યુરિક એસિડ એ એક રસાયણ છે જે શરીરમાં પ્યુરિન નામના પદાર્થોના તૂટવાથી વધે છે. કેટલાક ખોરાક અને ડ્રિન્કનું સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધે છે. સૂકા કઠોળ, વટાણા અને બીયર એ પ્યુરિનથી ભરપૂર છે જે શરીરમાં યુરિક એસિડને વધારી શકે છે.

આમ તો મોટાભાગના યુરિક એસિડ લોહીમાં ભળી જાય છે અને કિડની તેને ફિલ્ટર કરીને શરીરમાંથી દૂર કરે છે. તમને જણાવીએ કે પ્યુરિનથી ભરપૂર ખોરાકનું વધુ સેવન કરવાથી યુરિક એસિડનું સ્તર વધી શકે છે.

જો કિડની શરીરમાંથી વધેલા યુરિક એસિડને ફિલ્ટર કરવામાં અસમર્થ હોય, તો તે ક્રિસ્ટલ્સના રૂપમાં સાંધામાં જમા થવા લાગે છે. સાંધામાં યુરિક એસિડ જમા થવાને કારણે પગમાં અતિશય દુખાવાની ફરિયાદ રહે છે.

યુરિક એસિડ વધવાથી ગાઉટ અને કિડનીમાં પથરી થઈ શકે છે. લોહીમાં યુરિક એસિડના સ્તરમાં વધારો હાયપર્યુરિસેમિયા કહેવાય છે. આહારમાં પ્યુરિનનું પ્રમાણ ઘટાડીને હાઈપર્યુરિસેમિયાના લક્ષણો ઘટાડી શકાય છે. તો ચાલો જાણીએ કે યુરિક એસિડના દર્દીઓએ કયા ખોરાકથી દૂર રહેવું જોઈએ જેથી કરીને તમારું યુરિક એસિડ નિયંત્રણમાં રહે.

મીઠા પીણાં અને મીઠાઈઓ ટાળો. ખાંડ અડધું ફ્રુક્ટોઝ છે, જે યુરિક એસિડમાં તૂટી જાય છે. જે ખાદ્યપદાર્થો અને પીણાંમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે તે યુરિક એસિડના સ્તરમાં વધારો કરી શકે છે. આથી ખાદ્યપદાર્થો માં ખાંડનો ઉપયોગ થતો હોય તેનાથી દૂર રહેવું જોઈએ.

રાત્રે સૂતા પહેલા દૂધ કે ભાતનું સેવન ટાળો. રાત્રે આ વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડ જમા થવા લાગે છે. જે બીજે દિવસે શરીરમાં યુરિક એસિડ વધારી શકે છે અને અને તમને સમસ્યામાં મૂકી શકે છે.

આલ્કોહોલ યુરિક એસિડનું સ્તર વધારી શકે છે, તેથી યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે આલ્કોહોલથી દૂર રહેવું જરૂરી છે. પ્યુરિનથી ભરપૂર આલ્કોહોલ યુરિક એસિડને વધારે છે.

યુરિક એસિડથી દૂર રહેવા અમુક પ્રકારના માંસને પણ ટાળો. મટનમાં લીવર, મગજ અને માછલીનું સેવન કરવાથી યુરિક એસિડ વધી શકે છે. પનીર, લાલ માંસ, રાજમા અને ચોખા જેવા ખોરાક પણ યુરિક એસિડ વધારી શકે છે. તેથી આ વસ્તુઓથી દૂર રહેવું.

ખાટાં ફળો ખાવાથી યુરિક એસિડ વધી શકે છે. લીંબુનું સેવન કરવાથી યુરિક એસિડનું સ્તર ઝડપથી વધે છે. ડ્રાયફ્રુટ્સનું સેવન શરીર માટે ફાયદાકારક છે પરંતુ ડ્રાયફ્રુટ્સમાં કિસમિસનું સેવન કરવાથી યુરિક એસિડનું સ્તર વધે છે, તેથી ડ્રાયફ્રુટ્સમાં કિસમિસનું સેવન ટાળો.

જો તમને યુરિક એસિડ વિષે આ માહિતી પસંદ આવી હોય અને ઉપયોગી જણાઈ હોય તો તમારા મિત્રોને જણાવો અને આવીજ ઉપયોગી માહિતી વાંચવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *