલસીના પાન અને ત્રણ થી ચાર લવિંગ મિક્સ કરીને પાંચ મિનિટ ઉકાળો અને આ ઉકાળાને ગાળીને થોડું ઠંડુ થાય ત્યારે પી જવું. આ ઉકાળો માત્ર બે દિવસ પીવાથી ગમે તેવી જુના માં જૂની ઉઘરસ અને કફ ગળફા વાટે બહાર નીકળી જશે.
તુલસીના પાન દરરોજ ખાવાથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે. અને લોહીને જાદુ થવા દેતું નથી. આ ઉપરાંત ખરાબ લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. દરરોજ સવારે તુલસીના પાન ખાવાથી પાચનક્રિયા માં પણ સુધારો થાય છે. શરીરમાં રહેલા હાનિકારક તત્વોને પણ દૂર કરવામાં મદદ કરે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.