જીવનમાં હંમેશા સ્વસ્થ અને સુખી રહેવું હોય તો સવારે વહેલા ઉઠવું જરૂરી છે એવું કહેતા તમે ઘણા બધા લોકોને જોયા હશે. એવું મોટા ભાગે તમે તમારા ઘરે રહેલા બા – દાદાના મોઢે સાંભળ્યું હશે. પરંતુ આજના સમયે મોટા ભાગના લોકો રાત્રે લેટ અને સવારે મોડે સુધી સૂવા માટે ટેવાયેલા છે.
આવા લોકો રાત્રે મોડે સુધી જાગતા હોય છે જેથી તેમની ઊંઘ જરૂર પ્રમાણે પુરી ન થવાથી તે સવારે વહેલા ઉઠી શકતા નથી. પરંતુ જયારે બીજા લોકો તેમને સલાહ આપે છે ત્યારે તે લોકો વહેલા ઉઠવાનો પ્રયાસ કરે છે અને બે ત્રણ દિવસ તો વહેલા ઉઠી જાય છે, પરંતુ થોડા દિવસ પછી તેમનાથી વહેલા ઉઠી શકાતું નથી.
ઘણા લોકોની મોડે ઉઠવાથી ટેવથી તેમના દિવસ દરમિયાન ધારેલા કામ પણ કરી શકતા નથી. સવારે વહેલા ઉઠવાથી તમારા સ્વાસ્થ્યને ઘણો બધો ફાયદો થાય છે પરંતુ મોટાભાગે સવારથી સાંજ કામ કરતા લોકો જેમાં ખાસ કરીને ગૃહિણીઓ અને ધંધાદારી લોકો આખો દિવસ કામ કરીને થાકી ગયા હોય છે જેથી વહેલા ઉઠી શકતા નથી.
જો તમે પણ સવારે વહેલા ઉઠી શકતા નથી તો અમે તમને કેટલાક સરળ ઉપાયો બતાવીશું જેથી તમે પણ દરરોજ સવારે અલાર્મ વગર વહેલા ઉઠતા થઇ જશો.
સવારે ઉઠવાનો ટાઈમ સેટ કરી લો: આપણે સૌ જાણીએ છીએ કે વહેલું ઉઠવું સ્વસ્થ, સમૃદ્ધ અને બુદ્ધિમાન બનાવે છે. વહેલા ઉઠવાથી આપણે આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીએ છીએ. આ સિવાય વહેલા ઉઠવાથી તમારી પાસે દરરોજના રૂટીન કામ કરવામાં સમય મળી રહે છે અને તમારા કામ સમયસર પુરા થઇ જાય છે.
જો તમે થોડા દિવસ સવારે વહેલા ઉઠવાની આદત પાડો છો તો તમે આપમેળે સવારે વહેલા ઉઠી શકો છો. થોડા દિવસ આ પ્રયોગ કરવાથી તમારે કોઈ દિવસ વહેલા ઉઠવા માટે અલાર્મની જરૂર નહીં પડે.
વહેલા ઉઠવાની ધીરે ધીરે શરૂઆત કરો: જો તમારે સવારે 5 વાગે ઉઠવું છે અને તમે દરરોજ 8 વાગે ઉઠો છો તો તમારે પહેલા બે ત્રણ દિવસ સવારે 7 વાગે ઉઠવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજા બે ત્રણ દિવસ પછી તમારે 6 વાગે ઉઠવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આ થોડા દિવસ વહેલા ઊઠવાને કારણે તમને તમારા નિર્ધારિત સમયે જાગી શકો છો અને પછી તમે જાતેજ તે સમયે જાગી જાઓ છો. આમ કરવાથી તમારી હેલ્થ પર કોઈ ખરાબ અસર થતી નથી અને તમે તમારા સમયે જાગી જાઓ છો.
ઊંઘતા પહેલા તમારા મગજને સંકેત આપો: તમે વહેલા ઉઠવાનું વિચારી રહ્યા છો તો તમારે આ માટે સૌ પ્રથમ તો તમારા મગજને તમારે સંકેત આપવો પડશે કે તમારે કાલે વહેલા ઊઠવાનું છે. ઘણા લોકો બીજા દિવસે વહેલા ઉઠવા માટે રાત્રે વહેલા સુવાનો પ્લાન બનાવે છે.
પરંતુ તેઓ આ પ્લાનમાં સફળ થયા નથી. એટલા માટે તમે મગજથી ચોક્કસ નિર્ધાર કરી લો કે તમારે કાલે વહેલા ઉઠવું જ છે. આ નિર્ણય તમને વહેલા જરૂર ઉઠાડી દે છે.
આ પ્રયોગ તમને કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળ પર કામ આવે છે. તમે 8 વાગે સુવો કે રાત્રે લેટ 1 વાગે સુવો, પણ નક્કી કરી રાખો કે તમારે સવારે વહેલા ઊઠવાનું છે. જે તમને વહેલા ઉઠવામાં જરૂર મદદ કરશે અને તમે જાતેજ આપમેળે તમારા નિર્ધારિત સમયે જાગી જશો.
સવારે ઉઠવાના ફાયદાઓ તરફ ધ્યાન આપો: જો તમારે વહેલા ઉઠવું હોય તો તમે તમારા મગજને સવારે વહેલા ઉઠવાથી થતા ફાયદાઓ વિશે જાગૃત કરી દો. આ રીતે કરશો તો જ તમારું આ કામ શક્ય બનશે. જો તમારું મન તૈયાર નહિ હોય તો તમે સવારે વહેલા ઉઠી શકશો નહિ પરંતુ જો તમે સવારે ઉઠવાના ફાયદાઓ તરફ તમારું ધ્યાન આપશો તો ચોક્કસ ફાયદો થશે અને તમારા આખા દિવસ દરમિયાનના કામ પણ ખુબ જ સરળતાથી પૂરા કરી શકશો.
અલાર્મનો ઉપયોગી કરો: ઘણા લોકો સવારે ઊઠવાના ઘણા પ્રયાસો કરતા હોય છે જેમાં તેઓ સફળ ન થવાથી છેવટે અલાર્મ નો પણ કરે છે. પરંતુ તમને જણાવીએ કે વહેલા ઉઠવાનો આ ખુબ જ સારો રસ્તો છે જે. જે સમયે તમે ઉઠવા માંગો છો તે સમયનું અલાર્મ સેટ કરી દો. જે તમને વહેલા ઉઠાડી મુકશે.
આ રીતે થોડા દિવસો આલાર્મ વાપરવાથી તમને વહેલા ઉઠવાની આદત પડી જશે અને થોડા દિવસો પછી તમારે અલાર્મની જરૂર નહી પડે. અહીંયા જણાવેલા ઉપાયો જો તમે વહેલા ઉઠવા માંગો છો તો તમને સવારે વહેલા ઉઠાડવા માટે ખુબ જ ઉપયોગી થશે. આ ઉપાયો કરવાથી તમે ખુબ જ સરળતાથી અને શાંતિથી વહેલા ઉઠી શકશો. જે તમને ખુબ જ ફાયદામાં રાખશે.