અત્યારે વરસાદની ઋતુ ચાલી રહી છે, જે આપણને ખુબ જ સારી પણ લાગે છે, પરંતુ તેની સાથે એ અનેક રોગો પણ લઈને આવે છે. કારણ કે આ મોસમમાં રોગપ્રતિકારક શક્તિ ખુબ જ નબળી પડી જાય છે.
જેના કારણે મોટાભાગના અનેક લોકો ચેપી રોગ ઝપેટમાં આવી જાય છે. જેમ કે, ગળામાં પેઈન, શરદી-ખાંસી, તાવ વગેરે. શરદી અને ખાંસીની સમસ્યાથી ઘણા લોકો હેરાન પરેશાન હોય છે.
પરંતુ કેટલાક ઘરેલૂ ઉપાયો છે જેથી આ સમસ્યામાંથી તમે મુક્તિ મેળવી શકાય છે. અમે આજે તમને એવા પાંચ ઉકાળા વિશે જણાવી રહ્યા છીએ.જેથી તમને શરદી અને ઉધરસ ની સાથે તાવમાં પણ ઘણી બધી રાહત આપશે.
1. ગોળ અને અજમાંનો ઉકાળો : ગોળ અને અજમો શરદી અને ખાંસીમાં ધણી રાહાત આપે છે. આ સાથે, તે તાવ અને પેટ માટે પણ લાભદાયક છે. આ માટે, એક પેનમાં એક ગ્લાસ પાણી લેવું, અને અડધી ચમચી અજમાના થોડા દાણા નાખો અને થોડો ગોળ મિક્સ કરો. જ્યાં સુધી અડધો ગ્લાસ થાય ત્યાં સુધી ઉકાળવું. ત્યાર પછી, ઉકાળો થોડો ઠંડો થાય ત્યારે તમે તેને પી શકો છો.
2. આદુ અને તુલસીનો ઉકાળો : આદુ અને તુલસી આપણા માટે ખુબ જ લાભદાયક છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં થોડા કાળામરી, લવિંગ, એલચી, તુલસીના પાન, આદુ અને ગોળ આ બધું મિક્સ કરો, અને તેને થોડી વાર ખુબ જ સારી રીતે ઉકળવા દો. જ્યારે પાણી ઉકળે ત્યારબાદ અડધું થઈ જાય, પછી તેને ગાળી લો અને થોડું ઠંડુ થાય ત્યારે પીવો. કોઈ પણ ઉકાળો એકદમ ઠંડો કરીને ના પીવો.
3. કાળા મરી અને લીંબુનો ઉકાળો : એક પેન માં એક ગ્લાસ પાણી ઉમેરો, તેમાં એક ચમચી કાળા મરી અને ચાર ચમચી લીંબુનો રસ નાખો અને તેને ઉકાળો. જ્યાં તે ઉકાળો હૂંફાળું થઈ જાય પછી જ પીવો. આ ઉકાળો પીવાથી શરદી અને ઉધરસમાં ઘણી બધી રાહત આપે છે. તેની સાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ માં પણ વધારો કરે છે. જેમને કબજિયાતની સમસ્યા હોય તો તેમાં પણ આ ઉકાળો ફાયદાકારક સાબિત થઈ શકે છે.
4. તજનો ઉકાળો : તજ એક મહાન ઔષધિમાં એક છે. તેનો ઉકાળો પીવાથી ચેપી રોગોમાં ઘણો લાભ થાય છે. એક ગ્લાસ પાણીમાં માત્ર અડધી ચમચી તજ ઉમેરો અને તેને ઓછામાં ઓછી 8-10 મિનિટ સુધી ઉકાળવું. જ્યારે તે થોડું ઠંડુ થાય છે, ત્યારે તેમાં થોડું મધ નાખવું અને તેને ધીરે ધીરે પીવો. આ ઉકાળો પીધા પછી શરદી અને ઉધરસમાં ઘણી રાહત મળે છે. આ ઉપરાંત, તે હૃદયના રોગોથી પીડીત દર્દીઓ માટે પણ લાભદાયક બની શકે છે.
5. લવિંગ-તુલસીનો ઉકાળો : જે લોકોને ઉધરસ અને શરદી વધારે છે, એમના માટે આ ઉકાળો રામબાણ છે. આ ઉપરાંત તેને પીવાથી સાંધાના દુખાવામાં ઘણી રાહત થાય છે. તેના માટે એક પેઇનમાં એક ગ્લાસ પાણી લો. તેમાં તુલસીના 8-10 પાન અને 4-5 લવિંગ નાખી ઉકાળો. જ્યાં સુધી પાણી અડધું ના થાય ત્યાં સુધી તેને ઉકાળો. પછી થોડું ઠંડુ થાય ત્યારે તેને પી લો.