દરેક વ્યક્તિ ની ઈચ્છા હોય છે કે તેમની ત્વચા સુંદર દેખાય. ચહેરા પર ખીલ હોવાના કારણે, ફોલ્લો રહેતી હોય, કરચલી હોય તો તેમની સુંદરતા બગડી જાય છે. માટે દરેક વ્યક્તિ ચોખી અને સ્પષ્ટ ત્વચા રહે તેનું ઈચ્છે છે. દરેક યુવાનો અને યુવતીઓ તેમની ત્વચાને સુંદર રાખવા માટે ઘણા ફ્રેશ વોશ, ક્રીમ વગરેનો ઉપયોગ કરતા હોય છે.
પરંતુ બહાર મળતી પ્રોડક્ટ કરતા ઘરમાંજ રહેલ વસ્તુનો ઉપયોગ કરવાથી ત્વચાને સુંદર અને ચમકદાર બનાવી શકાય છે. માટે આજે અમે તમને ચહેરાને સુંદર બનાવવા માટે ઘરમાં રહેલ કઈ વસ્તુનો ઉપયોગ કરવો તેના વિશે જણાવીશું.
1.લીંબુ: લીંબુમાં ઘણા પોષક તત્વો મળી આવે છે જે શરીરના અંદર રહેલ ગંદકીને સાફ કરે છે તેજ રીતે બહારથી પણ ત્વચાને સાફ અને સુંદર બનાવે છે. ચહેરાને સુંદર બનાવવા માટે એક ચમચી લીંબુનો રસ તેમાં એક ચપટી મુઠું અને અડધી ચમચી મધ મિક્સ કરીને ચહેરા પર લગાવી દેવી.
હવે 15 મિનિટ પછી ચહેરાને ઠંડા ચોખા પાણીથી મો ને ઘોઈ દેવું. આ ઉપાયનો ઉપયોગ એક અઠવાડિયામાં બે વખત કરવાથી ચહેરા પર ચોટેલ ગંદકી દૂર થાય છે અને ચહેરાને સુંદર અને ચમકદાર બનાવી દે છે.
2.ગ્લિસરીન અને ચણાનો લોટ: સૌથી પહેલા બે ચમચી ચણાનો લોટ લઈ લો, તેમાં એક ચમચી ગુલાબજળ, અને એક ચમચી ગ્લીશરીન મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે તે પેસ્ટને આખા ચહેરા પર લગાવી ને 30 મિનિટ રહેવા દો. ત્યાર પછી ચહેરાને ઘોઈ દેવો. આમ કરવાથી ચહેરા પરના ખીલ અને કરચલી દૂર થાય છે અને ચહેરો સુંદર અને ચમકદાર બને છે. આ પેસ્ટને રાત્રે સુતા વખતે ઉપયોગ કરવો.
3.ટામેટા: ચહેરા પર ટામેટાનો ઉપયોગ કરવાથી ચહેરા પરના ડાધ દૂર થઈ જાય છે. માટે સૌથી પહેલા બે ચમચી ટામેટાંનો રસ, અડઘી ચમચી બેકિંગ સોડા, એક ચમચી મધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેટને ચહેરા પર લગાવીને 5 મિનિટ સુધી માલિશ કરીને ચહેરાને ઠંડા પાણીથી ઘોઈ દેવો. આમ કરવાથી ચહેરા પરના ડાઘ દૂર થાય અને ચહેરો સુંદર અને ચમકદાર બને છે.
4.મઘ: મઘ ચહેરા પર રોનક લાવે છે. માટે બે ચમચી મઘમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને ચહેરા પર લગાવીને માલિશ કરી ને આખી રાત રહેવા દો. ત્યાર પછી સવારે ઉઠીને ચહેરાને ઠંડા સાદા પાણીથી ઘોઈ દેવો આમ કરવાથી ચહેરાની રોનક વધારશે અને ચહેરા પર ડાઘ, કરચલી દૂર કરશે.
5.હળદર: હળદરમાં ઘણા ઔષધીય ગુણ મળી આવે છે. જે ચહેરાની સુંદરતા પાછી લાવે છે. માટે સૌથી પહેલા એક ચમચી હળદર લઈને તેમાં એક ચમચી મિલ્ક ક્રીમ નાખો અને ચહેરા પર લગાવીને 5 મિનિટ માલિશ કરો. હવે 10 મિનિટ પછી ચહેરાને સાદા પાણીથી ઘોઈ દો. ત્યાર પછી કાકડીનો રસ કાઠીને ચહેરા પર લવાઈને5 મિનિટ પછી ઘોઈ દેવો. આ ઉપાયનો ઉપયોગ કરવાથી ચહેરો સુંદર અને ચમકદાર બની જશે.
આમ, ત્વચા પર કોઈ પણ પ્રકારના ડાઘ, કરચલી, ફોલ્લીઓ હોવાના કારણે સુંદર ચહેરો પણ ખરાબ દેખાવા લાગે છે. માટે રસોડામાં રહેલ આ વસ્તુનો ઉપયોગ કરીને ચહેરાને સુંદર, મુલાયમ અને કરચલી વગરનો બનાવી દેશે. જેથી તમે યંગ અને જુવાન દેખાવા લાગશો.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.