અત્યારે હાલમાં વાતાવરણમાં થતા બદલાવના કારણે ઘણા લોકો વાયરલ ઈન્ફેકશનના શિકાર થઈ જતા હોય છે. પરંતુ તેનો સમય સર ઈલાજ થઈ જાય તો જલ્દી રાહત મળે છે. ખાસ કરીને શિયાળામાં ઘણા લોકો શરદી અને ખાંસીના શિકાર બને છે.

અત્યારના સમયમાં ઘણા લોકો શરદી ઉધરસ થઈ જાય ત્યારે તરત જ ટેબ્લેટ અને સિરપનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેનો ઉપયોગ કર્યા પહેલા ઘરેલુ ઉપાયનો ઉપયોગ કરીને શરદી અને ઉઘરસને મટાડવાનો પ્રયત્ન કરો જોઈએ.

ઉઘરસ બે પ્રકારની હોય છે. એક સૂકી ઉઘરસ અને બીજી કફવાળી ઉઘરસ. વાતાવરણ બદલાવ થતા જ ઉઘરસ થઈ જતી હોય છે. અને જો ઉઘરસ થઈ જાય તો તે લાંબા સમય સુઘી મટવાનું નામ જ નથી લેતી.

મોટાભાગે ઉઘરસ રાત્રીના સમયે હેરાન કરી દે છે. ઉઘરસ એટલી બધી આવતી હોય છે જેના કારણે આપણે ઊંઘ પણ આવતી નથી. આ ઉપરાંત જો આપણી આસપાસ સુતા હોય તેમની પણ ઊંઘ બગડે એટલો ઉઘરસ આવતી હોય છે.

જો ઊંઘ આવી જાય તો સવારે ઉઠતાની સાથે જ એકી સાથે ઉઘરસ આવવાનું શરૂ થઈ જાય છે. દરેક વ્યક્તિ જાણે છે કે ઉઘરસ લાંબા સમય સુધી રહેવા ના દેવી જોઈએ. કારણકે જો આપણે ક્યાંય બહાર ગયા હોય તો ઉઘરસ આવવાનું શરૂ થઈ જાય તો ખુબ જ પરેશાની નો સામનો કરવો પડે છે.

માટે ઉઘરસને મટાડવા કેટલાક ઘરેલુ ઉપાય લાવ્યા છીએ જેનો ઉપયોગ બે થી ત્રણ દિવસ કરવાથી રાહત મળશે. આ ઉપાય કરવા માટે દરેક સામગ્રી ઘરે જ સરળતાથી મળી રહેશે. આ ઉપાય ખુબ જ સરળ છે.

ઉઘરસને મટાડવા માટે તમારે માત્ર બે વસ્તુની જરૂર પડશે. આ ઉપાય માટે ગોળ અને અજમાની જરૂર પડશે. જે દરેકના ઘરે આસાનીથી મળી રહે છે. માટે સૌથી પહેલા 40 ગ્રામ જેટલો અજમો લઈ લો, ત્યાર પછી તે અજમાને એક પેન માં નાખીને પાણી નાખી દો, અને તેમાં એક ચમચી હળદર ઉમેરો.

હવે તેને 10 કલાક સુઘી પલાળીને રહેવા દો. ત્યાર પછી તેને બહાર નીકાળીને બહાર તડકામાં મૂકીને સુકાવા દો, સુકાઈ જાય પછી તેને શેકી દેવા. ત્યાર પછી એક સ્ટીલની ડબ્બીમાં ભરી લો. હવે તેને રાત્રે સુવાના 30 મિનિટ પહેલા અડઘી ચમચી ખાઈને તરત જ ઉપર એક દેશી ગોળનો ટુકડો ખાઈ લેવો.

આ વસ્તુનું સેવન કર્યા પછી 30 મિનિટ સુઘી પાણીનું સેવન ના કરવું. દેશી ગોળનું સેવન કરવાથી તે ઘીરે ઘીરે ફેફસામાં ઉતરવા લાગે છે જેથી ઉઘરસ મૂળમાંથી દૂર થઈ જાય છે. આ ઉપાય કરવો ખુબ જ સરળ છે. આ ઉપાય ઉઘરસને દૂર કરવા માટે રામબાણ સાબિત થશે.

જો ઉઘરસ થાય તો આ ઉપાય દિવસમાં બે વખત કરવો જોઈએ. જેથી જલ્દીથી રાહત મળે. આ ઉપરાંત તમે અજમાનું સેવન મુખવાસમાં કરાય છે. અજમો ગરમ હોવાના કારણે તે કફનાશક છે. આ ઉપરાંત તેનુ સેવન જમ્યા પછી કરવાથી પાચનક્રિયામાં પણ સુઘારો થાય છે.

જો તમને ઉઘરસ થઈ ગઈ હોય અને દવા લાવ્યા છતાં પણ મટવાનું નામ ના લેતી હોય તો આ ઉપાય એક વખત જરૂર અજમાવો. આ ઉપાય જૂનામાં જૂનો ખાંસીને પણ દૂર કરે છે. આ ઉપાય એકદમ દેશી છે. જેનાથી કોઈ આડઅસર થશે નહિ અને જલ્દીથી રાહત અપાવશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *