વજનમાં વઘારો થઈ રહ્યો છે તો દરરોજ સવારે પીંજાઓ આ સ્પેશિયલ ડ્રિન્ક. વધુ પડતી મેદસ્વીતા શરીર માટે નુકશાનકારક થઈ શકે છે. જે અનેક બીમારીઓના જોખમને વઘારે છે. માટે આપણા શરીરમાં વઘતા વજન ને કંટ્રોલ લાવવું જોઈએ.
માટે સૌથી સારું એ જ રહેશે કે તમે ખાવાની સાથે સાથે થોડો સમય કસરત કરીને તમે શરીર ને સ્વસ્થ અને વજનને કંટ્રોલ કરી શકો છો. આ ઉપરાંત અમે એક ઘરેલુ ઉપાય જણાવીશુ જેનો ઉપયોગ કરીને લાભ મેળવી શકો છો. આ ઉપાયનો ઉપયોગ કરીને તમે વજન ઘટાડી શકો છો.
આ ડ્રિન્ક બનાવવા માટેની સામગ્રી તમને ઘરમાંથી જ સરળતાથી મળી રહેશે. જેથી આ ડ્રિન્ક ખુબ જ સરળતાથી બનાવી શકશો. આ માટે આદું અને જીરૂ આ બે વસ્તુની જરૂર પડશે. જીરાથી શરીરની કેલરી ઓછી થાય છે આ ઉપરાંત પાચનક્રિયાને સુઘારે છે.
આ ઉપરાંત પેટને લગતી દરેક સમસ્યાને દૂર પણ કરવામાં મદદ કરે છે. આદુંનું સેવન શરીરમાં રોગપ્રતિકારક શકતીને ઝડપથી વઘારવામાં મદદ કરે છે. આ બંને વસ્તુને મિક્સ કરીને ડ્રિન્ક બનાવીને પીવામાં આવે તો શરીરમાં ભરપૂર એનર્જી મળશે અને ચરબીને દૂર કરીને વજન ને કંટ્રોલમાં લાવી દેશે.
ડ્રિન્ક બનાવવા માટેની રીત: સૌથી પહેલા એક પેનમાં એક ગ્લાસ પાણી લો, ત્યાર પછી તેમાં એક ચમચી જીરું અને આદું મિક્સ કરો. ત્યાર પછી તે પાણીને 5 મિનિટ સુઘી ઉકાળો. ઉકળી ગયા પછી તેને એક ગ્લાસમાં ગાળી લેવાનું છે.
હવે આ ડ્રિન્કને દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ પી જવાનું છે. આ ડ્રિન્કનું સેવન કરવાથી પેટની ચરબી અને વજન માત્ર 15-20 દિવસમાં જ ઉતરવા લાગશે. આ ઉપરાંત શરીરમાં ઈમ્યુનિટીને મજબૂત કરશે.
આ ડિન્કનું સેવન શરીરને ડિટોક્સીફાઈ કરશે અને હદય માટે ખુબ જ લાભકારી સાબિત થાય છે. આ ડિન્કનું સેવન કરવાની સાથે હેલ્ધી આહાર અને 25-30 મિનિટ સુઘી કસરત કરવાથી તમને જરૂર ફરક જોવા મળશે.
જો તમારા શરીરમાં ઈમ્યુનિટી સિસ્ટમ નબળી હોય તો આ ડિન્કનું સેવન કરવાથી ઈમ્યુનીટી મજબૂત થાય છે અને અનેક રોગ સામે લડવાની ક્ષમતા ઘરાવે છે. આ ઉપરાંત પેટને લગતી દરેક સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે.
જો તમે વજન અને ચરબીને ઘટાડવા માટે અનેક પ્રયત્નો કર્યા હોય અને ફેર ના પડયો હોય તો આ ઉપાયનો ઉપયોગ એક વખત જરૂર કરવો જોઈએ. જે તમારી વજન ઘટાડવાની સમસ્યાને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી સાબિત થશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.