આજના લેખમાં અમે તમને વા, સંધિવા, કમરનો દુખાવા ના કેટલાક ઘરેલુ અસરકારક ઉપચાર અને ઉપાયો વિશે જણાવીશું સાથે સાથે તમને માહિતીમાં વા થવાના કારણો અને તેના લક્ષણો વિશે પણ જાણકારી આપીશું.
સૌ પ્રથમ જણાવીએ કે ખારા,ખાટા, તીખા, ઉષ્ણ અને શુષ્ક પદાર્થના સેવન તેમજ માછલી, માંસ વગેરે જેવાખોરાક લેવાથી આ સમસ્યા થાય છે. આ સાથે સાથે શરીરના ભાગો જેવા કે ઢીંચણ, કોણી, કમર, ખભો, હાથ-પગ વગેરે શરીરના ભાગો માં દુખાવો અને દાહ થાય છે.
હવે આપણે જાણીશુ વા માટેના દેશી ઉપચાર વિષે: અરડુસી ગોળ અને કડુનો કાઢો પીવાથી સંધિવા મા ખુબ જ રાહત મળે છે. ગોરખમુખી કડુનું ચૂર્ણ મધ અને ઘી સાથે લેવાથીપણ વાની બિમારી માં ખુબજ ફાયદો થાય છે.
કડવો લીમડો સંધિવા અને કમરના દુખાવામાં ફાયદાકારક છે. આ માટે કડવા લીમડાના પાનનો અંગરસ ગાયના દૂધમાં આપવાથી સંધિવા અને કમરના દુખાવામાં રાહત મળે છે. વા ની બિમારી મા સૂરવાળી હરડેનું ચૂર્ણ ગોળ સાથે લેવાથી પણ રાહત મળે છે.
લીમડામાંથી બનાવેલું તેલ પણ વા માટે ફાયદાકાર છે. આ માટે લીમડાના તેલની માલિશ હાથ પગે કરવાથી વા ના કારણે થતા દુખાવામાં રાહત થાય છે. રાઈના તેલ સાથે ડુંગળીનો રસ મિક્સ કરીને માલિસ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે.
જાયફળ સંધિવા માટે અસરકારક છે. જો જાયફળને સરસિયાના તેલમાં ઘસી માલિસ કરવાથી ગમે તેવા જકડાયેલા સાંધા છૂટા પડે છે અને સંધિવા મટે છે. આયુર્વેદમાં ખજૂર દવા તરીકે વપરાય છે. ખજૂરની 4-5 પેશીનો ઉકાળો કરી, તેમાં અર્ધો તોલો મેથી નાખી પીવાથી કમરનો દુખાવો મટે છે.
શરીરના કોઈપણ ભાગમાં કળતર થતી હોય તો સવાર સાંજ વાટેલા આંબળાનું ચૂર્ણ પાણી સાથે ફાકવાથી અને થોડી વાર પછી દૂધમાં એલચી નાખી ગરમ કરેલું દૂધ પીવાથી તરત જ ફાયદો થાય છે. આ ખુબજ સરળ અને અસરકારક ઉપાય છે.
સો ગ્રામ અજમાનું ચૂર્ણ, સો ગ્રામ ગોળ એક સાથે ભેળવી દો અને પછી દરરોજ સવાર સાંજ પાંચ પાંચ ગ્રામ ચૂર્ણ રોજ લેવાથી કમરના દુખાવામાં ખૂબ જ રાહત મળે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.