Methi Face Pack: મેથી ફેસ પેક: મેથીનું સેવન શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે, પરંતુ તેના નાના દાણા પણ ત્વચા પર જાદુઈ અસર દેખાડે છે. ચહેરાની ચમક વધારવાની સાથે મેથીનો બનેલો ફેસ પેક ડાઘ અને ફોલ્લીઓ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે, આ સિવાય તે ખીલ અને ફોલ્લીઓને પણ દૂર કરવા માટે જાણીતો છે.
તો જો તમે પણ ચહેરાનો ગ્લો વધારવા માંગતા હોવ અને ડાઘ રહિત રહેવા માંગતા હોવ તો મેથીના બનેલા આ ફેસ પેક અજમાવી શકો છો. તો આવો જાણીએ આ ફેસપેક કેવી રીતે બનાવવો અને લગાવો.
મેથી અને મધનો ફેસ પેક: જરૂરી સામગ્રી – 1 ચમચી તાજી મેથીનો રસ, 1 ચમચી મધ
વિધિ : સૌથી પહેલા એક બાઉલમાં મેથોનો રસ અને મધને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેને ચહેરા અને ગરદન પર લગાવો અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે ધોઈ લો. તમે આ ફેસ પેક અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો. આ ફેસ પેક નો ઉપયોગ કરવાથી ટૂંક સમયમાં જ તફાવત દેખાશે.
મેથી અને દહીંનો ફેસ પેક : જરૂરી સામગ્રી – 2 ચમચી મેથી, 1 ચમચી દહીં, 1 ચમચી હળદર
વિધિ : આ પેક બનાવવા માટે મેથીને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેને પીસીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટમાં હળદર અને દહીં ઉમેરો. ત્યારબાદ તેને ચહેરા અને ગરદન પર લગાવો અને 5-10 મિનિટ સુધી રાખો. ત્યાર બાદ સામાન્ય પાણીથી ધોઈ લો. આ પેકથી સ્કિન ટોન સુધરે છે, સાથે જ ચહેરા પરના ડાઘ પણ દૂર થાય છે.
મેથી અને હળદરનો ફેસ પેક : જરૂરી સામગ્રી – 1 ચમચી મેથીના દાણા, 4 ચમચી ગુલાબજળ, 2 ચપટી હળદર, 1 ચમચી લીંબુનો રસ
વિધિ : આ પેક બનાવવા માટે મેથીના દાણાને પણ અડધો કલાક પાણીમાં પલાળી રાખવાના છે. ત્યાર બાદ આ બીજને પીસીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટમાં બીજી બધી સામગ્રી મિક્સ કરો. આ પેકને ચહેરા અને ગરદન પર 15-20 મિનિટ સુધી રાખો.
આ પેકને સંપૂર્ણપણે સૂકવવાની જરૂર નથી, તે સહેજ ભીનું રહે છે, પછી હળવા હાથે માલિશ કરતા કરતા સામાન્ય પાણીથી ધોઈ લો. આ પેક ત્વચાને ચમકદાર બનાવવાની સાથે ડાઘ-ધબ્બા દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે.
- છેલ્લી મિનિટોમાં પાર્ટી કે ફંકશનમાં જવાનું આમંત્રણ આવે ત્યારે લગાવો આ ઇન્સ્ટન્ટ ફેસપેક ત્વચામાં તરત જ કુદરતી ગ્લો આવી જશે
- હોળીના તહેવાર પર ગ્લોઈંગ સ્કિન માટે ઘરે જ આ સ્વદેશી ફેશિયલ અજમાવો અને 15 મિનિટમાં ગ્લોઈંગ સ્કિન મેળવો
- લીંબુ માં આ વસ્તુ મિક્સ કરીને આંખોની નીચે રહેલા ડાર્ક સર્કલ પર લગાવો જૂનામાં જુના ડાર્ક સર્કલ થોડા જ દિવસોમાં દૂર થઇ જશે
અમે આશા રાખીએ છીએ કે તમને અહીંયા જણાવેલ ફેસપેક પસંદ આવ્યા હશે. જો તમને આ ફસપેક પસંદ આવ્યા હોય તો તમારા મિત્રોને જણાવો.