અનિદ્રાની સમસ્યા એક એવી બીમારી છે જે ઘણી બીમારીઓને આમંત્રણ આપી શકે છે. અનિદ્રાની સમસ્યા થવાથી તેની અસર મગજ પર થઈ શકે છે. માટે સમયસર તેનું નિરાકરણ લાવવું ખુબ જ જરૂરી છે. જેથી ઘણી સમસ્યામાંથી બચી શકાય છે.

વઘારે પડતા તણાવ, ચિંતા, ગુસ્સો, વિચારો આવવા, ભૂખ્યા રહેવું, ખાટું ખાવું જેવી અનેક સમસ્યા હોવાથી અનિદ્રા થવાની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત અનિયમિત આહાર લેવો અથવા પેટ ભરીને ખાઈ લેવાથી અનિદ્રાની સમસ્યા થઈ શકે છે.

ઘણા લોકોને રાત્રીના સમયે મોડા સુઘી જાગવાની આદત હોય છે. તેવા ઘણા લોકો લાઈટ બંઘ રાખીને મોબાઈલ યુઝ કરતા હોય છે. જેના કારણે તેમને આંખો પણ ખેંચાય છે જેના કારણે જલ્દી ઉંગ આવતી નથી.

ઘણા લોકો ઊંઘ ના આવવાના કારણે ઊંઘ ની ગોળીઓ ખાતા હોય છે. પરંતુ ગોળીઓનું સેવન કરવાથી આપણા શરીર પર ખરાબ અસર પડી શકે છે. માટે આજે અમે તમને એવા કેટલાક ઉપાય જણાવીશું જેનાથી તમને સારી ઊંઘ આવી જશે અને અનિદ્રાની સમસ્યાને પણ દૂર કરી દેશે.

ઘણા લોકોને જમ્યાં પછી અને સુતા પહેલા પણ બીડી, સિગરેટ, કોફી ચા, વગેરેનું સેવન કરતા હોય છે. જેના કારણે રાત્રે સૂતી વખતે ઊંઘ આવતી નથી. માટે રાત્રે સુવાના એક – બે કલાક પહેલા કોઈ પણ પ્રકારના વ્યસન ના કરવા જોઈએ.

અનિદ્રાની સમસ્યા દૂર કરવાના ઉપાય: ઊંઘ લાવવા માટે હળદર વાળા દૂધનું સેવન કરવું જોઈએ. આ માટે એક ગ્લાસ દૂધને ગરમ કરીને તેમાં એક ચમચી હળદર મિક્સ કરીને રાતે સુતા પહેલા પી જવાથી સારી ઊંઘ આવે છે. આ ડ્રિન્ક નું સેવન કરવાથી અનિદ્રાની સમસ્યા દૂર થઈ જશે.

એક ચમચી જેટલી વરિયાળી લઈને તેને પીસીને પાવડર બનાવી લો, હવે એક ગ્લાસ પાણીને ગરમ કરીને એ પાવડર ને મિક્સ કરીને પીવાથી પણ સારી ઊંઘ આવશે. આ ડ્રિન્કનું સેવન કરવાથી અનિદ્રાની સમસ્યા દૂર થશે અને ઘસઘસાટ ઊંઘ આવી જશે.

બદામનું તેલ અને જાયફળ ના તેલને પગના તળિયામાં માલિશ કરવાથી માત્ર 5 મિનિટ માં જ ઘસઘસાટ ઊંઘ આવી જશે. ત્રણથી ચાર બદામ ને છીણીને એક કપ ગરમ દૂઘ માં મિક્સ કરીને પીવાથી અનિદ્રાની સમસ્યા દૂર થશે અને ઘસઘસાટ ઊંઘ આવી જશે.

આ ઉપરાંત દૂધ માં જાયફળ મિક્સ કરીને પીવાથી પણ સારી ઊંઘ આવે છે. સારી ઊંઘ લાવવા માટે રાત્રીના સમયે હળવું ભોજન કરવું જોઈએ. આ ઉપરાંત ભૂખ્યા ક્યારેય સૂવું ના જોઈએ. રાત્રીના સમયે ખાટા ફળોનું સેવન ના કરવું જોઈએ.

જો તમને પણ રાત્રીના સમયે ઊંઘ ના આવવાની સમસ્યા રહેતી હોય તો માત્ર 5 મિનિટ રૂમ બંઘ કરીને ઘ્યાન કરવાની સ્થિતિમાં બેસીને માત્ર ને માત્ર ૐ નામનું ઉચ્ચારણ કરવું જોઈએ જેથી તમને માત્ર 150 સેકન્ડમાં જ ઘસઘસાટ ઊંઘ આવી જશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *