અત્યારના સમયમાં દરેક વ્યક્તિને ચહેરાની સુંદરતા બની રહે તેવું ઈચ્છે છે. ચહેરો સુંદર હોય તો દરેકને ગમે છે. ચહેરો સુંદર ના હોય તો ઘણા લોકો કયાંક જવું હોય તો સાથે લઈ જતા પણ અચકાય છે. માટે આપનો ચહેરો સુંદર હોવો ખુબ જ જરૂરી છે.
અત્યારે દરેક વ્યક્તિ ચહેરાને સુંદર બનાવવા માટે બજારમાં મળતી ઘણી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ હા તેમનો ચહેરો સુંદર તો થઈ જાય છે પરંતુ થોડા સમય પછી તેમના ચહેરા પર ખીલ થઈ જતા હોય છે જેના કારણે તેમનો ચહેરો ખરાબ દેખાવા લાગે છે.
ચહેરાની કુદરતી ચમક લાવવા માટે ઘરેલુ ઉપાયથી સુંદર બનાવી શકાય છે. માટે આજે અમે તમને દહીંનો ઉપયોગ કરીને ચહેરાને સુંદર કઈ રીતે બનાવી શકાય તેના વિશે જણાવીશું. દહીંનો આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે.
હવે ચાલો ચહેરાને સુંદર બનાવવા માટે શું કરવું જોઈએ તેના વિશે જાણીએ. ક્લિનજિંગ: સૌથી પહેલા ચહેરાને સાફ પાણી થી ઘોઈ દેવો. હવે સૌથી પહેલા બે ચમચી દહીં લઈને આખા ચહેરા પર લગાવીને પાંચ મિનિટ સુઘી હળવા હાથે મસાજ કરવાની છે.
પછી 20 મિનિટ થાય ત્યારે ચહેરાને સાફ પાણીથી ઘોઈ દેવા નો છે. આ રીતે એક અઠવાડિયામાં બે વખત કરવું. જેથી ચહેરા પર રહેલ ખીલ અને બેક્ટેરિયા દૂર થઈ જાય અને ચહેરો સુંદર અને ચમકદાર બની જાય.
સ્ક્રબિંગ: ચહેરા પર સ્ક્રબિંગ કરવાથી લોહીનું પરિભ્રમણમાં વધારો થાય છે. અને સ્કિન માં નિખાર આવે છે. માટે બે ચમચી દહીંમાં એક અડઘી ચમચી ખાંડ મિક્સ કરીને સ્ક્રબ પેસ્ટ બનાવી લો. હવે તેને ચહેરા પર હળવા હાથે લગાવીને મસાજ કરો. 15 થી 20 મિનિટ પછી ચહેરાને ઘોઈ લો. આમ કરવાથી ચહેરાના ખીલ અને કરચલી દૂર થશે અને ચહેરો સુંદર અને મુલાયમ બનશે.
ફેસપેક: દહીંનો ફેસપેક ચહેરાની સુંદરતા વઘારે છે. માટે બે ચમચી ચણા ના લોટમાં બે ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને ચહેરા પર લગાવી દો. હવે 5 મિનિટ મસાજ કરીને 15 મિનિટ પછી ચહેરાને સાફ પાણીથી ઘોઈ લેવો. આ ફેસપેકનો ઉપયોગ કરવાથી ચહેરામાં નિખાર આવશે.
જો તમારી ત્વચા તેઈલી હોય તો આ પેસ્ટમાં એક ચમચી મઘ અને ગ્લિસરીન ના બે ટીપા મિક્સ કરીને પેસ્ટ લગાવી દો. આ ઉપરાંત ચહેરા પર ખીલ કે ડાઘ હોય તો આ પેસ્ટમાં લીમડાના પાનનો રસ એક ચમચી મિક્સ કરીને ચહેરા પર લગાવી દેવી. આમ કરવાથી ચહેરા પર ના ખીલ અને ડાઘ દૂર થઈ જાય છે. અને ચહેરો સુંદર, મુલાયમ અને ચમકદાર બની જાય છે.
ટોનર: ચહેરાને સોફટ બનાવવા માટે બે ચમચી દહીં અને ત્રણ ટીપા બદામ તેલ અને એક ચમચી મઘ મિક્સ કરીને ચહેરા પર લગાવીને ત્રણ કલાક રહેવા દો. ત્યાર પછી ચહેરાને સાફ પાણીથી ઘોઈ દેવો. આમ એક અઠવાડિયું કરવાથી ચહેરો સોફ્ટ અને મુલાયમ બનશે.
જો તમે બજારુ પ્રોડક્ટનો ઉપયોગ કરીને થાકી ગયા છો તો તમે ઘરે બનાવેલ દહીંનો આ રીતે ઉપયોગ કરીને ચહેરાને સુંદર અને મુલાયમ અને ખીલ વગરનો બનાવી શકશો. આ ઉપાય ખુબ જ સરળ છે. જે એઠવાડિયામાં બે થી ત્રણ વખત કરવાથી તમારા ચહેરાની સુંદરતા વઘારી દેશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.