પહેલા જમાના કરતા અત્યારના જમાનામાં વધારે પ્રમાણમાં ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. જેમ જેમ ટેક્નોલાજી વધતી જાય છે તેમ તેમ દરેક વ્યક્તિની જરૂરિયાત પણ વઘતી જાય છે. જેથી પહેલાના જમાના કરતા અત્યારના જમાનામાં બીમારીઓ પણ ખુબ જ વઘી રહી છે.
તમે પણ સાંભર્યું હશે કે પહેલાના જમાનામાં લોકો શુદ્ધ ખોરાક અને પાણી પણ બોરનું પીતા હતા. જેના કારણે તેમના માથાના વાળની સમસ્યા જોવા પણ મળતી ન હતી. પરંતુ અત્યરના બદલાયેલ જમાનામાં દરેકની જીવન શૈલી પણ બદલાઈ ગઈ છે.
અત્યના સમયમાં નાની ઉંમરમાં જ વાળ ખરવા, વાળ સફેદ થઇ જવા, વાળ તૂટી જવા, માથામાં ટાલ પડવી જેવી અનેક વાળને લગતી સમસ્યા જોવા મળતી હોય છે. આ બધી સમસ્યા આપણી અનિયમિત ખાણી પીણીના કારણે સર્જાઈ રહી છે.
જો વાળ ખરવા લાગે, વાળ સફેદ થવા લાગે, માથામાં ટાલ પાડવા લાગે જેવી સમસ્યા થવાથી તેમને ખુબજ શરમનો સામનો કરવો પડતી હોય છે તેવામાં તે વ્યક્તિ બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ બજારમાં મળતી જે પ્રોડક્ટ મળી આવે છે તેમાં કેમિકલ મિક્સ કરવામાં આવે છે.
માટે જો તમને આ સમસ્યા થાય અને તમને તેનો ઉપયોગ કરો તો તમને વાળને લગતી સમસ્યામાં વઘારો થઈ શકે છે. માટે વાળને લગતી સમસ્યામાં ઘરેલુ નેચરલી થેરેપીનો ઉપયોગ કરવો જોઈએ જેથી વાળને લગતી અનેક સમસ્યા દૂર કરી શકાય છે.
આ ઉપાય ખુબ જ સરળ છે જે તમે સરળતાથી કરી શકશો. આ ઉપાય કરવા માટે તમારે સીથી પહેલા ઘરે જ દહીં બનાવવું પડશે. ત્યાર પછી તે દહીં જામી જાય ત્યારે તે દહીંમાં થોડું પાણી મિક્સ કરીને છાશ બનાવો અને તેને વાળમાં અને વાળના મૂળમાં સારી રીતે લગાવીને 5 મિનિટ સુઘી હળવા હાથે માલિશ કરો.
આ ઉપાય તમારે નાહવાના એક કલાક પહેલા કરવાનો છે. ત્યાર પછી એક કલાક સુધી રહેવા દો. પછી જયારે નાહવા જાઓ ત્યારે વાળને પાણીની મદદથી ઘોઈ લેવા. ઘરે બનાવેલ દહીંની છાશ આપણા વાળને પૂરતું પોષણ પણ પૂરું પાડશે. જેથી વાળ ની મજબૂતાઈ વઘશે.
આ ઉપાય ખુબ જ સરળ અને આસાન છે. જે દરેક વ્યક્તિ સરળતાથી કરી શકે છે. પહેલાના જમાનામાં મહિલાઓ વાળને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે આવી રીતે ઘરે બનાવેલ દહીંની છાશ નો ઉપયોગ કરતા હતા. જેથી તેમના વાળ મજબૂત, સિલ્કી અને ભરાવદાર રહેતા હતા.
અત્યારના સમયમાં ગામડામાં રહેતી મહિલાઓ હજી પણ આ ઉપાયનો ઉપયોગ કરે છે. આ ઉપાય દરેક વ્યક્તિ અઠવાડિયામાં એક વખત કરી શકે છે. આવી રીતે એક મહિનો કરશે તો વાળને લગતી સમસ્યા દૂર થશે. જેથી તમે વાળને ખરતા અટકાવી શકો છો.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.