અત્યારના આધુનિક યુગમાં યુવતીઓ અને યુવાનો ચહેરાની ચમક લાવવું માટે ઘણા અવનવા પ્રયોગો કરતા જોવા મળે છે. બજારમાં જાત જાતના ફ્રેશવોશ અને ક્રીમ ખુબ જ આસાનીથી મળી આવે છે અને તેનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે.
પરંતુ બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો જ હોય છે. માટે આ પ્રોડક્ટ તમારા ચહેરા અને સ્કિનને નુકસાન કરી શકે છે. આજે અમે તમને એક ઉપાય જણાવીશું જેમાં તમારે બે જ વસ્તુનો ઉપયોગ કરવાનો રહેશે. જે તમારા ઘરે ખુબ જ સરળતાથી મળી રહેશે.
અમે જે ઉપાય તમને જણાવીશું તે ઉપાય તમારે સવારે જ કરવાનો રહેશે. આ ઉપાયનો ઉપયોગ કરવાથી બહારના બ્યુટી પ્રોડક્ટ કરતા પણ વઘારે તમને આ ઉપાયથી વધુ ફરક જોવા મળશે. આ ઉપાય તમારા ચહેરા પરના કચરાને દૂર કરીને ચહેરાને વાઈટ, ચમકદાર અને મુલાયમ બનાવી દેશે.
આ ઉપાયનો ઉપયોગ પ્રાચીન કાળમાં કરતા હતા. પરંતુ અત્યારે છોકરીઓ અને છોકરોઓ બધા બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું વઘારે પ્રાઘાન્ય આપે છે. પરંતુ તે પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર ઘરેલુ ઉપાયનો ઉપયોગ કરવો ત્વચા માટે વધુ સારું માનવામાં આવે છે.
અમે જે ઘરેલુ ઉપાય જણાવીશું તે ઉપાય ખુબ જ સરળ અને ખુબ જ દેશી ઉપાય છે. આ માટે તમારે રસોડામાં રહેલ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલી વસ્તુ છે ચણાનો લોટ જે દરેકના ઘરે સરળતાથી મળી આવે છે. અને બીજી વસ્તુ દહીં છે. જે તમારે ઘરે બનાવેલ હોય તેનો જ ઉપયોગ કરવાનો રહેશે.
બનાવવાની રીત: સૌથી પહેલા એક બાઉલમાં એક ચમચી ચણાનો લોટ અને એક ચમચી ઘરે બનાવેલ દહીં લેવાનું છે. હવે ત્રણ થી ચાર મિનિટ સુઘી તેને હલાવીને પેસ્ટ તૈયાર કરો. ત્યાર પછી બનાવેલ પેસ્ટને ચહેરા પર લગાવીને થોડી વાર માલિશ કરો. 10 મિનિટ પછી ચહેરાને થોડા ગરમ પાણીથી ઘોઈ દેવાનું છે.
આ પ્રમાણે દહીં અને ચણાના લોટને મિક્સ કરી પેસ્ટ બનાવીને સવારે ચહેરા લગાવીને માલિશ કરવાની છે. આ ઉપાયનો ઉઅપ્યોગિ હજુ ના કર્યો હોય તો આ ઔપાયનો ઉપયોગ એક વખત જરૂર કરવો જોઈએ. આ ઉપાયનો એક વખત ઉપયોગ કર્યા પછી તમે ફેશવોસ અને ક્રીમ નો ઉપયોગ કરવાનું પણ બંઘ કરી દેશો.
આ ઉપાયનો ઉપયોગ કરવાથી તમારો ચહેરો ગ્લો, મુલાયમ અને ઓઈલી સ્કિન વગરનો થઈ જશે. માટે દરેક છોકરી અને છોકરાઓએ આ ઘરેલુ ઉપાયનો ઉપયોગ અવશ્ય કરવાનું ચાલુ કરવું જોઈએ. જેથી તે તેના ચહેરાને ચમકદાર બનાવી શકશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.