વજન ઘટાડવા માટે ઘણા લોકો ખુબ જ મહેનત કરતા હોય છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે જિમ માં જઈને કસરત કરતા હોય છે, ઘણા લોકો ડાયટીંગ કરતા હોય છે જેવા અનેક પ્રકારના પ્રયત્નો કરતા હોય છે. તેમ છતાં પણ ઘણા લોકોનું વજન કંટ્રોલમાં આવતું નથી.

વજન ઓછું કરવું સરળ છે પણ એટલું જ કઠીન પણ છે. વજન ધટાડવા માટે સૌથી પહેલા તો આપડે કમર અને પરનો ભાગ ઓછો કરવો પડશે જેથી ચરબીનો ભાગ ઓછો થવાથી વજન આપમેળે જ ઉતરવા લાગશે. ઘણા લોકો વિચારતા હશે કે પેટ અને કમરની ચરબી કઈ રીતે ઉતરાવી જોઈએ.

તેમના માટે આજે અમે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ જેની મદદથી ચરબી તો ઘટશે સાથે વજન પણ ઓછું થવા લાગશે. તો ચાલો કેટલીક અવનવી ટિપ્સ વિષે જાણીએ. ઉપવાસ કરવો: ઘણા લોકો ચરબી યુકત ખાવાના ખુબ જ શોખીન હોય છે. જેના કારણે પેટની ચરબી વઘે છે. તેવા વ્યક્તિ એ અઠવાડિયામાં એક વખત ઉપવાસ જરૂર કરવો જોઈએ. આ માટે તમે ઉપવાસ માં ખાલી લીકવીડ જ લેવાનું છે. જેમ કે, લીંબુ પાણી, જ્યુસ, દૂઘ જેવી વસ્તુનું સેવન કરવું જોઈએ. જેથી પેટની ચરબીને ઘટાડી શકાય.

યોગાસન કરવા: પેટની ચરબી અને કમરની ચરબીને ઓછી કરવા માટે રોજિંદા જીવનમાં યોગા નો સમાવેશ કરવો જોઈએ. માટે રોજે પેટ અને કમરની ચરબીને ઘટાડવા માટે સવારે નરણાકાંઠે ઉઠીને 20 મિનિટ યોગાસન કરવા જોઈએ. જેથી વજન કંટ્રોલમાં લાવી શકાય અને શરીર પણ સ્વસ્થ રહેશે.

ખાવા પીવામાં ઘ્યાન રાખવું: આજના સમયમાં મોટાભાગના લોકો બહારના ફાસ્ટ ફૂડ અને જંકફૂડનું સેવન કરતા હોય છે માટે તે બઘા આહારનું સેવન કરવાનું બંઘ કરી દેવું જોઈએ અને ઘરે જ બનાવેલ હેલ્ધી ખોરાકનું જ સેવન કરવું જોઈએ.

ગ્રીન-ટી પીવું: ઘણા લોકો સવારે ચા અને કોફીનું સેવન સૌથી વધુ કરતા હોય છે. પરંતુ જો ચરબીને ધટાડવી હોય તો રોજે ગ્રીન-ટી નું સેવન કરવું જોઈએ. તેમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. જે સ્થૂળતાને ઘટાડવામાં મદદ કરે છે.

રોજે ચાલવું: પેટની ચરબી અને કમરની ચરબીને ઘટાડવા માટે દરરોજ સવારે ચાલવું જોઈએ. આ ઉપરાંત રાત્રીના ભોજન પછી પણ ચાલવાની સલાહ આપવામાં આવે છે. કારણકે રાત્રીના ભોજન પછી ચાલવાથી વઘારાની કેલરી ઓછી થાય છે. માટે સવારે અને સાંજે 25 મિનિટ તો ચાલવું જ જોઈએ.

હૂંફાળું પાણી પીવું: હૂંફાળું પાણી ચરબીને ઓગાળવા માં મદદ કરે છે. માટે સવારે નરણાકાંઠે ઉઠીને એક ગ્લાસ હૂંફાળું પાણી ગરમ કરીને પીવાનું છે. જેથી પેટની ચરબીના થર ઘીમે ઘીમે ઓગળવા લાગશે. ગરમ હૂંફાળું પાણી પીવાથી શરીરમાં રહેલ બઘો હાનિકારક કચરો દૂર થઈ જાય છે. આ ઉપરાંત મળને છૂટો કરી પેટને સાફ રાખવામાં પણ મદદ કરે છે.

વજન ધટાડવા માટે પેટની અને કમરની ચરબીને ઓગાળવી જોઈએ માટે ચરબીને ઓગાળવા માટે ઉપર જણાવેલ ટિપ્સનો ઉપયોગ કરી વજન ઘટાડી શકો છો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *