વઘારે વજન શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ લાવી શકે છે. આ માટે વધી ગયેલ વજનને ઓછું કરવા અને ભવિષ્યમાં વજન વધવા દેવું ના હોય તો તેના માટે શું કરવું જોઈએ તેના વિષે આજે અમે તમને જણાવીશું.
વજન વધવું તે બેઠાળુ જીવન જેમકે ઓફિસમાં બેસી રહીને વધુ સમય સુધી કામ કરવાનું હોય તો તે સમયે ડાયજેશન ક્રિયા ધીમી થઈ જાય છે. એક જ જગ્યાએ બેસી રેહીને કામ કરવાથી વજન તો વધે છે આ સાથે કમરના દુખાવા થવાનું પણ શરુ થઈ જાય છે.
વધી ગયેલ વજન ઘણા બધા કારાનોટથી થઈ શકે છે, જેમકે, વધુ કેલરી વારો ખોરાક ખાવો, ચરબી યુક્ત ખોરાક, ભોજન પછી સુઈ જવું, એક્સ સાથે વધુ પ્રમાણમાં ખાઈ લેવું વગેરે જેવા કારણો વજન વઘવાના હોઈ શકે છે. આ માટે વજન ને કંટ્રોલમાં લાવવા અને ભવિષ્યમમાં વજન વધે નહીં તે માટે શું કરવું જોઈએ તેના વિષે જણાવીશું.
જયારે આપણે કોઈ પણ ખોરાક ખાઈ છે છીએ ત્યારે તેને પચવામાં થોડો સમય લાગે છે આ માટે ખોરાક લીધા પછી 6-7 કલાક નો ટાઈમ ખોરાકને પચવામાં માટે આપવો જોઈએ. આ સમય દરમિયાન અવારનવાર વચ્ચે કોઈ પણ નાસ્તો કે એવું ના કરવું જોઈએ. માત્ર આ સમયે પાણી પી શકાય છે.
વજન ઓછું કરવા માટે તમે જિમ માં વધુ પૈસા બગાડવા ગયા વગર જ વજન ઓછું કરવા માટે દરરોજ સવારે 30-40 મિનિટ સુધી ચાલવું જોઈએ અને 15 મિનિટ જોંગિંગ કરવું જોઈએ. ચાલવા અને દોડવા થી શરીરમાં વધી ગયેલ ચરબી ઓછી થાય છે.
આ સાથે શરીરના સાંધાઓ મજબૂત અને હેલ્ધી રહે છે, આ ઉપરાંત હૃદય, ફેફસા, કિડની જેવા દરેક અંગોને સ્વસ્થ અને હેલ્ધી બનાવે છે. વજન ને ઓછું કરવા માટે રોજે સવારે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવાનું છે આ સાથે તમે એમાં લીંબુનો રસ અને સિંધવ મીઠું મિક્સ કરીને પીવાથી પાચનક્રિયા માં સુધારો થાય છે.
પાચનક્રિયા સુધારવાના કારણે પેટ અને આંતરડા બને કાચ જેવા ચોખ્ખા બનાવશે. સવારે હૂંફાળું પાણી પીવાથી વર્ષો જૂની કબજિયાત પણ દૂર થશે અને વધી ગયેલ ચરબીને બરફના જેમ ઓગાળવામાં મદદ કરશે. વજન ને નિયત્રંણમાં રાખવા માટે બહારના જંકફૂડ અને ફાસ્ટફૂડ નું સેવન કરવાનું બંઘ કરવું જોઈએ.
વજન ઓછું કરવા માટે બપોરના ડાયટમાં સલાડ અને દહીંનો સમાવેશ કરવો જોઈએ. સલાડ અને દહીં ખાવાથી ખાધેલ ખોરાક પચવામાં આસાની રહે છે. જેથી ચરબી વધી નથી અને વજન નિયત્રંણમાં રહે છે. ચરબીને ઓછી કરવા માટે કીવી, મોસંબી જેવા ફળોનો જ્યુસ બનાવી ને પીવું જોઈએ.
રાતે હળવો ખોરાક ખાવો જોઈએ, જેથી તે ખોરાક પચવામાં ખુબ જ આસાનીથી રહેશે જેથી વધતું વજન નિયત્રંણમાં રહેશે. રાત્રીના ભોજન પછી 10 મિનિટ વજ્રાશન યોગા કરવા જોઈએ. ત્યાર પછી 30 મિનિટ ચાલવું જોઈએ,
વધી ગયેલ વજન ને ઓછું કરવા માટે રોજિંદા જીવન શૈલીમાં કેટલાક બદલાવ લાવવા જોઈએ. જેથી વજન નિયત્રંણમાં રહેશે. વધારે પૈસા ખર્ચ કાર્ય વગર આ રીતે કરશો તો વજન કંટ્રોલમાં રહેશે.